એ 5 લોકો જેમણે આધુનિક કમ્પ્યુટિંગ શક્ય બનાવ્યું

આજે, આપણે ઘરકામ કરવાથી લઈને મિત્રો સાથે સંપર્કમાં રહેવા સુધીના લગભગ દરેક કામ માટે કમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ જો તમે 50 વર્ષ પણ પાછળ જાઓ, તો તમે જોશો કે આવું ન હતું. વિશ્વના ઈતિહાસમાં સરખામણીમાં એક નવી શોધ, કમ્પ્યુટર્સને તમે જે રૂપે જાણો છો તેવા અગાઉ ન હતા. તેનો જન્મ વર્ષોની સખત મહેનત, અભ્યાસ, સંશોધન અને અશક્ય વસ્તુઓ કરી શકનારા મશીન બનાવવાનાં સપનાંને પરિણામે થયો છે.

1.કમ્પ્યુટર વિજ્ઞાનનાં પિતામહ - અલ ખ્વારિઝ્મી 

મુહમ્મદ ઇબ્ન મુસા અલ-ખ્વારિઝ્મી બગદાદમાં હાઉસ ઑફ વિસ્ડમમાં એક  ફારસી ગણિતશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી, જ્યોતિષ ભૂગોળવેત્તા અને વિદ્વાન હતા. અલ-ખ્વારિઝ્મી એ ગણિતમાં અલ્ગોરિધમની વિભાવના વિકસાવી, જેના કારણે તેમને કમ્પ્યુટર વિજ્ઞાનનાં પિતામહ કહેવાય છે.

આજે, અલ્ગોરિધમ નામક સૂચનોના અનુક્રમની મદદથી આપણે સોફ્ટવેરને પ્રોગ્રામ કરીએ છીએ. અલ્ગોરિધમ વગર, આધુનિક કમ્પ્યુટરનું કોઈ જ અસ્તિત્વ નહીં રહે. સર્ચ કરવાની ગુગલની ક્ષમતાથી લઈને કમ્પ્યુટર "શટ ડાઉન" કરવા જેવી સરળ વસ્તુ, આ બધી ક્રિયાઓ લગભગ 1200 વર્ષ પહેલાં અલ-ખ્વારિઝ્મીના લખેલાં ટેક્સ્ટ સિદ્ધાંતો પર આધારિત છે. કેટલી અદ્દભુત વાત છે ને? 

2.ચાર્લ્સ બેબેજ, પહેલાં કમ્પ્યુટરનાં નિર્માતા

ચાર્લ્સ બેબેજનો જન્મ 1791માં લંડનના એક શ્રીમંત કુટુંબમાં થયો, જનરલ પ્રોગ્રામેબલ કમ્પ્યુટરના વિચાર પાછળ ચાર્લ્સનું મગજ હતું. બે વિવિધ કમ્પ્યુટરો બનાવવા માટે તેમણે પોતાનું જીવન વિતાવ્યું. પહેલું કમ્પ્યુટર હતું ડિફરન્સ એંજિન, જે 1830ના દશકામાં આંશિક રીતે પૂર્ણ થયું. એનાલિટિકલ એંજિન, તેની બીજી અને વધુ જટિલ ડિઝાઇન જે ક્યારેય પૂર્ણ ન થઈ શકી. તે છતાં, બન્નેમાં શક્તિશાળી કેલ્ક્યુલેટિંગ ટૂલ્સ હોવાની સંભાવના હતી. અને તે ઉપરાંત તેમના સમયમાં વિભાવના અને અભ્યાસની દૃષ્ટિએ ક્રાંતિકારી હતા.

તેમના મશીનો જ ખરા અર્થમાં ઈતિહાસમાં પ્રથમ કમ્પ્યુટર્સ હતાં!

3.આધુનિક કમ્પ્યુટરના જનક - ઍલન ટ્યુરિંગ

ઍલન ટ્યુરિંગ બીજા વિશ્વયુદ્ધના હિરો હતાં, જેમણે તેમની ટીમ સાથે મળીને બ્લેત્ચલી પાર્કમાં બૉમ્બે નામનું કમ્પ્યુટિંગ મશીન બનાવ્યું. આનું મુખ્ય ઉદ્દેશ્ય હતું નાઝીઓના એનિગ્મા મશીનના એનક્રિપ્ટ થયેલ સંદેશાઓ ડિકોડ કરવા અને સમજવા. ઍલન ટ્યુરિંગ ન હોત તો, આ યુદ્ધ હજું આઠ વર્ષ સુધી ચાલુ રહેત. 

