શિક્ષકો માટે 5 મફત ઑનલાઇન શૈક્ષણિક સાધનો

શું તમે તમારા વિદ્યાર્થીઓ માટે શિક્ષાને વધુ મનોરંજક, મજેદાર અને સંવાદાત્મક બનાવવા માંગો છો? શું તમે તમારા વિદ્યાર્થીઓને સારી રીતે જોડી રાખવા માંગો છો? આ બધું કરવા માટે ઑનલાઇન ટીચિંગ ટૂલ (શૈક્ષણિક સાધનો) બહુ જ કારગર સાબિત થાય છે. આની માટે તમારી પાસે વિડિયો, સ્લાઇડશોઝ, ગેમ્સ અને પરસ્પર સંવાદાત્મક સામૂહિક પ્રવૃત્તિઓ જેવાં પ્રમુખ ટૂલ્સ હોવા જોઈએ અને જો તમે પણ વિદ્યાર્થીઓની જેમ ટેક્નોલોજીના જાણકાર કે ટેક-સેવી હશો, તો વર્ગમાં અદ્દભુત વસ્તુઓ થઈ શકે છે અને આશ્ચર્યજનક પરિણામો બહાર આવી શકે છે.

વર્ગમાં કમ્પ્યુટરની વ્યવસ્થા કરવાથી બાળકોમાં 21મી સદીમાં એકબીજાની સાથે ચાલવા માટે જરૂરી ટેક્નોલોજીકલ કુશળતાઓનો સંચાર થાય છે, તેમજ આનાથી વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે જાગરૂકતા નિર્માણ થાય છે અને શીખવાની પ્રવૃત્તિ પણ વધે છે. [1]   

આ છ ટૂલ તમારા વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે જોડી રાખશે અને વિભાવનાઓ અને વિષયને સારી રીતે સમજવામાં તેમની મદદ કરશે!

અ) એડમોડો (Edmodo)

બાળકોને સમૂહમાં બેસીને ભણવાનું બહુ જ ગમે છે. સાથે જ, તેઓ સામાન્યતઃ ડિજિટલ દુનિયાનો ભાગ બનવા માટે ઉત્સાહી હોય છે. આ બન્ને પાસાઓને એક સાથે ભેગા કરીને એડમોડો એક નિયંત્રિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તૈયાર કરે છે, જેની મદદથી શિક્ષક બાળકોને ઑનલાઇન ઘરકામ આપી શકે છે અને તેને તપાસીને ગુણ પણ આપી શકે છે. ઘરકામની સમયસર તપાસ થવાથી બાળકો પણ બહુજ ઉત્સાહી રહે છે. અને તમારા આગળના વર્ગમાં શું થવાનું છે તે જાણવા માટે પણ તેમનો ઉત્સાહ જળવાઈ રહે છે.

તમારે ફક્ત સ્કૂલ તરફથી સાઇન-અપ કરવાનું છે અને એક સ્ટડી ગ્રુપ બનાવવાનું છે. સાઇન-અપ થઈ ગયા પછી, તમે વિદ્યાર્થીઓને ગ્રુપ કોડ આપીને શરૂઆત કરી શકો છો! સાઇન-અપ કર્યા બાદ અને ક્લાસ ગ્રુપ બનાવ્યા બાદ તમારું પ્લેટફોર્મ કેવું દેખાશે તેનો એક સ્ક્રીનશૉટ અહીં આપેલો છે.

 

 

બ) કાહૂત! (Kahoot!)

શું તમને તમારા વર્ગ માટે પ્રશ્નાવલી અને કોયડાં ડિઝાઇન કરવા માટે મદદ જોઈએ છે? Kahoot! એક મફત યુઝર-ફ્રેન્ડલી ટૂલ છે જે તમારી સેવા માટે ઉપલબ્ધ છે. શિક્ષક પોતાના વિદ્યાર્થીઓનું જ્ઞાન ચકાસવા માટે આમાં કોયડાં, સર્વેક્ષણ અથવા પ્રશ્નાવલિ ડિઝાઇન કરી શકે છે. વિદ્યાર્થીઓ પણ વિભિન્ન ઉપકરણોની મદદથી આ પ્રશ્નોનાં જવાબ આપી શકે છે. કોયડાં અને પ્રશ્નાવલિને જ "Kahoot!" કહેવાય છે, અને આને એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યાં છે કે વર્ગમાં રમતિયાળ વાતાવરણને પ્રોત્સાહન આપી શકાય. ખેલાડીઓ પોતાના કમ્પ્યુટર પર પ્રશ્નોના જવાબ આપે છે, જ્યારે રમતોને શેઅર્ડ સ્ક્રીન પર દર્શાવવામાં આવે છે જેથી વર્ગમાં 'કેમ્પફાયર મોમેન્ટ' જેવું વાતાવરણ બને છે અને લોકોને વર્ગમાં બધા એકસાથે બેઠાં હોય એવો અનુભવ થાય છે. તમારો પોતાનો કોયડો તૈયાર કરવો કેટલું સહેલું છે તે સમજવા માટે અહીં આપેલ સ્ક્રીનશૉટ જુઓ.   

 

 

ક) સ્કૂલોજી (Schoology)

ક્યારેક લેક્ચરમાં આવરેલાં વિષય અને આગામી લેક્ચરોમાં રજૂ કરવાનાં વિષયોનો હિસાબ કે ટ્રેક રાખવામાં ઘણી મુશ્કેલીઓ ઊભી થાય છે. તેથી આવા સમયે લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ (LMS)નું મહત્વ વધી જાય છે.

