ઉનાળાની રજાઓમાં બાળકો અભ્યાસ ભૂલી ન જાય તે માટે 4 વિકલ્પો

બાળકોને ઉનાળાની રજાઓ બહુ જ ગમે છે. 60 દિવસની ધમાલ, મસ્તી, આરામ! કોઈ અભ્યાસ નહીં અને શાળા પણ નહીં. વેકેશનને લીધે બાળકોને રોજિંદા શૈક્ષણિક ટાઇમટેબલમાંથી એક સારો વિરામ મળે છે, પરંતુ તેના વિપરીત પરિણામો પણ ભોગવવા પડે છે. એક સંશોધન મુજબ કેટલાંક બાળકો માટે ઉનાળાની રજાઓમાં શાળામાં મળતા મહિનાઓના વિરામને લીધે આવનારા શૈક્ષણિક વર્ષમાં નડતર ઊભું થાય છે, તેઓના જ્ઞાનમાં ઘટાડો થાય છે અને તેમની કસોટીઓના ગુણ પણ ઓછા થઈ જાય છે. આને 'સમર લર્નિંગ લોસ' કહેવાય છે.

સમર લર્નિંગ લોસના કેટલાંક સામાન્ય લક્ષણો નીચે મુજબ છે [1] 

1. વેકેશન શરૂ થવા પહેલાં જે પરીક્ષામાં વિદ્યાર્થીઓને સારા ગુણાંક મળ્યા હોય, તે જ પરીક્ષામાં વેકેશનના અંતે ઓછા ગુણાંક મળે છે.

2. તેઓ તેમની ગણિતના ગણના કૌશલ્યો ઓછા થઈ ગયા હોય એવો અનુભવ કરે છે.

3. તેમની વાંચન અને જોડણીની ક્ષમતાઓ પર અસર થાય છે.

તો તમે સમર લર્નિંગ લોસને કેવી રીતે અટકાવી શકો?

1. ગાણિતિક કુશળતાઓને વિકસાવો

બાળકો માટે આનંદદાયક ન હોવા છતાં, ઉનાળાની રજાઓમાં રોજ ત્રણ થી ચાર ગણિતના દાખલા ઉકેલવાથી તમારા બાળકની ગાણિતિક કુશળતાઓ ઓછી થવાથી બચાવી શકાય છે. તેમની ગાણિતિક વિભાવનાઓનું પુનરાવર્તન કરાવવા માટે તમે ઑનલાઇન ટૂલ્સ અને વીડિયોઝ જોઈ શકો છો. એવી જ એક ચેનલ છે Patrick JMT – આ YouTube પર સૌથી વધુ લોકપ્રિય શૈક્ષણિક ચેનલોમાંથી એક છે, જેમાં ગણિતના વીડિયોઝ ફ્રીમાં જોવા મળે છે. આ ચેનલનાં 150,000 થી પણ વધુ સબસ્ક્રાઇબર્સ છે.  

2. વ્યાકરણની કુશળતાઓને વિકસાવો

તમારું બાળક તેની ભાષા પરની પકડ ન ગુમાવે તેની ખાત્રી કરવા માટે, તમે તેની સાથે બેસીને પીસીની મદદથી તેને વ્યાકરણના પાઠ ભણાવો અને આવનારા વર્ષના અભ્યાસક્રમ પર કામ કરવાનું શરૂ કરી દો.

English Grammar 101 જેવી વેબસાઇટ્સ અને વીડિયોનો ઉપયોગ કરીને તમારા બાળકને વિભાવનાઓ સારી રીતે સમજાવો. અને સાથે-સાથે ખાત્રી કરી લો કે તમારું બાળક ભાષાકીય કુશળતાઓમાં કોઈ મુશ્કેલી ન અનુભવે.

3. બ્લૉગ્સ દ્વારા સર્જનાત્મક લેખન

તમારા બાળકને બ્લૉગ શરૂ કરવા માટે પ્રોત્સાહન આપો. તેઓ મુસાફરીની વાર્તાઓ અને વેકેશનની પોતાની મેળે કાંઈ નવું કર્યું હોય તેની સફળતાની વાર્તાઓ, અથવા તેમને પ્રેરણા આપતા કોઈપણ વિષય પર લખી શકે. આના લીધે તેમની સર્જનાત્મકતા જાગૃત થશે, તેઓ પરોવાયેલાં રહેશે અને તેઓની ભાષા સુધરશે.

4. સૌથી નબળાં વિષયો પર ધ્યાન આપો

કોઈક તો એવો વિષય હશે જેમાં તમારું બાળક સંઘર્ષ કરતું હશે. કંટાળાજનક વિષય પર કામ કરવા માટે ઉનાળાની રજાઓ સૌથી ઉત્તમ સમય હોય છે. Edurite ના ઇન્ટરેક્ટિવ લેસન્સ એ Dell પ્રોડક્ટ્સની સાથે મળે છે. તે લેસન્સની મદદથી તમારા બાળકનું બધા વિષયનું જ્ઞાન અસરકારક રીતે વધશે. આને લીધે નવું શૈક્ષણિક વર્ષ શરૂ થશે ત્યારે તમારું બાળક ઑલ-રાઉન્ડર હશે અને તેણે દરેક વિષયનું સારું જ્ઞાન પહેલાંથી મેળવેલું હશે.