ઉપયોગ કરીને જોવા જેવી 10 ટાઈપિંગ ગેમ્સ!

 

 

ટાઇપિંગમાં મુખ્યત્વે બે જ વસ્તુઓ મહત્વની છે – ચોકસાઈ અને ઝડપ. તમારા વર્ગમિત્રો જેટલી ઝડપથી ટાઈપ ન કરી શકતા હોવાથી તમે વર્ગમાં પાછળ રહી જાઓ તો કેવું લાગે. સારા સમાચાર એ છે કે પ્રેક્ટિસ કરવાથી તમે તમારું લક્ષ્ય સાધી શકો અને અવ્વલ આવી શકો.

1. ટાઇપરેસર

ટાઇપરેસર એ વૈશ્વિક ટાઇપિંગ સ્પર્ધા છે જેમાં તમે જગતના અન્ય લોકો સામે સ્પર્ધા કરીને તમારી ટાઇપિંગની ઝડપ વધારી શકો છો.

2. ટાઇપિંગ એલિયન

કોણે કહ્યું કે કંઈક શીખવામાં મજા ન આવે? એક વાર ટાઇપિંગ એલિયન રમો અને જુઓ કે તમને કેટલી મજા આવે છે! ટાઇપિંગ ટેક્નિકો સમજવા અને ઝડપને વધારવા માટે આ રમત બહુ જ સારી છે.

3. કીમેન

કીમેન તમને એક લેવલ સેટ કરવા દે છે (સહેલું થી અઘરું, મૂળાક્ષરો અને સંખ્યાઓ અલગ કરીને) જેથી, તમે ઝટપટ હાથ-આંખનો સમન્વય વિકસાવી શકો અને ટાઇપિંગની ઝડપ પણ વધારી શકો.

4. કીબોર્ડ નિન્જા

નામ મુજબ જ, કીબોર્ડ નિન્જા એક એવી રમત છે જે તમારે તમારી ટાઇપિંગની ઝડપ વધારવા અને વધુ કાર્યક્ષમતા માટે રમવી જ જોઈએ.

5. ટાઇપ-અ-બલૂન

અન્ય એક રમત જેમાં તમે મુશ્કેલીના સ્તરો (અઘરું, મધ્યમ, સહેલું) નક્કી કરી શકો. આમાં વિવિધ પ્રકારના પાઠ જોવા મળશે તેમજ કીબોર્ડમાં રો શામેલ કરવી ઇત્યાદિ કરી શકાય. ટાઇપ-અ-બલૂન તમારી ટાઇપિંગ માટે બહુ જ ઉપયોગી પ્રેક્ટિસ છે.

6. ધ ટાઇપિંગ ઑફ ધ ઘોસ્ટ્સ

આ નામ થોડું વિચિત્ર લાગે, પરંતુ ટાઇપિંગ ઑફ ઘોસ્ટ્સ એક પડકારરૂપ રમત છે જેમાં તમે પોતાની જાતને ભુતોથી બચાવો – આ પ્રક્રિયામાં તમારી હાથ-આંખનો સમન્વય સુધરશે.

7. વર્ડટ્રિસ સ્ટ્રેબલ

તમારી ટાઇપિંગ રિફ્લેક્સેસ અને શબ્દભંડોળ વધારવા માટે વર્ડટ્રિસ સ્ક્રેબલ એક સારી તક છે. આ રમત અનેક ટિપ્સ અને ટ્રિક્સથી ભરેલી છે જે તમને દરેક ગેમ સાથે વધુ સારો "ટાઇપર" બનાવશે.

8. ટાઇપ ધ આલ્ફાબેટ

ટાઇપિંગ સ્પીડસ્ટર બનવા માટે તમારે ટાઇપ ધ આલ્ફાબેટ સહાયક બની રહેશે. તમારા વર્ગમાં પણ આની સ્પર્ધા રાખી શકાય.

9. ફાસ્ટ ફાયર ટાઇપર

તમારે તમારા શબ્દભંડોળને વધારીને ટાઇપિંગ માસ્ટર બનવું છે? કોઈ અસાઇનમેંટ કે ટેસ્ટની પહેલાં ફાસ્ટ ફાયર ટાઇપર રમવાથી તમે અવ્વલ આવી શકો.

10. ટાઇપિંગ માસ્ટર 10 ફૉર વિંડોઝ

ટાઇપિંગ માસ્ટર 10 ફૉર વિંડોઝ આ એક રમત કરતાં વધુ છે. તમારી ટાઇપિંગને પર્ફેક્ટ બનાવવા અને નબળા પાસાને સુધારવા (જો હોય તો) માટે આ એક ડાઉનલોડ કરી શકાય એવો કોર્સ છે.

હવે સુપર-પ્રોડક્ટિવ બનવા માટે તમે તમારા પીસીનો શક્ય તેટલો વધારે ઉપયોગ કરો. હેપ્પી ટાઇપિંગ!