તમારા બાળકને આ બિન-પરંપરાગત રીત મારફત શિખતું કરો

 

એ દિવસો ગયા કે જ્યારે જ્ઞાન આપવાની એક માત્ર રીત પૂસ્તકો અને કલાસરૂમ હતા. ટેક્નોલૉજી કુદકે અને ભૂસકે વધવાની સાથે હવે આવતી કાલના બાળકોને વિશિષ્ટ રીતે અને બિન-પરંપરાગત રીતે શીખવવું શક્ય બન્યું છે.

 

માં-બાપ તરીકે તમે વર્ચ્યુયલ લર્નિંગનો તમારા લાભમાં તમારા બાળકો શીખે છે તે રીતમાં ક્રાંતિ લાવવા તેમને શિક્ષા આત્મસાત કરવામાં મદદ કરવામાં સૌથી સારો ઉપયોગ કરી શકો છો.

 

આમ કરવાની આ રહી ચાર સરળ રીતો

  • ઓનલાઇન પ્રોગ્રામમાં નામ દાખલ કરો

તામ્ર બાળકની સાથે, એક નવું કૌશલ્ય પસંદ કરો કે જે તમને બન્નેને સાથે શીખવાનું ગમે. આ કઈક ગાવું, નાચ કરવો કે સંગીતના પાઠો હોય તેવું હોય શકે છે. આ તેમને એ જ સમયે તમારી સાથે બંધનયુક્ત રાખતા નવા કૌશલ્યનો સમૂહ શીખવા મદદ કરશે

 

  • સાથે મળીને રસોઈ કરવી

આ સર્વ શ્રેષ્ઠ બંધન અને શિક્ષા અનુભૂતિ તરીકે કામ કરે છે. આ YouTube પર રસોકળાને અનુસરવું અને શીખવું અને પ્રયોગ કરવા ચાલુ કરવા જેટલું સરળ હોય છે. તમારું બાળક રસોઈની સૂચનાઓને અનુસરતું હોય અને ખાદ્ય વસ્તુઓ એક સાથે મૂકતાં હોય તેમ શિખશે.

 

  • ઓનલાઇન રમતો રમો

આમાં ઘણો આનંદ આપનારી અને ઇન્ટર એક્ટિવ મલ્ટિપ્લેયર ઓનલાઇન રમતો ઉપલબ્ધ છે. એક સ્ક્રેબલનો એક ક્વીક રાઉન્ડ તમારા બાળકનું મગજ કામ કરતું કરે છે અને ઇ-લર્નિંગની સર્વશ્રેષ્ઠ રીત તરીકે કામ કરી શકે છે. એ જ સમયે તમે બન્ને સાથે ખૂબ આનંદ માણી શકો છો.

 

  • શૈક્ષણિક ફિલ્મ જુઓ

સૌથી શ્રેષ્ઠ માર્ગોમાંનો એક માર્ગ છે ઓડિયો- વિઝ્યુયલ ફોરમેટ. એક જોડી રાખતી તથા શૈક્ષણિક ફિલ્મ ચાલુ કરતાં તમને માત્ર સાથે પસાર કરવાનો સૌથી શ્રેષ્ઠ સમય જ નહીં મળે પરંતુ તેમને ફિલ્મ દ્વારા કઇક શીખવવામાં પણ આવશે.

 

આ સરળ સૂચનોને અનુસરીને તમે શૈક્ષણિક અને તમારા બાળક સાથે જોડી રાખતી તેમના ઉજ્જવળ ભાવિ માટેની અનુભૂતિ પણ મેળવશો.બાળકોને ગમે તેવું અસરકારક ઓનલાઇન શિક્ષણ કેવી રીતે બનાવવું

એક વિદ્યાર્થી માટે, વર્ગખંડનો અનુભવ સંપૂર્ણ રીતે બદલાઈ ચુક્યો છે. તમારા ટિફિન બોક્સ અને કેન્ટીનના વડા-પાવ, જ્યારે કોઈ શિક્ષક વર્ગખંડમાં હાજર ન હોય ત્યારે 2 મિનિટની વર્ગખંડ પાર્ટીઓ અને રમવાના પિરિયડમાં ફૂટબોલ મેચો દરમિયાન મજાક મસ્તી કરવાના દિવસો જતા રહ્યા છે.

 

બધું જ ડિજિટલ બની ગયું છે. જ્યારે આટલું બધું બદલાઈ ગયું છે, ત્યારે સારી રીતે શીખી શકાય તેની ખાતરી કરવાની કેટલીક રીતો અહીં છે. 

  1. નિયુક્ત સ્થળ: બેન્ચથી લઈને સ્કૂલબેલ સુધીની તમામ વસ્તુઓથી વર્ગનું વાતાવરણ બનતું હોય છે. આવી જ રીતે, કોઈપણ બાબતની માહિતી અને જ્ઞાન મેળવવા માટે તમારા પોતાના માટે નિયુક્ત સ્થાન હોવું અત્યંત મહત્વપૂર્ણ છે.
  2. વિક્ષેપો: થોડા સમય પછી ઓનલાઇન વર્ગમાં કંટાળો આવવા લાગે છે. આખરે, વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા તપાસે છે અને મનોરંજન માટે વિચાર્યા વિના સ્ક્રોલ કર્યા રાખે છે. તમે એપ્લિકેશન બ્લોકર્સ અથવા એક્સટેન્શન ઇન્સ્ટોલ કરી શકો છો જે દિવસના નિશ્ચિત સમય દરમિયાન અમુક એપ્લિકેશનોની એક્સેસને ટાળે છે. 
  3. જિજ્ઞાસાને સક્ષમ કરવી: ઓનલાઇન વર્ગોમાં, વિદ્યાર્થી-શિક્ષકનો સંબંધ સ્થિર છે અને આંખનો સંપર્ક હોતો નથી, જેથી અમુક કોનસેપ્ટ સમજવા મુશ્કેલ પડે છે. બાળકોને પ્રશ્નો પૂછવા અને પછીથી પૃથક્કરણ કરવા અને સમજવા માટે લેક્ચરના રેકોર્ડિંગ માટે વિનંતી કરવા પ્રોત્સાહિત કરો. 
  4. સ્ક્રીન ટાઇમ મેનેજ કરવો: નવા માધ્યમ સાથે, વિદ્યાર્થીઓએ દિવસમાં ઘણા કલાકો સુધી સ્ક્રીન ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડતું હોય છે, જે ટૂંકા ગાળામાં પણ નુકશાન કરે છે. ડિજિટલ દુનિયામાંથી નિયમિતપણે વિરામ લેવો ખૂબ જ મહત્વપૂર્ણ છે - સાંજે ચાલવા જવું અથવા બેડમિન્ટન રમવું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે મદદરૂપ થાય છે.

તમારું બાળક પણ શીખવાની મજા કેવી રીતે હોઈ શકે તે શીખવા માટે અમારા વેબિનારમાં જોડાઓ - https://www.dellaarambh.com/webinars/