દરેક માતાપિતાએ આ 5 ટેડ ટોક્સ જોવા જોઈએ

 

વર્તમાન સમયના માતાપિતા એ ડિજિટલ યુગમાં જન્મેલાં છે. નવા યુગના આ વાલીઓ તંત્રજ્ઞાનની તમામ બાબતોમાં અગ્રેસર છે. અને સૌથી અનુરૂપ વાલીપણાની કુશળતાને જાળવવા માટે સમય પણ કાઢે છે.

1) થોડું સ્વ-નિયંત્રણ તમને અત્યંત સક્ષમ બનાવી શકે છે - યોઆચિમ દ પોસાદા

બાળક જેમ-જેમ મોટાં થતાં જાય છે તેમ-તેમ બાળકોની સ્વ-શિસ્ત અને સફળતા વચ્ચેના સંબંધ પર એક રસપ્રદ વિચાર પ્રેરણાત્મક કોચ યોઆચિમ દ પોસાદા રજૂ કરે છે.
આ ચર્ચામાં એક હાસ્યસ્પદ વિડિઓ પણ શામેલ છે જેમાં બાળકો માર્શમેલો ન ખાવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જે વાસ્તવમાં ભાવિ સફળતાની આગાહીનો એક સીમાચિહ્ન પ્રયોગ છે!

2) સાહસિક હોવું સારું છે - કેરોલીન પૌલ

અગ્નિશામક કેરોલિન પૉલ દ્વારા એક પ્રોત્સાહિક ચર્ચા, જે યુવાન છોકરીઓને એમની હદથી પરે જઈ શક્ય ક્ષમતાઓ સુધી પહોંચવામાં મદદ કરે છે. આ વિડિઓમાં એવી કથાઓને આવરી લેવામાં આવી છે જેમાં અગ્નિશામક પોતે તેના કમ્ફર્ટ ઝોન (આરામ ક્ષેત્ર)માંથી બહાર જઈને એવાં કામ કરે છે જેના વિશે બીજા લોકો વિચારી પણ નથી શકતા!


3) ડિજિટલ યુગનો સૌથી વધુ ઉપયોગ કરી લેવો - જેક કોન્ટ

યુટ્યુબર જેક કોન્ટેની ચર્ચા એ એવા માતાપિતા માટે એક સંબંધિત અને આશાસ્પદ ચર્ચા છે કે જેઓ ડિજિટલ યુગમાં પોતાના બાળકોની સર્જનાત્મક ક્ષેત્રમાં કારકીર્દિ હોવા બદલ શંકા અનુભવે છે. નિયમિત ધોરણે નાણાં કમાવવાથી લઈને કોઈની યોગ્યતાઓને ઓળખવા સુધીની વાત આ વિડિઓ દ્વારા કહેવામાં આવી છે.


4) તેમને જે કામ ગમે છે તે શોધવામાં સહાય કરો - સ્કોટ ડિન્સમોર

પોતાના બાળકને કારકિર્દી નક્કી કરવા માટે મદદ કરવા મથતા દરેક માતા-પિતાએ ઉદ્યોગપતિ સ્કોટ ડિન્સમોરનો આ વિડિઓ જરૂરથી જોવો. તમારા માટે શું મહત્ત્વનું છે, કઈ વાતનો તમારા પર શું પરિણામ થાય છે અને તેના પર કેવી રીતે કામ કરવું, તે વિશે સંશોધન કર્યા બાદ તેમાંથી જે શિખવા મળ્યું તે બદ્દલ અહીં ચર્ચા કરવામાં આવી છે.

5) વિજ્ઞાન દ્વારા સમર્થિત પેરેંટિંગ (વાલીપણું) - હેલેન પિયર્સન

છેલ્લા 70 વર્ષથી, બ્રિટીશ વૈજ્ઞાનિકો હજારો બાળકોના જીવનનો અભ્યાસ કરી રહ્યાં છે. તે જાણવા માગે છે કે શા માટે કેટલાક બાળક ખુશ અને તંદુરસ્ત છે, જ્યારે અન્ય જીવવા માટે સંઘર્ષ કરી રહ્યા હોય છે. વૈજ્ઞાનિક હેલેન પિયર્સનની આ ચર્ચાઓ ખૂબ જ પ્રભાવી હોય છે કારણકે તેમનાં અવલોકનોને અનેક વર્ષોના વૈજ્ઞાનિક અભ્યાસનું સમર્થન મળી રહે છે.
શું તમને લાગે છે કે પીસી સમય આ કુટુંબ સમય પણ હોઈ શકે છે? આશ્ચર્યજનક વાત એ છે કે તે કુટુંબ સમય પણ હોઈ શકે છે - કેવી રીતે? દરેકને રસ પડે એવી પ્રવૃત્તિઓ સાથે કરીને. :)