ડિસ્ટન્સ લર્નિંગ - બાળકોને ધ્યાન કેન્દ્રિત કરવામાં અને જોડાયેલા રહેવામાં મદદ કરવા માટેની 8 ટીપ્સ

દૂરસ્થ શિક્ષણના સમયમાં વિદ્યાર્થીઓને જોડાયેલા રાખવા એ આકર્ષક તથા પડકારજનક બંને છે. તેમનો શીખવા માટેનો ઉત્સાહ અને જિજ્ઞાસાને વધારવી એ મહત્ત્વની ચાવી છે. અહીં કેટલીક ટીપ્સ છે જે મદદ કરશે:

 

  1. માતાપિતા સાથે સહયોગ કરો: વિદ્યાર્થીઓની પ્રગતિને ટ્રેક કરવા મહિનામાં બે વખત વીડિયો-કોન્ફરન્સ મીટીંગ યોજી શકાય છે. શિક્ષક તરીકે તમારે માતાપિતાને ડિજિટલ લર્નિંગ સંસાધનોની એક્સેસ પણ આપવી જોઈએ કે જેનો ઉપયોગ તેઓ બાળકોને વર્ગખંડના કલાકો ઉપરાંત શિક્ષણ સાથે જોડાયેલા રાખવા માટે કરી શકે છે.
  2. શીખવાને ગમ્મતમય બનાવું: ટિકટોક પર '60 સેકન્ડમાં વિજ્ઞાનની હકીકતો' જેવા સત્રો તમને તમારા વિદ્યાર્થીઓ સાથે અગાઉ ક્યારેય ન જોડાયા હોય તેવી રીતે જોડશે.
  3. હકારાત્મક વલણને બમણું કરવું: હાથોહાથ આપવામાં આવેલા પુરસ્કારો, મેઇલ કરેલા પ્રમાણપત્રો અને એકંદર હકારાત્મક વલણ બાળકને ખૂબ સારી રીતે પ્રેરિત કરી શકે છે.
  4. માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો: જૂથ અથવા વ્યક્તિગત પરામર્શ સત્રો ગોઠવો. શૈક્ષણિક, વર્તણૂક, સામાજિક જરૂરિયાતો માટે વધારાનો ટેકો આપવો એ ખાતરી કરે છે કે દરેક વિદ્યાર્થીઓ ભાગ લેવા અને જોડાવા માટે સક્ષમ છે.
  5. પાઠને સરળ બનાવો: તમે જે શીખવાડો છો અને તમે જેવી રીતે શીખવાડો છો એ સરળ બનાવો. અભ્યાસક્રમમાંથી કુશળતા અને કોન્સેપ્ટ પર ધ્યાન આપો, જે બાળકને આગળ વધારવામાં મદદરૂપ થશે.
  6. ટેક્નોલોજીનો ઉપયોગ કરો: વિદ્યાર્થીઓની અભ્યાસમાં રુચિ જાળવવા માટે પાઠમાં સંગીત, વીડિયો ગેમિંગ, સાઉન્ડ ડિઝાઇન અને વધુનો ઉપયોગ કરવો.
  7. પાઠ બદલી કરવાને ટ્રેક કરો: ખાતરી કરો કે તમે એક પાઠમાંથી બીજા પાઠમાં કેવી રીતે જવું તેની યોજના અગાઉથી કરો છો જેથી સમયનો બગાડ ન થાય. તે માટે ટાઇમરનો ઉપયોગ પણ કરી શકો છો.
  8. સૌથી ખરાબ પરસ્થિતિ માટે તૈયાર રહો: 3 શબ્દો. નબળું, ઇન્ટરનેટ, જોડાણ. પણ જો તમે એવી ધારણા કરો છો કે બધું ખોટું થઈ જશે, તો તમે તમારા નુકશાન તથા સમયને વધુ સારી રીતે મેનેજ કરી શકશો.

 

જ્યારે આ નિશ્ચિતપણે એક સારી શરૂઆત છે, વધુ ટીપ્સ મેળવવા માટે અમારા વેબિનારમાં જોડાઓ - https://www.dellaarambh.com/webinars/