વર્ચ્યુઅલ શિક્ષણ દરમ્યાન મા-બાપ અને શિક્ષક સહયોગો

હાલના સમયને અનુરૂપ બનતા તે વર્ચ્યુઅલ સ્કુલિંગના ઉદગમ તરફ લઇ ગયેલ છે. તે નવા પરિપેક્ષ્પ લાવ્યુ છે કે જે બાળકની શૈક્ષણિક યાત્રાને સમજવામાં મદદ કરે છે. આવુ એક પરિબળ છે મા-બાપ અને શિક્ષક વચ્ચે સતત સંવાદ,જેનો બાળક્ના ભણવા પર પ્રભાવ પડે છે.

ટ્રેક કરવામાં પ્રગતિ

મા-બાપ તરીકે તમે સ્કુલ ખાતે બાળકની ભણવાની અને તેની પ્રગતિમાં ઊંડી અંતર્દષ્ટિ રહે તેવું વલણ ધરાવો છો. તમારી ઘરે, બાળકે યોગ્ય રીતે બધા પાઠ સમજી લીધા છે તેની ખાતરી રાખવાની તમારી જવાબદારી છે અને તક પણ. બાળકોને પ્રશ્ન પુછવા જેમ કે "આજે વર્ગમા કઇ વસ્તુ સરસ હતી અથવા બે નવી વસ્તુ કહે કે જે તુ આ અઠવાડિયે વર્ગમા શિખ્યો." તે ખુબ જ અગત્યનુ છે

ખુલ્લી વાતચીત

આવા પ્રશ્નો તમારા બાળકની સ્કુલ ખાતેના સંધર્ષપુર્ણ પ્રયત્નની તમને વધુ સારી સમજણ આપી શકે છે, પછી તમે તુરંત જ સંઘર્ષપૂર્ણ પ્રયત્નો કે વિસંગતતાની તેમના શિક્ષકો સાથે ચર્ચા કરી શકો છો. એ સતત, પ્રમાણીક વાતચીત બન્નેને, તમને અને શિક્ષણકારને, તમારા બાળકની વ્રુધ્ધિ અને સ્મરણ પર ધ્યાન રાખવામાં મદદ કરે છે. આ રીતે બાળકને કોઇ પણ રીતે વધુ પડતા વશમા કર્યા વિના આરામથી સમસ્યાનું સમાધાન થઇ શકે છે.

સકારાત્મક પ્રભાવ

એક વખત બાળક સમજી લે કે શિક્ષકો અને મા-બાપ વચ્ચે સકારાત્મક સાબંધિકતા છે, તો તેઓ પણ તુરત જ બધા પ્રકારના પ્રશ્નો પુછવા પુરતો આત્મવિશ્વાસ અનુભવે છે. આ તેમને વધુ જીજ્ઞાસુ અને દિલચસ્પ, બન્ને, વર્ગ અને ઘરમાં, બનવામા પ્રોત્સાહિત કરે છે. આ તેમને પ્રેરણા પામેલા અને તેમના પાઠ સ્મરણ કરવામાં ઉતમ બનવા અને શાળા ખાતે વિષયોમાં આનંદ લેવા તરફ પણ લઇ જાય છે. આ દરેક માટે એક ફાયદાકારક બાબત છે.

હાલમા તમે અમારી વેબીનાર દ્વારા શિક્ષકો સાથે કેવી અસરકારક રીતે સહયોગીતા રાખવી તે વિશે વધુ શીખી પણ શકશો. ડીઝીટલ યુગના યુવાનો કેમ અસરકારક રીતે ઉછેરવા તેના પરની અમારી વેબીનાર અહી ચાલુ કરો: https://www.dellaarambh.com/webinars/

 



દરેક માતાપિતાએ તેમના બાળકને ડિજિટલ કુશળતા શીખવવી જોઈએ

ટેક્નોલોજીએ આપણા જીવનના ઘણા પાસાઓમાં હકારાત્મક બદલાવ લાવ્યા છે, પરંતુ તે તણાવ અને ચિંતાનું કારણ પણ બની શકે છે. આપણા બાળકો આ ડિજિટલ યુગના કેન્દ્રમાં હોવાથી, આપણે બાળપણથી જ તેમને ડિજિટલ શિસ્ત કુશળતા શીખવવી જોઈએ.