 

 

સ્કૂલોજી એક લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ છે જે વર્ગની યાદીઓ, અભ્યાસક્રમ અને કેલેન્ડર બનાવવાની સુવિધા પ્રદાન કરે છે. આ વિદ્યાર્થીઓ વચ્ચે થતાં સંવાદો અને તેમના પરીક્ષાના પરિણામો, અને મૂલ્યાંકનો તેમજ અન્ય બાબતોનો ટ્રેક રાખે છે. તમે તમારા વિદ્યાર્થીઓ માટે શિક્ષણને વધુ મનોરંજક અને રસપ્રદ બનાવવા માટે તેમાં અસાઇનમેંટ, કોયડાં, પ્રશ્નોત્તરી, મીડિયા આલ્બમ અને અન્ય સંસાધનો ઉમેરી શકો છો. સંવાદાત્મક શિક્ષા માટે આ ટૂલ બહુજ ઉપયોગી છે અને આનું બેસિક પેકેજ મફતમાં મળે છે. આ ટૂલ દ્વારા મળતી અનંત શક્યતાઓને જોવા માટે અહીં આપેલ સ્ક્રીનશૉટ જુઓ.

 

ડ) ડેસ્મૉસ (Desmos)

 

 

બ્લેકબોર્ડ પર ગ્રાફ બનાવવા માટે તમને ઘણો સમય લાગી શકે છે. જો કે સ્કૂલમાં દરેક વિષય માટે સમય નક્કી કરેલો હોય છે. ગ્રાફ્સને તરત જ બનાવવા અને પ્રસ્તુત કરવા માટે જો કોઈ ટૂલનો ઉપયોગ કરવામાં આવે તો ઘણો ફાયદો થઈ શકે છે.

ડેસ્મૉસ એવું જ એક અતિ ઝડપી ઑનલાઇન કેલ્ક્યુલેટર છે, જે કોઈપણ કલ્પનીય ફંક્શનનો ગ્રાફ બનાવી શકે છે. આની મદદથી યુઝર્સ સ્લાઇડ ઉમેરી શકે છે, ફેરફાર કરી શકે છે અને બીજી અન્ય વસ્તુઓ વચ્ચે ડેટા ટેબલ બનાવી શકે છે. ક્યારેક વર્ગમાં સંકલન ભૂમિતિ અને રૈખિય સમીકરણો જેવી જટિલ વિભાવનાઓને સમજાવતી વખતે વિદ્યાર્થીઓની રુચિ જાળવી રાખવું એ મુશ્કેલ થઈ જાય છે, પરંતુ ડેસ્મૉસની મદદથી તમે આ કામ બહુજ સહેલાઈથી કરી શકો છો. આ ટૂલ તમારા વિદ્યાર્થીઓને પુસ્તકોના વિશ્વથી પણ આગળ લઈ જવા અને અદ્યતન માહિતી પૂરી પાડવા માટે તમારી ઘણી મદદ કરે છે.   

 

ઇ) ડૂઓલિંગો (Duolingo)

વિદ્યાર્થીઓ સહેલાઈથી ભાષાઓ શીખવા માટે રુચિ દર્શાવતા નથી કારણકે તેઓ જલ્દીથી કંટાળાઈ જાય છે. ભાષાઓ શીખવવા માટે નીરસ પદ્ધતિઓ વાપરવામાં આવે તો આ કામ વધુ પડકારજનક અને મુશ્કેલ બની જાય છે. 

ડૂઓલિંગો એક એવી લેંગ્વેજ-લર્નિંગ એપ અને વેબસાઇટ છે જેની મદદથી વિદ્યાર્થીઓ મજેદાર અને સંવાદાત્મક રીતે ભાષાઓ શીખી શકે છે. ડૂઓલિંગોમાં વીસ ભાષાઓ માટે વ્યાપક માર્ગદર્શિકાઓનો સમાવેશ થયેલો છે.

 

 

ડૂઓલિંગો એ પાઠોના ગેમિફિકેશનની અસરકારકતાનો પુરાવો છે.

જો કે અનેક ટૂલ અને એપ્લિકેશનો સ્ટેમ (STEM - Science, Technology, Engineering and Mathematics ) એટલે વિજ્ઞાન, ટેક્નોલોજી, ઇંજિનિયરિંગ અને ગણિત પર જ ધ્યાન કેંદ્રિત કરે છે, પરંતુ ડૂઓલિંગો ભાષાઓ શીખવવાની પ્રક્રિયાને રસપ્રદ બનાવવાનું સાહસ દેખાડે છે. ડૂઓલિંગો પહેલાં અક્ષર, પછી શબ્દ અને ત્યારબાદ વાક્ય શીખવવાની સામાન્ય રીતોનું અનુકરણ કરતું નથી. 

આ શીખવવાની એક અનોખી રીતનો ઉપયોગ કરે છે, જેમાં સરળ વાક્યો શીખવવાથી શરૂઆત થાય છે અને પછી ધીમે ધીમે જટિલ વાક્યો શીખવવા પર ધ્યાન કેંદ્રિત કરવામાં આવે છે.

ડૂઓલિંગોનો ઉપયોગ કરીને તમે તમારી શાળા માટે વિવિધ ભાષાઓનો અભ્યાસક્રમ પણ તૈયાર કરી શકો છો. તમે આ ક્યાં કરી શકો તે સમજવા માટે અહીં આપેલ સ્ક્રીનશૉટ જુઓ.