વર્ગમાં ભણવામાં મુશ્કેલી પડતી હોય તેવા બાળકોને પ્રોત્સાહિત કરવા માટેની 5 રીતો

 

 

આપણી પાસે સૌથી શ્રેષ્ઠ શૈક્ષણિક યોજના છે, આપણે સત્ર સમયસર સમાપ્ત થાય તે નિશ્ચિત કરવા માટે પ્રગતિનો રેકોર્ડ રાખવા શ્રેષ્ઠ અસેસમેંટ્સ, પ્લાન્સ અને નકશાઓ વિકસાવીએ છીએ, પરંતુ તે છતાં, કંઈક તો ખૂટે છે?? જો એક સાધારણ વિદ્યાર્થી મહાન સફળતા પ્રાપ્ત કરે એ જોઈને તમને આનંદ થશે કે નહીં?

અહીં પાંચ વ્યૂહરચનાઓ આપેલી છે જેનો ઉપયોગ પીસીની મદદથી વર્ગમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે કરી શકાય છે :

  • વિદ્યાર્થીઓના મગજનું અર્થઘટન કરો – વિદ્યાર્થીઓમાં ભણતર / અભ્યાસ વિશે છુપી માન્યતાઓ રહેલી હોય છે. તેઓ માને છે કે તેઓ અમુક ક્ષમતાઓ અથવા પ્રતિભાઓ વિના જન્મેલા છે અને તેઓને પ્રોત્સાહિત કરવાથી આ માન્યતાઓને દૂર કરી શકાય છે. આને દૂર કરવા માટેનું સૌથી મહત્વનું તત્વ છે તેમની પ્રશંસા કરવી, ઉદાહરણ તરીકે, તમે દર અઠવાડિયે તમારી લેખિત અસાઇનમેંટમાં સારું કરી રહ્યા છો. ઓહ બહુજ સરસ! તમે તમારા વાંચનની પ્રેક્ટિસ કરી રહ્યાં છો, તમારું ડ્રૉઇંગ પણ ઉત્તમ લાગે છે. ક્ષમતાઓની પ્રશંસા કરવાથી લાંબા ગાળાના ભણતરને પ્રોત્સાહન મળે છે અને ભવિષ્યમાં વધુ સારું પ્રદર્શન કરવાની પ્રેરણા મળી રહે છે.
  • ધ બડી મેન્ટરીંગ પ્રોગ્રામ - હમેશા તમારા વિદ્યાર્થીઓ માટે શિક્ષક ન બનો, ક્યારેક તેમના મિત્ર બનવાનો પ્રયાસ કરો. આવું કરવાથી તેઓનો આત્મવિશ્વાસ વધશે અને તમારા પ્રત્યેનો વિશ્વાસ ગાઢ થવાના પરિણામે તેમનું પ્રદર્શન પણ સુધરશે. શિક્ષણ અને સંપર્કમાં રહેવા માટેની આધુનિક રીત છે ઓનલાઇન, વન ડ્રાઇવ અને ઇમેલ્સ મારફતે. તમે તમારા ડેટાને આ માધ્યમો પર સંગ્રહ અને શેઅર કરી શકો છો. 
  • 2*4 ટેકનીક વાપરી જુઓ – સરળ અને અસરકારક. વિદ્યાર્થીઓ 4 દિવસ 2 મિનટ માટે પોતાના વિચારો વ્યક્ત કરે તેવું આ ટેકનીક સૂચવે છે. તેઓ તેમને ગમતા કોઈપણ વિષય પર વાત કરી શકે છે – તેમનો ખાસ મિત્ર કોણ છે થી લઈને તેમને કયો વિષય સૌથી વધુ ગમે છે? આવું કરવાથી તમે તમારા વિદ્યાર્થીઓ વિશે. વધુ જાણી શકશો, તેમની સાથે તાલમેલ સાધી શકશો અને તેમને કોઈ મુશ્કેલી હોય તો તે વિશે ચર્ચા કરી શકશો.
  • 4) જૂથ પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરો – વિદ્યાર્થીઓને ભણવા પ્રત્યે ઉત્તેજિત કરવા, સક્રિય શિક્ષણ અને સંચારને પ્રોત્સાહિત કરવા માટે જૂથ કાર્ય એક અસરકારક પદ્ધતિ સાબિત થઈ શકે છે. જૂથ કાર્ય સાથે સંકળાયેલાં વિદ્યાર્થીઓ સહકારી હોય છે અને જે વિદ્યાર્થીઓ એકલાં પ્રવૃત્તિઓ કરતાં હોય તેના કરતાં વધુ સારી પ્રગતિ અને આત્મવિશ્વાસ દર્શાવે છે. (The National Academies Press- https://www.nap.edu/read/5287/chapter/3)

  • પ્રોગ્રેસને ટ્રેક કરતાં રહો – મનુષ્ય સકારાત્મક કરતાં નકારાત્મક વાતોને વધુ જુએ છે. વિદ્યાર્થીઓને તેમનો પ્રોગ્રેસ રિપોર્ટ બતાવીને તમે વિદ્યાર્થીઓમાં સકારાત્મકતા લાવો તેની ખાતરી કરો. તેઓ કેટલાં આગળ વધી રહ્યાં છે તે દર્શાવવા માટે રિપોર્ટને આકૃતિઓ અને એક્સેલના માધ્યમથી દર્શાવી શકાય.

પ્રેરણાદાયી શિક્ષકો વાસ્તવિક હૂંફ અને સહાનુભૂતિ આપે છે જે વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરે છે, જેથી તમારું શિક્ષણ સારું થી ઉત્તમ બની શકે છે!