 

  1. ડિજિટલ ઉપયોગ:

બાળકો આજકાલ લગભગ તરત જ આધુનિક ઉપકરણો શીખી જાય છે. તેમની સર્જનાત્મકતા વિકસાવવા સમયે અને શિક્ષણ આપતી વખતે આ ઉપકરણોનો મહત્તમ ઉપયોગ કેવી રીતે કરવો તે સમજાવવું મહત્વપૂર્ણ છે.

  1. ડિજિટલ સલામતી:

તમારા બાળકની ડિજિટલ સલામતી સુનિશ્ચિત કરવાની વ્યવહારુ રીતોમાં જોખમો વિશે તેમને માહિતી આપવી, તેમને સતર્ક રહેવા સમજાવવું અને લાલ ધ્વજ વિશે જાગૃત રહેવાનું કહેવું વગેરેનો સમાવેશ થાય છે. બાળકો માટે અનુકૂળ સર્ચ એન્જિન અને માતાપિતાના નિયંત્રણો પણ મદદરૂપ બની શકે છે.

  1. ડિજિટલ સુરક્ષા:

હેકિંગ, કૌભાંડો અને સાયબર ગુંડાગીરી આજે સામાન્ય બની ગયા છે ત્યારે જોખમોને શોધવાની અને ઓનલાઇન જોખમોને મેનેજ કરવાની કુશળતા જરૂરી બની ગઈ છે. કોઈ સમસ્યારૂપ ઓનલાઇન પરિસ્થિતિઓના કિસ્સામાં તમારે સલામતી પ્રોટોકોલ વિશે પણ બાળકોને માહિતી આપવી જોઈએ.

  1. ડિજિટલ ભાવનાત્મક બુદ્ધિ:

તમારું બાળક ઓનલાઇન વિશ્વ વિશે શોધખોળ કરે ત્યારે તમારે તમારા બાળકોને ડિજિટલ ભાવનાત્મક બુદ્ધિ વિશે શીખવવું જોઈએ. બાળકોએ ઓનલાઇન સહાનુભૂતિશીલ બનવાના મૂલ્યને સમજવાની જરૂર છે. તેઓએ પોતાની અને બીજાની સાથે દયાળુ બનીને વર્તવું જોઈએ.

  1. ડિજિટલ સંદેશાવ્યવહાર:

ડિજિટલ અભિવ્યક્તિ ખૂબ જ આવશ્યક છે. બાળકોને અન્ય લોકો સાથે અસરકારક રીતે વાતચીત કેવી રીતે કરવી અને લોકો સાથે સહયોગ કેવી રીતે કરવો તે શીખવવું જરૂરી છે. રિસોર્સ અને સાધનો તેમની પ્રતિભા અને સર્જનાત્મકતાને વિકસાવવામાં મદદ કરી શકે છે.

 

આ ડિજિટલ યુગમાં ડિજિટલ કુશળતા અને અભિગમો દ્વારા બાળકો ખરેખર ખીલી ઉઠશે. તમે ઉપયોગી ડિજિટલ પદ્ધતિઓ વિશે વધુ જાણવા માટે અમારા વેબિનાર્સમાં અહીં જોડાઈ શકો છો: https://www.dellaarambh.com/webinars/



માતાપિતાએ તેમના બાળકના શિક્ષકને કયા પ્રશ્નો પૂછવા જોઈએ?

