4 એવી પદ્ધતિઓ જેના દ્વારા પીસી ઉનાળાની રજાઓને મજેદાર બનાવે છે

પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે અને આખું વર્ષ ભણ્યા બાદ બાળકો હવે મજા માણવાનાં મૂડમાં આવી ગયાં છે. મોટાભાગે બધા જ બાળકોને રજાઓનો લાંબો સમયગાળો અને શાળાના ભૌતિક નિત્યક્રમથી વિરામ મળે છે તે કારણસર ઉનાળાની રજાઓ ગમે છે. તમારે એક વાલી તરીકે, બાળકોને તેમના ઉપકરણો સાથે છોડી દેવાને બદલે, વિવિધ પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ. સમયને સારી રીતે વિતાવવાની સાથે-સાથે તેઓ આ પ્રવૃત્તિઓ દ્વારા અવનવું શીખે તેની ખાત્રી કરવી જોઈએ.

રોજિંદા જીવનમાં સૈદ્ધાંતિક પાઠોનો સમાવેશ કરવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ છે રજા દરમિયાનની પ્રવૃત્તિઓ. બાળકોની સર્જનાત્મકતાનો મુક્ત વપરાશ કરવા માટેની એક સુંદર તક એટલે રજા દરમિયાનની પ્રવૃત્તિઓ. અહીં બાળકો તેઓ જે શીખ્યાં છે તેના પર પ્રયોગો અને ચકાસણીઓ કરી શકે છે.

1. વીડિયો બનાવો

બાળકોને પીસી પર વીડિયો કન્ટેન્ટ રેકૉર્ડ કરવાનું અને વીડિયોઝ બનાવવાનું શીખવાડો. આના લીધે તેઓ ટેક્નોલોજીની મૂળભૂત બાબતો સમજવાની સાથે જ વાર્તાકથનની મુખ્ય વિભાવનાઓ અને સંચારની મુખ્ય પદ્ધતિ સ્વરૂપે વીડિયોનો ઉપયોગ કેવી રીતે કરવો તે સમજશે.

2. ટૂંકા ગાળાના ઑનલાઇન કોર્સ

તેઓને જે ક્ષેત્રનું આકર્ષણ હોય તેવા ક્ષેત્રમાં ટૂંકા ગાળાના ઑનલાઇન કોર્સ માટે તેમનું સાઇન-અપ કરો. આને લીધે તેઓ વ્યસ્ત રહેશે અને ઘરમાં રોકાયેલાં રહેશે. સાથે-સાથે તેઓની રૂચિનો વિકાસ થશે. અહીં શાળાનો વિષય હોવો જરૂરી નથી. એવા કોઈપણ ક્ષેત્રનો કોર્સ હોઈ શકે જેમાં તેમને રસ હોય.

3. ઑનલાઇન સ્ક્રૅપબુક

આ એક સરસ મજાનો પ્રોજેક્ટ છે જે બાળકોને દિવસો સુધી રોકી રાખે છે અને રજાઓને કેદ કરવાનો આ સંપૂર્ણ માર્ગ છે. સ્ક્રૅપબુકિંગને લીધે બાળકો ક્રમાનુસાર અને વિગતવાર દરેક  ક્ષણને રેકૉર્ડ કરવાની કળા શીખે છે; તે સાથે જ શ્રેષ્ઠ પદ્ધતિથી જ્ઞાનને કેવી રીતે રજૂ કરી શકાય તે શીખે છે. જીવનભર યાદોને સાચવી રાખવા માટે તેમને કાગળને બદલે  પીસીનો ઉપયોગ કરવા દો. 

4. ઑનલાઇન ગેમિંગ

રજાઓમાં બાળકોને ઑનલાઇન ગેમિંગ બહુજ ગમે છે. તેમાંથી Lego, Flight Simulator અને અન્ય કેટલીક ગેમ્સ તમારા બાળકોના મગજને તાલીમ આપવામાં અને સર્જનાત્મક રીતે વિચારવાની તેમની ક્ષમતાને ઘડવામાં મદદ કરી શકે છે.

તમારા બાળક માટે મનોરંજન અને શિક્ષણ પૂરું પાડવાનું કામ પીસી કરે છે અને રજાઓ દરમિયાન તે સંપૂર્ણ ભાગીદાર બની શકે છે. તમારા બાળક માટે પીસીમાં રોકાણ કરો અને આ ઉનાળામાં તેમને ઉપર આપેલી પ્રવૃત્તિઓ કરવા માટે પ્રોત્સાહન આપો. ઉનાળાની રજાઓ મજેદાર અને મનોરંજક હોય તો તે શ્રેષ્ઠ અને યાદગાર બની જાય.