6 ઓનલાઇન વર્ગમાં ભાગ લેતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો

 

ઓનલાઇન વર્ગો શિક્ષણનું ભવિષ્ય છે. અત્યારની સ્થિતિમાં શિક્ષકો અને તમારા બંને માટે વર્ગોની ઝડપી ગોઠવણી થઈ શકે છે.

 

મનોરંજક ઓનલાઇન અનુભવ માટે તમારી મદદ કરવા અમે છ સરળ વીડિયો શિષ્ટાચાર ટિપ્સ મૂકી છે.

 

જો તમારી આસપાસ નકામો અવાજ આવતો હોય તો પોતાને મ્યૂટ કરી દો.

તમારી આસપાસ વસ્તુઓ હોઇ શકે છે, જેમ કે સીટી વાગવી, તેનાથી તમારા સાથીઓ અને શિક્ષકોને ખલેલ પહોંચી શકે છે. જો તમારા ઘરમાં આવું કઈં ખલેલ પહોંચે એવું હોય તો, સૌથી પહેલાં તમને મ્યૂટ કરી દો.

 

તમને કહેવામાં ન આવે ત્યાં સુધી હમેશાં તમારા વીડિયોને ચાલુ રાખો.

વર્ગને રસપ્રદ અને અરસ-પરસ પ્રવૃત્તિ સભર બનાવવા માટે તમારા વીડિયોને હંમેશાં ચાલું રાખો. તમે નહીં ઇચ્છો કે, તમારા શિક્ષક ખાલી સ્ક્રીન સાથે વાતો કરે. જો તમારા શિક્ષક કહે તો જ તમારા વીડિયોને બંધ કરો.

 

નોંધ કરવા નોટબુક અને પેન હાથવગાં રાખો

ભણવાનું માધ્યમ અલગ હોવા છતાં અનુભવ તો એ જ રહેશે. જ્યારે તમારા શિક્ષક બોલતા હોય ત્યારે મહત્વની બાબતો નોંધવા નોટબુક અને પેન તમારી પાસે જ હોય તેની ખાતરી કરી લો.

 

ટૂંકાણમાં શબ્દો અને અશિષ્ટ શબ્દોને ટાળો

વર્ગમાં કોઇ શબ્દનું ટૂંકું નામ કે અશિષ્ટ શબ્દો બોલવાનું ટાળો. માન પૂર્વક તમે જે રીતે વર્ગખંડમાં હાજર હોય એ રીતે જ બોલો.

 

હંમેશાં સમયસર હાજર રહો

ઓનલાઇન પ્લેટફોર્મનો ઉપયોગ તમારા ફાયદા માટે કરો. શરૂ થાય તેની થોડી મિનિટો પહેલાં વર્ગના વેઇટિંગ રૂમમાં જોડાઇ જાઓ. જેના કારણે વર્ગમાં જોડાવા માટે તમે માનસિક રીતે તૈયાર થઈ જશો અને કોઇપણ વસ્તુને ઝડપથી સમજી સકશો.

 

ભાગ લો અને પ્રશ્નો પૂછો

સંકળાયેલા રહો, પ્રશ્નો પૂછો અને તમે વર્ગખંડમાં હાજર હોય એ રીતે જ ઉદભવતા પ્રશ્ન કરો. પ્લેટફોર્મની પ્રકૃતિને ધ્યાનમાં રાખો. બીજું કોઇ બોલતું હોય ત્યારે વચ્ચેથી અવરોધ ઊભો ન કરો.

 

તમારા આગામી ઓનલાઇન વર્ગમાં આ ટીપ્સનું પાલન કરો અને ઓનલાઇન શીખવાનો આનંદ માણો.