તમારા બાળકની શૈક્ષણિક પ્રગતિને ટ્રેક કરવી આજના વિચલિત, ડિજિટલ યુગમાં પડકારજનક બની ગયું છે. તેથી માતાપિતા તરીકે આપણી ફરજ છે કે આપણે આપણા બાળકોના શિક્ષકોને યોગ્ય પ્રશ્ન પૂછીએ. શિક્ષકોના જવાબથી આંતરદૃષ્ટિ મળશે અને આપણને બાળકોની પ્રગતિને ટ્રેક કરવામાં, અંતર ઓળખવામાં અને તેમના માટે અસરકારક, સર્વગ્રાહી શીખવાનો અનુભવ સક્ષમ બનાવવામાં મદદ મળશે. 

 

કેટલાક મુખ્ય પ્રશ્નો છે:

 

  1. મારા બાળકે કયા અભિગમોના પરિણામે સૌથી વધુ પ્રગતિ કરી છે?

 

આ પ્રશ્નનો જવાબ તમને તમારા બાળક માટે કઈ શિક્ષણ પદ્ધતિ સૌથી વધુ સારી રીતે કાર્ય કરે છે તે જાણવામાં મદદ કરશે. પછી તમે ઘરે પણ તે પદ્ધતિઓ અપનાવીને શાળામાંથી મળેલા શિક્ષણને વધુ અસરકારક બનાવી શકો છો.

 

  1. આ સત્રમાં મારા બાળકની સૌથી મોટી સફળતા શું રહી છે?

 

આ પ્રશ્ન મહત્ત્વનો છે. તમે જાણી શકો છો કે તમારું બાળક ખરેખર શેના માટે ઉત્સાહી છે. એકવાર તમને તેમની ક્ષમતા અને પ્રતિભા વધુ સારી રીતે સમજાય ગયા બાદ તમે તેમને અભ્યાસમાં અસરકારક રીતે મદદ કરી શકશો.

 

  1. જો મારું બાળક પાછળ રહી ગયું હોય તો મારે શું કરવું જોઈએ?

 

જો આવું થાય તો નિરાશ થશો નહીં. તમે તમારા બાળકના શિક્ષક સાથે વાતચીત કરીને તમારા બાળકને પ્રેરણા આપવાની યોજના બનાવી શકો છો. તમે તેમને એવા સાધનો આપી શકો છો જેથી તમારું બાળક સરળતાથી અવરોધોને દૂર કરી શકે!

 

  1. મારા બાળકને અભ્યાસ સાથે જોડાયેલા અને પ્રેરિત રાખવા માટે હું ઘરે કઈ પ્રવૃત્તિઓ કરી શકું?

 

ઘરે કરવામાં આવતી પ્રવૃત્તિઓ એવી હોવી જોઈએ જેથી તમારા બાળકની જિજ્ઞાસા ઉત્તેજીત થાય. તેમને કૌશલ્ય નિર્માણ અને શાળામાંથી મળતા શિક્ષણમાં આનંદ મળવો જોઈએ.

 

  1. મારું બાળક તેની સામાજિક કુશળતામાં આગળ વધતું રહે તેની ખાતરી કેવી રીતે કરવી અને આપણે સહાધ્યાયીઓ વચ્ચે મિત્રતા કેવી રીતે જાળવી શકીએ?

 

શાળામાં તમારા બાળકની વર્તણૂકને સમજવાથી તમે તેમને વધુ સારી રીતે માર્ગદર્શન આપી શકશો. તેમના શિક્ષક સાથેની વાતચીત તમને તમારા બાળકોની સમસ્યાઓને શોધવામાં મદદ કરી શકે છે. કદાચ તે સમસ્યા સ્ટેજનો ડર, મૌન રહેવું અથવા અન્ય કોઈ અવરોધ હોય શકે છે. ત્યારબાદ તમે તમારા બાળકને તેમના વર્તન માટે યોગ્ય માર્ગદર્શન આપી શકો છો અને તેમને તેમના સહપાઠીઓ અને સાથીદારો સાથે ગાઢ મિત્રતા ટકાવી રાખવામાં મદદ કરી શકો છો.

