ઈન્ટરનેટ પરની માહિતી શૅર કરતા અથવા વાપરતા પહેલાં તમારે આ કરવાની જરૂર છે.

 

આજે આપણે જે દુનિયામાં જીવીએ છીએ, તેમાં પુષ્કળ માહિતી બટનની ફક્ત એક ક્લિક ઉપર ઉપલબ્ધ અને એક્સેસિબલ છે. જોકે, ઓનલાઇન ઉપલબ્ધ બધી જ માહિતી અધિકૃત અને વિશ્વસનીય નથી. આ માહિતીને એક્સેસ કરતી વખતે, ઉપયોગમાં લેતી વખતે, અથવા શૅર કરતી વખતે તમારે કેટલીક ગાઈડલાઇન્સનું પાલન કરવું જરૂરી છે.

 

  • હંમેશાં માહિતીના સ્ત્રોતને તપાસો

તમારે ખાતરી કરવી જોઈએ કે માહિતીના સ્ત્રોત કાયદેસર હોય, કારણ કે અસંખ્ય પૃષ્ઠો અને સ્રોત ખોટી માહિતીને ઓનલાઇન શૅર કરે છે. વિશ્વસનીય સ્રોતો પરથી મેળવેલ માહિતીનું ક્રોસ-ચેકિંગ કરીને પૃષ્ઠની કાયદેસરતાને તપાસો.

 

  • માહિતીનો ઉપયોગ કરતી વખતે જવાબદારીપૂર્વક ક્રેડિટ આપો

જ્યારે પણ તમે PC ના માધ્યમથી લર્નિંગ દરમિયાન માહિતીનો ઉપયોગ કરો, ત્યારે તમારે લેખકને એમ જણાવીને ક્રેડિટ આપવી જોઈએ કે તમે તેમના કાર્યને રીફર કરેલ છે. આ મુજબની ક્રેડિટ આપીને, તમે સાહિત્યિક ચોરી ટાળી શકો છો.

 

  • માહિતીને તમારા પોતાના શબ્દોમાં ગોઠવવાનું યાદ રાખો

તમારા પ્રોજેક્ટ્સ, હોમવર્ક, અથવા અસાઇનમેન્ટ્સ માં માહિતીનો ઉપયોગ કરતી વખતે, તમે શબ્દોની નકલ કરીને, એક્ઝેટ માહિતીનો ઉપયોગ કરી શકો નહિ. તમારે તેને તમારા પોતાના શબ્દોમાં ફરી ગોઠવણ કરીને જ લખવું પડે.

 

  • વાસ્તવિક ના લાગતી હોય તેવી લિંક્સ ખોલો નહીં

જો કોઈક લિંક સાચી કે વાસ્તવિક ના લાગતી હોય, તો તેને ખોલશો નહીં.

 

શીખવા માટે PC ના ઉપયોગ દરમિયાન તે લિંક જેન્યુઇન છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય તે અહીં આપેલ છે:

  • ડોમેઈન નામ કાળજીપૂર્વક તપાસો કારણ કે ખોટી લિંક્સમાં નંબર કે ખોટા સ્પેલિંગ હોય છે.
  • લિંકનો ઓવરવ્યુ કરો અને ખોલતા પહેલાં પ્રિવ્યુ જુઓ.
  • તે પૃષ્ઠ ઉપર પૉપ-અપ થતી જાહેરાતોને ખોલશો નહીં.
  • Https સુરક્ષિત છે, http જોખમી હોઈ શકે છે.

 

  • કોઈ એક જ સ્ત્રોત પરથી બધી માહિતી લેશો નહીં.

તમે જ્યારે પણ કોઈ પ્રોજેક્ટ, હોમવર્ક, અથવા અસાઇનમેન્ટ્સ પર કામ કરતા હોવ ત્યારે, ખાતરી કરો કે તમારે બધી માહિતી એક જ સ્ત્રોત દ્વારા લેવાની નથી. એક માહિતીસભર, ઓલ રાઉન્ડ અભિપ્રાય બનાવવા માટે ઘણા બધા સ્ત્રોતનો સંદર્ભ લો.

આ ટીપ્સનું પાલન કરીને, તમે ખાતરી કરી શકો છો કે તમે માહિતીને જવાબદારીપૂર્વક અને વિશ્વાસપૂર્વક શેર કરી રહ્યા છો.