સારા ઓનલાઇન અને ઓફલાઇન શિક્ષણના સિદ્ધાંતો

વર્તમાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંનેએ શિક્ષણનું નવું પાસું - ઓનલાઇન શિક્ષણનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં શિક્ષકોએ વર્ગખંડના વાતાવરણને છોડીને વિદ્યાર્થીઓના ઘરના વાતાવરણને ધ્યાનમાં રાખીને પાઠનું આયોજન કરવું પડે છે. શિક્ષક તરીકે, અભ્યાસ માટે અનુકૂળ વાતાવરણ બનાવવાની જવાબદારી તમારા ખભા પર આવે છે. વિદ્યાર્થીઓ ઓનલાઇન તેમજ ઓફલાઇન વર્ગોનો લાભ મેળવે છે તેની ખાતરી કરવાની અમુક રીતો અહીં આપી છે.

 

  • શીખવા માટે વિધાર્થીઓનો સમુદાય બનાવો:

વિદ્યાર્થીઓએ એકબીજાના સહયોગથી કામ કરવા જેવી પ્રારંભિક પ્રવૃત્તિઓ દ્વારા સમુદાય બનાવીને અભ્યાસને અનુકૂળ વાતાવરણ બનાવી શકાય છે. વિદ્યાર્થીઓ વર્ગખંડના વાતાવરણથી દૂર હોવા છતાં, ટીમવર્કને પ્રોત્સાહન આપવું જરૂરી છે જેથી તેમનામાં નેતૃત્વ કુશળતા વિકસે અને તેઓ સ્વતંત્ર શીખનારા બની શકે.

 

  • પ્રતિસાદ:

નિયમિત પ્રતિસાદ અને અસાઇમેન્ટ માટે યોગ્ય સમયપત્રકને અનુસરવું એ સુનિશ્ચિત કરે છે કે વિદ્યાર્થીઓ પર અઠવાડિયા દરમિયાન અચાનક કોઈ દબાણ ન આવે.

 

  • વ્યાપક અભ્યાસક્રમ

વિદ્યાર્થીઓની શીખવાની શૈલીઓને પૂર્ણ કરે તેવો એક વ્યાપક, સુવ્યવસ્થિત, સુલભ અભ્યાસક્રમ બનાવો. અભ્યાસક્રમ વિદ્યાર્થીઓની ક્ષમતાનો ઉપયોગ એક સર્વગ્રાહી શીખવાનો અનુભવ આપવા માટે કરે છે, જે તેમના મનોબળને વધારવાનું અને જાળવી રાખવા માટેનું એક શ્રેષ્ઠ સાધન છે.

 

  • શૈક્ષણિક અને મનોરંજક વિરામ:

મનોરંજક વિરામ વિના વર્ગમાં સતત બેસી રહેવાથી વિદ્યાર્થીઓ અભ્યાસમાંથી રુચિ ગુમાવી દે છે. વર્ગની શરૂઆતમાં અને અંતમાં વિદ્યાર્થીઓની અનન્ય ક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરતી પ્રવૃત્તિઓ ખાતરી કરે છે કે તમારા વિદ્યાર્થીઓ આ અભ્યાસ માટેના મટીરિયલને સ્વીકારે છે.

 

ઓનલાઇન શિક્ષણ માટે મજબૂત પાયો બનાવો એ આજના સમયની આવશ્યક માંગ છે. તમારા વિદ્યાર્થીઓને અભ્યાસમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું શીખવવા વિશે વધુ જાણવા માટે અમારા વેબિનારમાં જોડાઓ - https://www.dellaarambh.com/webinars/