તમારા વિદ્યાર્થીઓને ગમશે એવા 5 માઇક્રોસૉફ્ટ ઑફિસ લેસન પ્લાન્સ

કાર્યાલય, ઘર અને શાળામાં માહિતી, ડેટા અને સંખ્યાઓને ગોઠવવા, સંચાલિત કરવા અને રજૂ કરવા માટે માઇક્રોસૉફ્ટ ઑફિસ ખૂબ જ ઉપયોગી ટૂલ છે.

 

 

અહીં 4 માઇક્રોસૉફ્ટ ઑફિસ લેસન પ્લાન્સ આપેલાં છે જે વિદ્યાર્થીઓને શિક્ષણમાં એક સરસ મજાનો અનુભવ કરાવવામાં મદદ કરશે.

 

1. માઇક્રોસૉફ્ટ વર્ડ લેસન પ્લાન્સ - વર્ડ એ એક લોકપ્રિય પ્રોગ્રામ છે જેનો ઉપયોગ મુખ્યત્વે નિબંધો, કસોટીઓ અને ક્વિઝ જેવા ડૉક્યુમેંટ્સ બનાવવા માટે થાય છે. વર્ડમાં એવી ઘણી સરળ અને ઉપયોગી સુવિધાઓના કારણે અભ્યાસ અને માહિતીનો ઉકેલ લાવવો ખૂબ જ સરળ બની જાય છે. ઉદાહરણ તરીકે, નિબંધને વ્યાકરણની દૃષ્ટિએ સાચો બનાવવા માટે વ્યાકરણની ભૂલોને પ્રકાશિત કરીને અને સુધારણાઓ સૂચવીને અંગ્રેજી નિબંધ લેખનમાં મદદ કરે છે.

2. માઇક્રોસૉફ્ટ એક્સેલ લેસન પ્લાન્સ – એક્સેલ તમારા ડેટાને સરળતાથી નેવિગેટ થાય તેવી રીતે ગોઠવી શકે છે અને મૂળભૂત તેમજ જટિલ ગાણિતિક દાખલાઓને ઉકેલી શકે છે. તે અગણિત ડેટાને રંગીન ચાર્ટ અને આકૃતિઓમાં બદલાવી શકે છે અને આગાહી કરવા માટે તેનું પૃથ્થકરણ કરી શકે છે. ઉદાહરણ તરીકે, વિદ્યાર્થીઓ બાદબાકી જેવા ગાણિતિક દાખલાઓ ઉકેલવા માટે એક્સેલમાં યોગ્ય ફૉર્મ્યુલાનો ઉપયોગ કરી શકે છે.

3. માઇક્રોસૉફ્ટ પાવરપોઈન્ટ લેસન પ્લાન્સ – પાવરપોઇન્ટની મદદથી વ્યાવસાયિક અને સુસંગત ફોર્મેટમાં પ્રેઝેન્ટેશન બનાવી શકાય છે. વધુ સારા પ્રભાવ માટે તે કંટેન્ટને ઇલસ્ટ્રેટિવ બેકડ્રોપ પણ પૂરું પાડે છે અને સ્લાઇડ્સને એનિમેટ કરે છે. આ વિદ્યાર્થીઓને ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન પાઠયપુસ્તકોમાંથી અભ્યાસ કરવાને બદલે વધુ મનોરંજક રીતે શીખવામાં સહાય કરે છે.  


4. માઇક્રોસૉફ્ટ પબ્લીશર લેસન પ્લાન્સ – પબ્લીશર વિદ્યાર્થીઓને સર્જનાત્મક, કલાત્મક અને કાલ્પનિક બનાવે છે. તે નીચેના કારણોસર વર્ગખંડમાં અસરકારક હોઈ શકે છે

  • વિદ્યાર્થીઓ તેમના પ્રેઝેન્ટેશન્સ / મૌખિક પરીક્ષા દરમિયાન વાર્તા લખી અને દોરી શકે છે.
  • તેઓ પ્રોજેક્ટ્સ / અસાઇનમેન્ટસ માટે ઇન્ટરેક્ટિવ ન્યૂઝલેટર બનાવી શકે છે.
  • ડિજિટલ કેટલોગ અને આર્ટ એન્ડ ક્રાફ્ટ માટે ગ્રીટિંગ કાર્ડ્સ બનાવવા માટે પબ્લીશરનો ઉપયોગ કરી શકાય છે.


એક શિક્ષક હોવાથી, તમારે માઇક્રોસૉફ્ટ ઑફિસ સર્ટિફિકેશન માટે ચોક્કસપણે તૈયારી કરવી જોઈએ. આ સર્ટિફિકેશન તમને ઉપરોક્ત પાઠને વધુ અસરકારક બનાવવા અને સરળતાથી શીખવવામાં મદદ કરશે કારણ કે તેમાં વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત ધોરણ મુજબ તમારી કુશળતા વધારવા માટે અદ્યતન સાધનો અને તકનીકો છે. શિક્ષણ સાથે તમારા વિદ્યાર્થીઓના સંબંધ વધારવા અને મજબૂત બનાવવા માટે આ કુશળતાઓ તમારી મદદ કરશે.