ગત વર્ષોમાં શિક્ષણ ક્ષેત્ર એક ગતિશીલ પરિવર્તનમાંથી પસાર થઇ ગયેલ છે. માહિતી પ્રસારણથી માંડીને પ્રિંટિંગ પ્રેસની શોધ અને ત્યાંથી મહાવિદ્યાલયોની સ્થાપના સુધી, આપણે હવે શિક્ષણ એક બીજા જ અતિ મહત્વના પરિવર્તન તરફ મીટ માંડી રહ્યા છીએ.
 
ઓનલાઇન ટીચિંગ શિક્ષણનું ભવિષ્ય છે. હાલની પરિસ્થિતીમાં જ્યાં સમય બદલાઈ ચૂક્યો છે ત્યાં આવતી કાલના શિક્ષકોએ મુશ્કેલ પરિસ્થિતીમાંથી માર્ગ કાઢ્યો છે અને શિક્ષણની નવી લહેરને અનુકૂળ થઈ ગયા છે. આને અપનાવીને અને તેમની શીખવવાની પારંપારિક રીત તરફનો અભિગમ બદલીને, શિક્ષકો વર્ચ્યુઅલ લર્નિંગનું અસરકારક વાતાવરણ ઊભું કરવા તાલીમમાંથી પસાર થયા છે.
 
 
ઇ-લાઈબ્રેરી, ઓડિયો/વિઝ્યુયલ ટૂલ્સ, ઇન્ટર એક્ટિવ ક્લાસરૂમ્સ અને ટેકનિકલ સમસ્યાઓ કે જે ક્લાસરૂમમાં ઊભી થાય તેની સાથે પોતાનીજાતને પરિચિત બનાવીને, શિક્ષકોએ ખાતરી આપી છે કે વિકાસ અને શિક્ષણ આટકી જતું નથી.
 
આ શિક્ષકોએ તેમની જાતને એજ્યુકેશન માટે PC સાથે માત્ર પરિચિત બનાવી છે એટલું જ નથી પરંતુ સિધ્ધી પ્રાપ્તિ માટે ખાસ પ્રયત્નો પણ કર્યા છે. તેઓએ ઇન્ટરએક્ટિવ ઓનલાઈન ક્લાસિઝ બનાવતા વર્ચ્યુયલ મીડિયમ ઉપર પૂર્ણ-વિકસિત મૂલ્યાંકનો, એસાઇનમેંટ્સ, કસોટીઓ, પ્રોગ્રેસ રેકર્ડ્ઝ અને તતક્ષણ પ્રતિસાદને અપનાવ્યા છે.
 
 
ડેલ આરંભ ખાતે અમે શિક્ષકોને વેબીનાર્સ મારફત PC સમર્થિત શિક્ષાને નેવિગેટ કરવામાં મદદ કરવા ઈચ્છીએ છીએ. અમે 75-90 મિનિટની લાંબી વેબીનાર્સ તૈયાર કરી છે અને વિષયો જેવા કે:
 
 
જે રીતે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે અને લેવાઈ રહ્યું છે તે ઝડપથી બદલાઈ રહ્યું છે અને આપણને શિક્ષણના બીજા તબક્કા પર લઈ જઈ રહ્યું છે. શિક્ષક દિન પ્રસંગે, અમને આ આતિ મહત્વના પરિવર્તનને દિશાનિર્દેશ આપનારાઓ એટ્લે કે શિક્ષકો, પ્રત્યે આભાર પ્રગટ કરવાનું અને કદર કરવાનું ગમશે!
 
Aarambh is a pan-India PC for Education initiative engineered to enhance learning using the power of technology; it is designed to help parents, teachers and children find firm footing in Digital India. This initiative seeks to connect parents, teachers and students and provide them the necessary training so that they can better utilise the PC for learning, both at school and at home.