માતાપિતા - તમારા બાળકનું પહેલું લેપટોપ ખરીદતી વખતે આ યાદ રાખો

કમ્પ્યુટર અને લેપટોપ રોજિંદા જીવનનો અનિવાર્ય ભાગ છે. આપણે બધા તેનો નિયમિત ઉપયોગ કરીએ છીએ, તેથી જ્યારે આપણા બાળકો તેમને માંગવાનું શરૂ કરે છે ત્યારે આશ્ચર્ય ન થવું જોઈએ. કમ્પ્યુટરનું કદ નાનું અને નાનું થઈ ગયું હોવાથી કમ્પ્યુટર શીખવાનો યુગ નાનો અને નાનો થઈ ગયો છે. 

તમારા બાળકની ઉંમરને ધ્યાનમાં રાખો

આજે નહીં તો કાલે બાળકો વધુ સ્વતંત્રતા અને ગોપનીયતા મેળવવાનું શરૂ કરે છે, તેથી તેમના માટે લેપટોપ ખરીદવામાં કરવામાં આવતું રોકાણ તેમને શીખવામાં અને તેમની મહત્તમ ક્ષમતા સુધી વધારવામાં મદદ કરશે. અમુક ઉંમરે તેઓ અમૂર્ત રીતે વિચારવા માટે સક્ષમ બને છે અને જટિલ અને સમય આધારિત રમતો અને પ્રવૃત્તિઓનો આનંદ માણી શકે છે અને ઓનલાઇન નવા કૌશલ્ય સેટ શીખી શકે છે. 

તમારા બાળકને શેમાં રસ છે ?.

લેપટોપ ખરીદતા પહેલા, તમે તમારા બાળકમાં આ રોકાણ શા માટે કરી રહ્યા છો તેના કારણો વિશે વિચારો. શું તમે તમારા બાળકનું શિક્ષણ અથવા ગેમિંગ અને ફિલ્મો જોવા માટે ખાસ કરીને કમ્પ્યુટર ખરીદી રહ્યા છો? કેસ ગમે તે હોય, તમારા બાળકની રુચિ અને સલામતીને પ્રથમ સ્થાને મૂકવાની ખાતરી કરો. 

તમારું બજેટ નક્કી કરો

આજે તમામ કિંમતની રેન્જમાં વિવિધ પ્રકારના લેપટોપ ઉપલબ્ધ છે. તમારા બજેટ અને જરૂરી સુવિધાઓના આધારે તમે કંઈક શોધી શકો છો જે તમારા બાળકનાં જીવનમાં સંપૂર્ણ રીતે બંધ બેસે છે. જો તમે મોંઘા લેપટોપમાં રોકાણ કરી રહ્યા છો તો તમારા બાળકને મોંઘા સાધનો સંભાળવાની તાલીમ આપવાનું સુનિશ્ચિત કરો. 

ઇચ્છિત સુવિધાઓમાંથી પસાર કરો

વધુમાં, સ્ક્રીનનું કદ, વજન ઉપકરણ અને ટકાઉપણું જરૂરી છે. 12 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે, તમારે સામાન્ય રીતે નાના અને હળવા લેપટોપ માટે જવું જોઈએ ખાતરી કરો કે તમે એવું ઉપકરણ પસંદ કરો છો જેમાં ટકાઉપણું તેની ટોચની સુવિધાઓમાંની એક છે.

તમારા બાળકો માટે સંપૂર્ણ શીખવાના સ્રોતો બનાવવા પર વધુ માહિતી માટે અમારા વેબિનાર તપાસો 

https://www.dellaarambh.com/webinars/તમે વીડિયો દ્વારા તમારા ઓનલાઇન વર્ગોને કેવી રીતે અસરકારક બનાવી શકો છો?

નવી પેઢી હંમેશાં તેમના ફોન સાથે ચોંટેલી રહે છે અને તેઓ વીડિયોનો વપરાશ વધુ પ્રમાણમાં કરે છે. વીડિયોની રોજિંદા જીવન પર થતી અસરને ધ્યાનમાં રાખીને, આ પ્લેટફોર્મનો શૈક્ષણિક સિસ્ટમમાં પણ ઉપયોગ થવો જોઈએ. નીચે અમુક એવી રીતો વર્ણવી છે કે જેમાં વર્ગખંડમાં વિદ્યાર્થીઓને વીડિયો બતાવવાથી વિદ્યાર્થી તેમના પાઠને વધુ અસરકારક રીતે સમજી શકે છે.

 

  1. ફકત પુસ્તકોનો ઉપયોગ કરવાને બદલે વીડિયોનો ઉપયોગ કરવાથી શિક્ષણ વધુ રસપ્રદ બની જાય છે. બાળકો સંવેદનાત્મક અનુભવ સાથે વધુ સારી રીતે જોડાઈ શકે છે કારણ કે વીડિયોમાં સરળ ભાષા અને છબીઓનો ઉપયોગ કરીને જ્ઞાન અપાતુ હોવાથી મગજને આરામ મળે છે.

 

  1. વીડિયોને ગમે ત્યાંથી કોઈપણ ઉપકરણ ઉપરથી જોઈ શકાતો હોવાથી વિદ્યાર્થીઓ માટે તે એક સારો અને સરળતાથી ઉપલબ્ધ રિસોર્સ છે. જથ્થાબંધ પુસ્તકો સાથે લઈ જવા કરતા વીડિયો વધુ અનુકૂળ પણ છે.

 

  1. વીડિયો દ્રારા જ્ઞાનને સહજતાથી વધારી શકાય છે. વીડિયો દ્રારા વિષયોને યાદ રાખવા સરળ છે કારણ કે તેમાં સંક્ષિપ્ત રીતે માહિતી રજૂ કરવામાં આવે છે. વીડિયોની મદદથી મુખ્ય મુદ્દાઓ પર સરળતાથી ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે અને વધુ સારી સમજ મેળવવા માટે આ મુદ્દાઓને વિસ્તૃત પણ કરી શકાય છે.

 

  1. વીડિયોને ગમે ત્યારે ચલાવી શકાય છે અને બંધ પણ કરી શકાય છે જે તેમને વધુ અનુકૂળ બનાવે છે. ફકત પ્રિન્ટ મટિરિયલનો ઉપયોગ કરીને મહત્ત્વપૂર્ણ લાગતા દરેક પેજને કૂતરાના કાન જેવા આકારમાં વાળીને રાખવા વિદ્યાર્થીઓ માટે બોજારૂપ બની જાય છે. વધારાના રિસોર્સ તરીકે વીડિયોમાં તેમણે ફક્ત ટાઇમ સ્ટેમ્પ જ યાદ રાખવાનો રહે છે.

 

અભ્યાસક્રમમાં વીડિયો શામેલ કરવાથી વિદ્યાર્થીઓને ભણતર બોજારૂપ નથી લાગતું અને તેઓ ધ્યાન ગુમાવ્યા વિના એકાગ્રતાથી અભ્યાસ કરી શકે છે. ઓનલાઇન વર્ગોને લગતી વધુ માહિતી માટે અમારા વેબિનારમાં જોડાઓ - https://www.dellaarambh.com/webinars/ [dellaarambh.com]