અલાન ટ્યુરિંગે કમ્પ્યુટર પ્રોગ્રામિંગ માટે માર્ગ મોકળો કર્યો આ તેમના અન્ય નોંધપાત્ર યોગદાનમાંથી (અને તે ઘણા છે!) એક છે. પહેલાંવહેલાં કમ્પ્યુટર્સ તેમની મેમરીમાં પ્રોગ્રામ સ્ટોર કરી શકતા ન હતા. કોઈ નવા કામ માટે કમ્પ્યુટર્સ સેટઅપ કરવા માટે, મશીનની કેટલીક વાયરિંગ બદલાવવી, હાથથી કેબલને રી-રુટ કરવી અને સ્વિચેસની સેટિંગ કરવી વગેરે ફેરફાર કરવા પડતા હતા. લગભગ 7 દાયકા પહેલાં, ઍલમ ટ્યુરિંગે પહેલું એવું કમ્પ્યુટર બનાવ્યું જે પ્રોગ્રામ્સને સ્ટોર કરી શકતું હતું. આપણે જાણીએ છીએ કે આ આજના કમ્પ્યુટર વિશ્વ માટે એક અમૂલ્ય યોગદાન હતું.   

4. ડગ્લસ એન્જલબર્ટ – માઉસની શોઘ માટે જવાબદાર માણસ

માઉસ વિના કમ્પ્યુટર ચલાવવું કેટલું મુશ્કેલ થઈ શકે તેની તમે કલ્પના કરી શકો? મિ. એન્જલબર્ટના પ્રયત્નોને આભાર કે આપણને હવે આવી શક્યતાઓનો વિચાર પણ કરવાનો નથી. માઉસની મદદથી આપણે ક્રિયા તરફ નિર્દેશ કરીને આપણે કમ્પ્યુટર સાથે સહેલાઈથી સંવાદ સાધી શકીએ છીએ. માઉસની શોધ પહેલાં, ફક્ત કીબોર્ડનો ઉપયોગ કરીને બધી કમાન્ડ્સને એન્ટર કરવામાં આવતી, જ્યારે આજે તમારે ફક્ત તમારા માઉસને નિર્દેશ આપીને ક્લિક કરવાનું રહે છે!

5. ટીમ બર્નર્સ લી – ફક્ત બે દાયકા અગાઉ વર્લ્ડ વાઇડ વેબ બનાવ્યું! 

જી હા, 25 વર્ષ પહેલાં કોઈ WWW ન હતું. 1960માં કમ્પ્યુટર્સ વચ્ચે માહિતીનું પરિવહન કરવા માટે ઇન્ટરનેટ વિકસાવવામાં આવ્યું હતું. તે છતાં, ટીમ બર્નર્સ લીએ તેને લોકો માટે હજુ વધારે યુઝર-ફ્રેન્ડલી બનાવવાનું નક્કી કર્યું. તેણે વર્લ્ડ વાઇડ વેબની શોધ કરી. 

તેના એક ઇંટરવ્યૂમાં, આ બ્રિટિશ કમ્પ્યુટર વૈજ્ઞાનિકે ઉલ્લેખ કર્યો હતો કે, વેબમાં સમાવિષ્ટ બધી ટેક્નોલોજી પહેલેથી જ વિકસાવેલી હતી, અને તેમનું યોગદાન ફક્ત તેમને એકસાથે જમા કરીને ગોઠવવાનું હતું! કેટલી વિનમ્રતાની વાત છે આ! 

આજે આપણે જે આધુનિક કમ્પ્યુટરને જાણીએ છીએ તેના વિકાસ માટે અનેક વૈજ્ઞાનિકો અને કમ્પ્યુટર ઇંજિનિયરો જવાબદાર છે. અહીં તેમનામાંથી 5 વિશે જાણકારી આપેલી છે, જેમની દૂરદૃષ્ટિ અને સખત મહેનતને કારણે આધુનિક કમ્પ્યુટિંગ શક્ય બન્યું છે.