ટેક્નોલોજીથી ડરવાની નહીં તેને અપનાવાની જરૂર છે - 3 કારણો શા માટે?

આજના ડિજિટલ વિશ્વમાં પેરેન્ટિંગ એ એક પડકાર બની ગયું છે. પરંતુ જો માતાપિતા તરીકે, તમે ટેક્નોલોજીથી ડર્યા વિના તેને અપનાવો છો, તો તમારા બાળક પર તેની સકારાત્મક અસર થઈ શકે છે. તમારા બાળકની ડિજિટલ મુસાફરી સલામત બને તે માટે તમે ડિજિટલ સાધનોનો લાભ લઈ શકો છો. ટેક્નોલોજી કેટલીક રીતે બોધ આપનારી પણ હોઈ શકે છે.

 

  1. કુતૂહલને વેગ આપવું

 

ટેક્નોલોજીને કારણે જિજ્ઞાસાને પણ વેગ મળે છે. તેનાથી બાળકો ચેટ અથવા ઓનલાઇન ફોરમના માધ્યમથી - તેમના સાથીદારો અને શિક્ષકો સાથે વિષય વિશેની તેમની જિજ્ઞાસા શેર કરી શકે છે. તમારા બાળકને ગમતા વિષયો વિશે વધુ જાણવા માટે તેમને પ્રોત્સાહન આપો - શું તમારું બાળક રોબોટ કેવી રીતે બનાવવામાં આવે છે તે વિશે જાણવા ઈચ્છે છે અથવા ઓરિગામીના મૂળ વિશે જાણવા ઈચ્છે છે. આ ઉત્સુકતાને કારણે તમારા બાળક વિવિધ વિષયો પ્રત્યે આકર્ષિત થાય છે અને કારકિર્દીના આકર્ષક માર્ગો પસંદ કરી શકે છે.

 

  1. પ્રગતિ વિશે માહિતી રાખવી

 

ટેક્નોલોજીએ માતાપિતા અને શિક્ષકો વચ્ચેની વાતચીતને સરળ બનાવી છે. બાળકોની પ્રગતિ વિશે માહિતી રાખવાથી તમને વિશેષ ધ્યાન આપવાની જરૂર હોય તેવા વિષયોને ઓળખવામાં સહાયતા મળશે. ત્યારબાદ તમે તેમના શિક્ષક સાથે સહયોગ કરીને આવા વિષય ઉપર વધુ કામ કરી શકો છો અને તમારા બાળકની ક્ષમતાને સંપૂર્ણ રીતે વિકસાવી શકો છો.

 

  1. સ્પષ્ટ પણે વાતચીત

 

ટેક્નોલોજી વિશેની મૂળભૂત બાબતો અને ટેક્નોલોજીમાં સતત ઉત્ક્રાંતિ વિશેની વાતચીત એ ખાતરી કરશે કે તમારું બાળક સલામતી અનુભવવાની સાથે સાથે ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા વિશે પણ આત્મવિશ્વાસ ધરાવે છે. સપોર્ટ અને સ્વતંત્રતા વચ્ચેનું સંતુલન મહત્ત્વની બાબત છે.

 

ડિજિટલ પેરેન્ટિંગ વિશે વધુ જાણવા માટે અમારા વેબિનાર્સમાં જોડાઓ - https://www.dellaarambh.com/webinars/