ટેક્નોલોજીના ક્ષેત્રમાં 3 ભારતીય તરુણોની અતુલ્ય સિદ્ધિઓ વિશે જાણકારી!

મહાન કાર્યો કરવા માટે કોઈ વય-મર્યાદા હોતી નથી. તમે ટેક્નોલોજી ક્ષેત્રમાં અનેક સર્જકોને જાણતા જ હશો, તેમાંના કેટલાંક તમારા જેટલાં જ તરુણ હશે, અને કદાચ તમારાથી પણ વધુ જુવાન હશે! આ તરુણ સર્જકો ટેક્નોલોજીના ક્ષેત્રમાં તેમના સર્જનો અને નવરચનાઓથી બધાને ગર્વ અનુભવવાની તક આપી રહ્યાં છે.મહાન કાર્યો કરવા માટે કોઈ વય-મર્યાદા હોતી નથી. તમે ટેક્નોલોજી ક્ષેત્રમાં અનેક સર્જકોને જાણતા જ હશો, તેમાંના કેટલાંક તમારા જેટલાં જ તરુણ હશે, અને કદાચ તમારાથી પણ વધુ જુવાન હશે! આ તરુણ સર્જકો ટેક્નોલોજીના ક્ષેત્રમાં તેમના સર્જનો અને નવરચનાઓથી બધાને ગર્વ અનુભવવાની તક આપી રહ્યાં છે.

આવો, તમે પણ કેટલાંક સફળ તરુણો વિશે જાણકારી મેળવો!

1. તેનિથ આદિત્ય – અસાધારણ સર્જક


શું તમે ક્યારેય એડજસ્ટેબલ ઇલેક્ટ્રિસિટી એક્સ્ટેંશન બોર્ડ અને બનાના લીફ પ્રિઝર્વેશન ટેક્નોલોજી વિશે સાંભળ્યું છે? આનું સર્જન તેનિથ નામક બાળકે કર્યું છે! તેણે અત્યાર સુધી 17 સર્જનો કર્યાં છે. તેને 2013માં રાષ્ટ્રપતિ ભવનમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

 

2. અંગદ દરયાની – ભવિષ્યનાં એલૉન મસ્ક!

મુંબઈનાં અંગદ દરયાની એ ઓપન સોર્સ સૉફ્ટવેરની મદદથી અંધ લોકો માટે વર્ચ્યુઅલ ઇ-રીડર, સૌર ઊર્જા પર ચાલતી બોટ, મેદાનોમાં કામ કરતી સ્વચલિત પ્રણાલી 'ગાર્ડુઇનો' અને ભારતનાં સૌથી સસ્તા 3ડી પ્રિંટર 'શાર્કબોટ'નું સર્જન કર્યું છે. તેણે શાળા અધવચ્ચેથી છોડી દીધી અને બાળકો માટે પોસાય તેવી ડૂ ઇટ યોરસેલ્ફ કિટ્સ (DIY) વેચવા માટે એક કંપનીની સ્થાપના કરી.

 

3. આનંદ ગંગાધરન એને મોહક ભલ્લા – જીનિયસ જોડી

દિલ્હીમાં સ્થિત આનંદ અને મોહક બંને મિત્રો છે, તેમણે એક એવું બૂટ (જોડાં) બનાવ્યું છે જે મોબાઇલ ઉપકરણો માટે હાલતા-ચાલતા ચાર્જરનું કામ કરે છે. તેઓ આને 'વૉકી મોબી ચાર્જર' કહે છે. આ ચાર્જર રૂપી બૂટ 6 વોલ્ટની વિજળી ઉત્પન્ન કરે છે, જ્યારે તમને આશ્ચર્ય થશે કે અધિકતમ સામાન્ય ચાર્જર 5 વોલ્ટની વિજળી ઉત્પન્ન કરે છે.

આ તરુણ અને સફળ સર્જકોએ કાંઈક અવનવું સર્જવા અને નવરચનાઓ માટે ટેક્નોલોજીનો યોગ્ય ઉપયોગ કર્યો છે. આ તરુણો આ વાતની સાબિતી આપે છે કે જો ટેક્નોલોજી તમારા હાથમાં હોય, તો તમે જે ચાહો તે મેળવી શકો છો, પછી તમારી ઉંમર ભલે કાંઈ પણ હોય. પ્રોત્સાહિત થવા માટે આટલું બધું સામે હોવા સાથે, હવે તમારો વારો છે ટેક્નોલોજી સાથે એક નવા સાહસભર્યા પ્રવાસનો આરંભ કરવાનો. તો હવે કોની રાહ જુઓ છો, આ ફન ટેક-હોબીસ એટલે ટેક્નોલોજીથી ભરપૂર મજેદાર શોખ અજમાવી જોવા માટે આગળ વધો.    

કોઈ ઉંમર નાની નથી હોતી અને કોઈ સ્વપ્ન મોટું નથી હોતું. આવો, હવે આરંભ કરીએ!