આરંભ એક પૅન-ઇંડિયા પીસી ફોર એજ્યુકેશન પહેલ છે, જેની રચના ટેક્નોલોજીના સામર્થ્યનો ઉપયોગ કરીને શિક્ષણનો દરજ્જો સુધારવા માટે કરવામાં આવી છે. ડિજિટલ ઇંડિયામાં મજબૂત પાયો મળી રહે તે હેતુથી માતા-પિતા, શિક્ષકો અને બાળકોની મદદ કરવા માટે આની રૂપરેખા ઘડવામાં આવી છે. આ પહેલનો ઉદ્દેશ્ય વાલી, શિક્ષકો અને બાળકોને એકસાથે જોડીને તેમને આવશ્યક તાલીમ આપવાનો છે, જેથી તેઓ શિક્ષણ માટે નિશાળે અને ઘરે એમ બન્ને જગ્યાએ પીસીનો વધારે સારી રીતે ઉપયોગ કરી શકે.

ડેલમાં અમે, પીસીનો સ્વીકાર અને તેનાં ઉપયોગ વિશે હાલની પરિસ્થિતિનું વિશ્લેષણ કર્યું ત્યારે અમારા ધ્યાનમાં આવ્યું કે ભારતમાં પીસીનો વપરાશ ફક્ત 10% જેટલો જ છે. અમે જોયું કે વાલી અને શિક્ષક બન્ને શિક્ષણ માટે પીસીની મહત્વતા સમજે છે પરંતુ પ્રત્યક્ષ વાપરવાનો સમય આવે ત્યારે તેમની અજ્ઞાનતાને લીધે તેમને બધા રસ્તા બંધ થઈ ગયા હોય એવું લાગે છે. કારણ કે શિક્ષણનો દરજ્જો સુધારવા માટે પીસીનો વપરાશ કેવી રીતે કરવો એનું કોઈને પણ યોગ્ય જ્ઞાન નથી.

અમારો વિશ્વાસ છે કે વાલી, બાળકો અને શૈક્ષણિક સંસ્થાઓને એકજૂથ કરીને યોગ્ય તાલીમ અને પ્રમાણન આપીને સક્ષમ કરવામાં આવે તો આ પરિસ્થિતિને સહજતાથી ઉકેલી શકાય. અમે વાલીઓ અને શિક્ષકો તેમજ બાળકોને પીસીના વપરાશના મહત્વનાં કૌશલ્યો શીખવાડીને કમ્પ્યૂટર દ્વારા મળનારા જ્ઞાનને સહજતાથી ઉપલબ્ધ કરાવીએ છીએ.

સર્જનાત્મકતા, નિર્ણાયક વિચાર ક્ષમતા અને જટિલ સમસ્યા ઉકેલવાની આવડત આ આજના 'ડિજિટલ ભારતીયો' માટે આવશ્યક એવાં ત્રણ સૌથી વધુ ઇચ્છનીય કૌશલ્યો છે. ટેક્નોલોજીની મદદથી આ ત્રણે કૌશલ્યોમાં પ્રાવિણ્ય અપાવવાનો અમારો પ્રયાસ એટલે 'આરંભ'. આ પહેલ દ્વારા, અમે અમારા ડેલ ચૅમ્પ્સ સ્કૂલ કૉન્ટેક્ટ પ્રોગ્રામ દ્વારા લગભગ 150 લાખ વિદ્યાર્થીઓને તાલીમ આપી છે. NIIT સાથે મળીને, 70 શહેરોની 5,000 થી વધુ શાળાઓનાં 1,25,000 થી વધારે શિક્ષકોને તાલીમ આપીને તેમને પ્રમાણિત કરવાનું અને ડેલ ડિજિમોમ્સ પ્રોગ્રામના ભાગ રૂપે 4,00,000 માતાઓને સક્ષમ બનાવવાનું અમારું લક્ષ્ય છે.

આવો, અમારા પ્રયાસમાં જોડાઈને તમારો સાથ આપો – ચાલો, શિક્ષણની એક નવી પદ્ધતિનો 'આરંભ' કરીએ.