10 પીસી પરિભાષાઓ જે તમારે જાણવી જોઇએ

પીસી એ તમારૂં મનપસંદ રમકડું છે, તમારૂં પુસ્તકાલય છે અને વન-ક્લિક મનોરંજક બધું જ એકમાં સામેલ છે. ઘરે અને શાળામાં પીસી હોવું એ તમને તમારી રીતે ભણવાની તક પૂરી પાડે છે. તે શા માટે ઉપયોગી છે, તમે માત્ર માહિતીને વાંચવા સિવાય પણ ઘણું વધુ કરી રહ્યાં છો – તમે વિડીયોઝ, રેખાચિત્રો મારફતે જે શીખી રહ્યાં છો તે બધી વસ્તુઓની ખરેખર કલ્પના પણ કરી શકો છો.

પરંતુ, તમારા પીસીની અંદરની બાબતો વિશે શું?

અહીં 10 પીસી પરિભાષાઓ આપવામાં આવી છે જેને તમારે જાણવી જોઇએ:

 

 

વાઇરસ એ કૂટસંખ્યાનો એવો ટુકડો છે જે પોતાની જાતે નકારાત્મક અસર સાથે નકલ કરવા માટે સક્ષમ છે, જેમ કે સિસ્ટમને ખરાબ કરવા અથવા તમારા ડેટાને નષ્ટ કરવા.

 

 

બૅક-અપ, અથવા બૅકિંગ અપ કરવાની પ્રક્રિયા, તમારા કમ્પ્યુટર ડેટાની નકલ કરવા અથવા તેને આર્કાઇવ કરવાનો સંદર્ભ આપે છે જેથી ડેટા ખોવાઈ જવાની ઘટના પછી મૂળ ડેટાની પુનર્સ્થાપના માટે તેનો ઉપયોગ કરવામાં આવી શકે.

 

 

ડેટા તમારા કમ્પ્યુટર અથવા સ્માર્ટફોન પર પ્રસારિત કરી શકાય અને સંગ્રહ કરી શકાય તેવી માહિતીને સંદર્ભિત કરે છે જેમ કે તમારા અસાઇનમેન્ટ્સ, છબીઓ અને વિડીયોઝ.   

 

 

ડેસ્કટૉપ કમ્પ્યુટર એ પર્સનલ કમ્પ્યુટર છે જેને તેનાં કદ અને પાવર જરૂરિયાતોના લીધે એકલ સ્થળ પર અથવા ડેસ્ક અથવા મેજ નજીક નિયમિત ઉપયોગ માટે બનાવવામાં આવ્યું છે. 

 

 

કર્સર એ કમ્પ્યુટર સ્ક્રીન પર ખસેડી શકાય તેવું ચિહ્ન છે જે એ બિંદુને ઓળખી કાઢે છે જેને વપરાશકર્તા પાસેથી ઇનપુટ દ્વારા ખસેડવામાં આવે છે. 

 

 

હોમપેજ એ સામાન્ય રીતે વેબસાઇટનું પ્રસ્તાવના પૃષ્ઠ છે, જે વિશેષરૂપથી સાઇટની વિષયવસ્તુના કોષ્ઠક તરીકે અથવા ઇંટરનેટ બ્રાઉઝરના મૂળભૂત વેબપેજને સુયોજિત કરવા માટે સેવા પૂરી પાડે છે.   

 

 

પાસવર્ડ એ શબ્દો/અક્ષરો/આંકડાઓની એક હારમાળા છે જે વ્યક્તિને કમ્પ્યુટર, ઈમેઇલ અથવા અન્ય કોઇપણ સંરક્ષિત સિસ્ટમમાં લૉગિન થવાની અનુમતિ આપે છે.

 

 

સોફ્ટવેર, તેનાં સૌથી સામાન્ય અર્થમાં, પીસીને ચોક્કસ કાર્યો જેવાં કે માઇક્રોસોફ્ટ વર્ડ પર નિબંધ લખવા માટેની સૂચનાઓ આપતા પ્રોગ્રામ્સ અથવા સૂચનાઓનો સંપૂટ છે. 

 

 

સ્ક્રીનસેવર એ ઍનિમેશન અથવા છબી છે જે નિષ્ક્રિયતાના સમયગાળા પછી કમ્પ્યુટરની નહિં બદલાતી ડિસપ્લેનું સ્થાન લે છે.

 

 

શૉર્ટકટ એ ફાઇલ, વેબસાઇટ, અથવા અન્ય ડેટાના સરનામાની નોંધ છે જેને ઝડપી સુલભતા માટે અથવા ડેટાની નકલ કરવા માટે કીબૉર્ડ કમાન્ડ જેમ કે Ctrl + C માટે બનાવવામાં આવે છે.

કોઇ અન્ય વ્યક્તિની જેમ કે જેઓ શાળા અને ઘરે લગભગ દરરોજ પીસીનો ઉપયોગ કરે છે, તમે ખૂબ જ જરૂરી એવી હોમવર્ક માટેની મદદ સાથે ચોક્કસપણે ઘણી બધી પીસી પરિભાષાઓના સંપર્કમાં આવશો. ભણતા રહેવા માટેની શુભેચ્છાઓ!