જાણો કે તમે તમારા બાળકને સામાન્ય સ્થિતિ પાછી આવે છે ત્યારે શિક્ષણના હાઇબ્રિડ મોડેલમાં અનુકૂળ થવામાં કેવી રીતે મદદ કરી શકો છો

છેલ્લાં બે વર્ષમાં, જ્યારે વિશ્વમાં લોકડાઉન હતું ત્યારે લોકોનું જીવન ચાલુ રાખવા માટે બધું ડિજિટલ માધ્યમમાં ફેરવાઈ ગયું છે. તેથી, ઓનલાઇન વર્ગો સામાન્ય વાત બની ગઈ છે. હવે જ્યારે કેસમાં ઘટાડો થવાથી શાળાઓ ખુલી રહી છે ત્યારે ઘણા બાળકોને શાળામાં પાછા જવું મુશ્કેલ લાગી રહ્યું છે. ઝડપથી જૂની પરિસ્થિતિમાં પાછું અનુકૂળ થવું થોડું મુશ્કેલ હોઈ શકે છે. નીચે જૂની પરિસ્થિતિમાં પાછું અનુકૂળ થવા માટેની કેટલીક ટીપ્સ આપવામાં આવી છે:

 

  1. નવી દિનચર્યા: જ્યારે તમારા બાળકો શાળાએ પાછા જવાનું શરૂ કરશે ત્યારે તેમના દૈનિક જીવનમાં ઘણી બધી વસ્તુઓ બદલાશે. તેથી, તેમને તેમના સામાન્ય શાળાના દિવસ વિશે માહિતી આપવાથી તેઓ આ પરિવર્તન માટે ઝડપથી ટેવાય જશે.
  2. ઊંઘનું સમયપત્રક: ઓનલાઇન અભ્યાસ કરવાથી ઊંઘના સમયપત્રકમાં પણ ગડબડ આવી ગઈ છે. તમે તેમને તેમના સામાન્ય શાળાએ જવાના સમયે ઉઠવામાં અને વહેલા સૂવા માટે મદદ કરી શકો છો, જેથી તેમને આઠ કલાકની ઊંઘ મળે.
  3. વાતચીત એ ચાવી છે: તમારા બાળક માટે આવા મોટા પરિવર્તન સાથે સરળતાથી અનુકૂળ થવું થોડું મુશ્કેલ હોઈ શકે છે. સુનિશ્ચિત કરો કે તમે તેમની સાથે સારી રીતે વાતચીત કરો છો અને તમે તેમની વાત સાંભળો છો તેવો અનુભવ પણ તેમને કરાવો. જો હજી પણ સમસ્યા આવે તો તેમની શાળા અથવા વિશ્વસનીય શિક્ષકનો સંપર્ક કરો.
  4. તેમને અનુકૂળ થવામાં મદદ કરો: દરેક બાળકને ફેરફારોને અનુકૂળ થવા માટે અલગ અલગ સમય લાગે છે. તમારા બાળકની ગતિને સમજવાનો પ્રયત્ન કરો. જો તેમને કોઈ મુશ્કેલી થતી હોય, તો ખાતરી કરો કે તેઓ સરળતાથી તમારું માર્ગદર્શન અને ટેકો માંગી શકે.

 

વધુ સારી રીતે સજ્જ કેવી રીતે થવું તે શીખો અને ડિજિટલ યુગમાં તમારા બાળકોને ઉછેરવાની તૈયારી કરો. અમારા વેબિનારમાં જોડાઓ - https://www.dellaarambh.com/webinars/