તમારા બાળકના શિક્ષક સાથે સહયોગ કરવાની અસરકારક રીતો વિશે વધુ જાણવા અમારા વેબિનાર્સમાં જોડાઓ - https://www.dellaarambh.com/webinars/



તમારા બાળકોને શીખવતી વખતે સહાનુભૂતિ અને કરુણાનું મહત્વ

વિશ્વની અત્યારની પરિસ્થિતિથી બાળકોને સૌથી વધારે અસર થઈ છે. બધું બંધ થઈ ગયું હોવાથી બાળકોને તેમના વર્ગખંડો, દોસ્તો અને શીખવાનું વાતાવરણ છોડવાની ફરજ આવી ગઈ હતી. જ્ઞાન માટે સલામત જગ્યા બનાવવાની જવાબદારી માતાપિતા ઉપર આવી હતી, તેઓ ટેક્નોલોજી સાથે લડી રહ્યા હતા અને શિક્ષણનું અનુકૂળ વાતાવરણ બનાવવા માટે પોતાને સાધનોથી સજ્જ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.

 

જ્યારે માતાપિતા અજાણી પરિસ્થિતિમાંથી પસાર થાય છે, ત્યારે સહાનુભૂતિ અને દયા દર્શાવવાનું યાદ રાખવું મહત્વપૂર્ણ બની જાય છે. પ્રશિક્ષિત શિક્ષકોને પણ તેમના પોતાના બાળકોને શીખવવામાં મુશ્કેલી પડે છે. ઓનલાઇન શીખતી વખતે તેમને ધ્યાન કેન્દ્રિત કરવામાં, રસ કેળવવામાં અને સંતુલિત કરવામાં મદદ કરવા માટેની કેટલીક ટીપ્સ અહીં આપી છે:

 

  1. સુસંગત પ્રતિસાદ: તમારા અને તમારા બાળકો વચ્ચે પ્રતિસાદ લૂપને સુસંગત અને સૌમ્ય રાખો. માતાપિતાએ બાળકો પર સરળ બનવું જોઈએ. જ્યારે શિક્ષકો વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરે છે ત્યારે પણ આ જ વાત લાગુ થાય છે. અસરકારક પ્રતિસાદ લૂપ પ્રગતિને ટ્રેક કરવામાં મદદરૂપ થાય છે.
  2. આરામ કરવા માટે થોડોક સમય રાખો: શૈક્ષણિક જગ્યા અને ઘર એક જ હોવાથી, થોડો ગુણવત્તાયુક્ત સમય પસાર કરવો અને અનવાઇન્ડ કરવા માટે સમય કાઢવો જરૂરી છે. આ માતાપિતા અને બાળકો બંનેને તણાવમુક્ત કરવામાં મદદ કરશે.
  3. સહિષ્ણુ બનો: દરેક બાળકની શીખવાની ઝડપ અલગ અલગ હોય છે. મુશ્કેલ વિષયો શીખવાડતી વખતે સહિષ્ણુ બનો અને ધીરજ રાખો અને તેમને સંકોચ વગર પ્રશ્નો પૂછવા માટે પ્રોત્સાહિત કરો.
  4. પ્રેરણા આપો: પ્રેરણા બાળકો અને માતાપિતાને એકબીજા સાથે વધુ સારી રીતે સાંકળે છે અને સ્વ-જાગૃતિને પ્રોત્સાહન આપે છે. જ્યારે તમારું બાળક ફરીથી સામાજિક બનવાનું શરૂ કરે છે ત્યારે તમારી પ્રેરણાથી તેમનામાં આત્મવિશ્વાસ પણ વધે છે.

 

બાળકો અને માતાપિતાને તેમના અનુભવો પરથી વિકાસ સાધવામાં મદદ માટે સહાનુભૂતિપૂર્ણ તથા દયાળુ વાતાવરણ બનાવવા વિશે વધુ જાણવા માટે અમારા વેબિનારમાં જોડાઓ.