ગોખણપટ્ટી –શિક્ષાનો બેઅસર માર્ગ

બાળકો ઘણીવખત તેમનો પાઠ્યક્રમ ગોખવાની ટેવ વિકસાવવાનું વલણ ધરાવે છે. જો કે, ગોખણપટ્ટી એક બેઅસર રીત છે કારણ કે તે બાળકોને વિષય-વસ્તુઓ સમજવાનું શિખવતી નથી. લાંબા ગાળે તેના કોઈ ફાયદાઓ નથી. કારણકે બાળક ટેકનિક દ્વારા શીખેલી વિષય-વસ્તુઓ તરત ભૂલી જાય છે.

ગોખણપટ્ટીના કેટલાક નોંધપાત્ર ગેરફાયદાઓ નીચે મુજબ છે:

ભૂલી જવું સહેલું છે -

જ્યારે પરીક્ષાની વાત આવે ત્યારે, બાળકો વિષય-વસ્તુઓ શીખી રહ્યા છે તે તેઓ પુરેપુરૂ ગ્રહણ કરે તે જરૂરી છે. જો તેઓ ગોખણપટ્ટી કરશે તો શક્ય છે કે તેઓ મોટા ભાગે માહિતી જેવી પરીક્ષા પુરી થાય કે તુરત જ શક્ય:ત સંપૂર્ણપણે ભૂલી જવાના. આ ભવિષ્યમાં તેમની પ્રગતિ રૂંધે છે કારણકે સરળતાથી આગળના વિષયવસ્તુ પર પર જવા તેઓ અસમર્થ છે.

વિષયોની ઊંડી/ તલ:સ્પર્શ સમજણને રોકે છે -

કોઈ પણ વિષયમાં ગોખણપટ્ટી નબળા પાયા તરફ દોરી જાય છે,જે ભારે વિષ્યવસ્તુઓ શીખવામાં તેઓ જેમ જેમ પ્રગતિ કરે તેમ તેમ અવરોધ કરે છે. ઉદાહરણ તરીકે, કોઈ વ્યક્તિ ગુણાકાર કેમ કરવા તે જાણ્યા વિના કોઈ સૂત્રનો ઉકેલ ન લાવી શકે. ગોખણપટ્ટીને કામે લગાડવું તે પેચીદી સાબંધિકતા સાથે નવા અને જૂના જ્ઞાન વચ્ચે સેતુ બાંધવામાં અસફળતા તરફ દોરી જાય છે.

મગજની કસોટી નથી -

બાળકોને ઉકેલ યાદ રાખવાનું કહેવાને બદલે ઉકેલની કસોટી કરવી તે વિષ્યવસ્તુઓની ઊંડી સમજૂતી પકડવામાં મદદ કરે છે. જ્યારે તેઓ તેમના મજગની કસોટી કરે છે ત્યારે તેઓ શીખે છે અને વૃધ્ધિ પામે છે જે તેઓને તેમના વર્ગમાં ટોચ પર રહેવામાં મદદ કરે છે.

ગોખણપટ્ટીને ના કહી દો અને તમારા બાળકોને જ્ઞાન, વૃધ્ધિ અને જીજ્ઞાસાથી ભરેલું ભવિષ્ય આપો. જેના માટે તેઓ લાયક છે.અગત્યના વિષય-વસ્તુઓ જાણવા માટે અમારા વેબિનારમાં જોડાઓ અને ડિજિટલ યુવાધન ઊભું કરવાનું જાણો. - https://www.dellaarambh.com/webinars/