આ 3 રીતે એક પીસી તમને સંશોધનમાં મદદ કરી શકે છે

 

આ ડિજિટલ યુગમાં, અગણિત વસ્તુઓ શોધવામાં લાખો લોકો હવે ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યાં છે. વેબ પર ઉપલબ્ધ અવિરત માહિતી અને સંસાધનોને કારણે, દુનિયામાં એવું કંઈ પણ નથી જે તમે જાણી શકો. પરંતુ તમે કેવી રીતે શરૂ કરશો?[1]

1) વિગતવાર શેડ્યુલ જાળવવા અને સમયમર્યાદા નક્કી કરવાનું મહત્ત્વ

બધી વાત માટે તૈયાર રહેવું એ હંમેશ માટે સારું હોય છે. તેથી, જ્યારે તમે એક વિગતવાર નોંધપત્રક (શેડ્યુલ) બનાવો છો, ત્યારે સંશોધન માટે જોઈતા સમયને ઉમેરવાની સાથે-સાથે ઘણી વખત તમારા કામમાં કોઈ વિક્ષેપ પણ આવી શકે છે તે સમયની પણ ગણતરી કરી લો. આથી તમને ખ્યાલ આવશે કે કોઈ વિષય પર સંશોધન કરવા માટે અને વિક્ષેપ વગર કામ પુરૂં પાડવા માટે ખરેખર તમને કેટલા સમયની જરૂર પડશે.

2) વિકિપીડિયા સાથે પ્રારંભ કરો (પરંતુ અટકશો નહીં)

કોઈ ચોક્કસ વિષયનું સર્વસામાન્ય નિરીક્ષણ મેળવવા અને આગળ વધુ સ્રોતો શોધવા માટે વિકિપીડિયા શ્રેષ્ઠ છે. અહીં તમે તમારા સંશોધનને આગળ વધારવા માટે કીવર્ડ્સ, સંસાધનો, સૂચવેલ અને સંબંધિત લિંક પસંદ કરી શકો છો. પરંતુ, તે એક સમુદાયે નિર્માણ કરેલું મંચ હોવાથી તમારા એકમાત્ર સ્ત્રોત તરીકે તેનો ઉપયોગ કરવાનું ટાળો.

3) ચોક્કસ શબ્દસમૂહો, અનન્ય કીવર્ડ્સ અને અદ્યતન શોધ કાર્યના ઉપયોગથી

સૌથી વધુ ગુગલ કરો! થોડા હેક્સ સાથે, ગુગલના એડવાન્સ સર્ચ ફંકશનમાં અનન્ય કીવર્ડ્સ, વિશિષ્ટ શબ્દસમૂહો અને આદેશોની મદદથી તમે જે માહિતી માંગો તે મેળવી શકો છો. ઉદાહરણ તરીકે, ચોક્કસ શબ્દસમૂહ સાથે પરિણામો શોધવા માટે તમારા શબ્દસમૂહને "" ની અંદર શોધો. [2]

4) ગુગલ સ્કોલર અને ગુગલ બુક્સનો ઉપયોગ કરો

જાણીતા વિદ્વાનો પાસેથી મળેલી જર્નલ્સ અને પાઠયપુસ્તકો કરતાં વધુ સારું કંઈ પણ ન હોઈ શકે. તમારા વિષયના ઊંડાણપૂર્વકના જ્ઞાન માટે ગુગલ સ્કોલર અને ગુગલ બુક્સને તમારા સંશોધનનો એક આવશ્યક ભાગ બનાવો. વળી, તમારે તમારી શોધથી સંબંધિત ન હોય તેવા હજારો પરિણામોમાંથી પસાર થવું પડતું નથી!

5) કોરા વાપરવાનો લાભ

કોરા એ જીવનના વિવિધ ક્ષેત્રોમાંથી આવેલા લોકોનો આકર્ષક સમુદાય છે, જે કોઈ ચર્ચામાં સક્રિયપણે સામેલ હોય છે. તમારા પ્રશ્નોના જવાબો મેળવો, તમારા જેવા જ વિદ્યાર્થીઓએ તમારા વિષય પર આપેલા વિવિધ મંતવ્યો અને પરિપ્રેક્ષ્ય વાંચો.
યોગ્ય માહિતી અને ટૂલ્સની મદદથી આપણે પીસી પર જોઈ એટલી વસ્તુઓ શીખી શકીએ અને સંશોધન પણ કરી શકીએ છીએ. પરિણામે, તમારો અભ્યાસ વધુ સંગઠિત થઈ શકે છે અને સાથે-સાથે આનંદપ્રદ પણ બની શકે છે. હેપી સ્ટડીંગ!