આ 5 કારણોથી, ઇ-લર્નિંગથી તમારા બાળકને ફાયદો થશે

 

આપણે ઑનલાઇન શિક્ષણમાં પ્રસાર જોઇ રહ્યા છીએ. અહેવાલો અનુસાર, ભારતમાં 2024 સુધીમાં ઑનલાઇન શિક્ષણ બજારનું  360 અબજ રૂપિયાનું હોવાનું અનુમાન છે.

માતાપિતા તરીકે તમારા મનમાં ઈ-લર્નિંગ વિશે અને તમારા માટક પર તેની અસર વિશે ઘણા પ્રશ્નો થઈ શકે છે. શિક્ષણની સંભવિતતા અને એકંદર અનુભવોને વધારવાની સાથે-સાથે તમારા બાળકને બીજા પણ ઘણા ફાયદાઓ મળી શકે છે.

 

ફાયદા આ મુજબ છે-

તમારા બાળકને વધુ જવાબદાર બનાવે છે

ઈ-લર્નિંગ દરમિયાન, બાળક અસાઇનમેન્ટ સોંપવા અને વર્ગમાં ચર્ચા માટે અને યાદ રાખવા શારીરિક રીતે હાજર નથી હોતું. જેના કારણે નાની ઉંમરે જ તે જાત પર નિર્ભર થતાં શીખશે.

 

જિજ્ઞાસા અને શીખવાની આતુરતાને પ્રોત્સાહન મળે છે

ઑનલાઇન માધ્યમ પર ભરપૂર માહિતી હોય છે. ઑનલાઇન શિક્ષણ દ્વરા વિવિધ રીતે તમારું બાળક અલગ-અલગ વિષયો વિશે વિવિધ માહિતી શોધી શકે છે, જેના વિશે તે ઉત્સુક છે અને તેને જાણવાની ઇચ્છા છે.

 

બાળકો વધુ સંગઠિત બને છે

વર્ગની ફાઇલોનું સંચાલન કરીને, અન્ય વિદ્યાર્થીઓ સાથે સંકલન કરીને અને અસાઇનમેન્ટ્સ સબમિટ કરીને, તમારા બાળકને સંસ્થાકીય કુશળતાનો પ્રથમ અનુભવ મળશે. તે તેમને નાનપણથી જ કાર્યોને પ્રાધાન્ય આપવાનું શીખવશે.

 

વ્યક્તિગત શિક્ષણ

ઑડિયો, વિઝ્યુઅલ અથવા લખાણની જેમ શીખવાની ઘણી રીતોથી  તમારા બાળકને ફાવે એ રીતે એ શીખી શકે છે. તેઓ તેમની શંકા અને સમસ્યાઓનું તેમના શિક્ષકો સાથે ઑનલાઇન સંપર્ક કરીને અથવા જાતે જાતે નિરાકરણ લાવી શકે છે.

 

તકનીકીનો ઉપયોગ મનોરંજનની જગ્યાએ શીખવા માટે કરો

જો તમને હંમેશાં ચિંતા સતાવતી હોય કે, તમારું બાળક હંમેશાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હોય છે તો. ઇ-લર્નિંગ તમારી ચિંતા હળવી કરશે. ઑનલાઇન શીખવાની સંખ્યાબંધ તકો સાથે તમારું બાળ મનોરંજનની જગ્યાએ તકનીકીનો ઉપયોગ કરશે.

 

તમારાં બાળકોને આ પ્રકારનાં ભણતર સ્વીકારવા પ્રોત્સાહિત કરો, કારણકે તેનાથી તેમને જીવનભર સફળ લાક્ષણિકતાઓ અને મહત્વાકાંક્ષી વલણ વિકસાવવામાં મદદ મળશે.