મેકરસ્પેસ ભવિષ્યનું ગ્રંથાલય છે

ટેક્નોલોજી સાથે શૈક્ષણિક પરિદૃશ્યો બદલાઈ રહ્યાં છે. વિપુલ પ્રમાણમાં શૈક્ષણિક પદ્ધતિઓ ફૂલીફાલી રહી છે, જે સમગ્ર દેશની શાળાઓમાં લોકપ્રિયતા મેળવી રહી છે. ફ્લિપ્ડ ક્લાસરૂમથી લઈને ઑનલાઇન સામૂહિક પઠન જેવી પદ્ધતિઓ સુધી, શિક્ષકો સ્થાનીય બાળકોની ડિજિટલ રૂપે શાળામાં રુચિ બનાવી રાખવા માટે અલગ-અલગ ટૂલ્સ અને ટેકનીકો સ્વીકારી રહ્યાં છે.     

 

મેકરસ્પેસ એવું જ એક ટૂલ છે, જેને ફક્ત ભારતની જ નહીં પણ સંપૂર્ણ વિશ્વની શૈક્ષણિક સંસ્થાઓએ પૂરા દિલથી અપનાવ્યું છે. મેકરસ્પેસ એટલે શું? શૈક્ષણિક માળખામાં મેકરસ્પેસ એક એવી જગ્યા છે, જે બાળકોને મફત ટૂલ્સ અને સુવિધાઓ પૂરી પાડે છે, જેનાથી તે પોતાની પરિકલ્પનાઓ અને વિચારોને વાસ્તવિક જીવનમાં લાવી શકે છે.  

 

 

તાજેતરમાં જ મેકરસ્પેસને 2015ના  ન્યૂ મીડિયા કન્સોર્ટિઅમ (NMC) હોરાઇઝન રિપોર્ટ દ્વારા K-12 શિક્ષણ માટે છ સૌથી મહત્વપૂર્ણ શૈક્ષણિક વિકાસોમાંથી એક માનવામાં આવ્યું છે. આ રિપોર્ટ મુજબ, "મેકરસ્પેસને સતત એક એવી પદ્ધતિના રૂપમાં જોવાઈ રહ્યું છે જે શીખવા વાળાને સર્જનાત્મક, હાથથી બનાવેલી ડિઝાઈનોના માધ્યમથી ઉચ્ચ-સ્તરીય સમસ્યાનો ઉકેલ, સંરચના અને પુનરાવૃત્તિ સાથે જોડી રાખે છે. (પાનું 38). બાળકો મેકરસ્પેસ દ્વારા મળતા ટૂલ્સ અને સુવિધાઓની મદદથી પોતાના સિદ્ધાંતોને પરખે છે અને પોતાની પરિકલ્પનાઓ અને વિચારોને જીવનમાં લાવે છે. 

 

મેકરસ્પેસ વિદ્યાર્થીઓને એવાં પ્રશ્નોના ઉત્તર મેળવવા અને એવી સમસ્યાઓનો ઉકેલ શોધવામાં સક્ષમ બનાવે છે, જેમને તે સામાન્ય ક્લાસરૂમમાં શોધી શકતા નથી. તેઓ આની વિસ્તૃત સામગ્રી અને અનુભવોથી જ્ઞાન, કુશળતા અને ટૂલ્સનો ઉપયોગ કરે છે, જે તેમને જટિલ વિભાવનાઓને સહેલાઈથી સમજવામાં સક્ષમ બનાવે છે. 

 

એટલું જ નહીં, મેકરસ્પેસ તેમને એવું પણ કાંઈક નવું કરવા માટે તૈયાર કરે છે જે તેમના અભ્યાસક્રમનો ભાગ નથી પરંતુ તેનું મહત્વ ઘણું હોય છે. [1]

 

વર્ષા ભંબાની, શૈક્ષણિક સલાહકાર જે પહેલાં મુંબઈની આર.એન.પોદ્દાર સ્કૂલ સાથે સંકળાયેલાં હતાં, કહે છે, "મેકરસ્પેસનો ઉપયોગ સામાજિક અને સાંસ્કૃતિક જ્ઞાન લાગુ કરવા માટે પણ કરી શકાય છે. આ બાળકો માટે એક એવું શાનદાર માધ્યમ છે જેની મદદથી તેઓ વિભાવનાઓ વિશે જાણવાની સાથે-સાથે તેમને સારી રીતે સમજવા અને પોતાના સૂચનોને વિકસિત કરી શકે છે."

 

તો તમે તમારી શાળામાં મેકરસ્પેસનું નિર્માણ કેવી રીતે કરશો?   

 

આ પ્રવાસની શરૂઆત કરવા માટે તમારી મદદ કરવા, અમે અહીં માહિતીનો એક સરળ ગ્રાફ આપેલો છે, જેથી તમે પોતાની સ્કૂલમાં મેકરસ્પેસનું નિર્માણ કરી શકશો.

 

 

આની સાથે જ, શ્રીમતી ભંબાની ભલામણ કરે છે કે તમારા મેકરસ્પેસમાં સ્ક્રૅચ, મૅકીમૅકી, મેકબ્લૉક ઇત્યાદિ જેવા વિવિધ પ્રકારના ટૂલ્સ અને સૉફ્ટવેરનો સંગ્રહ કરી લો. આની યાદી અહીં આપેલી છે.[2] આ ટૂલ કમ્પ્યુટરની મદદથી બાળકોમાં સર્જનાત્મકતાનો સંચાર કરવામાં મદદ કરે છે. કમ્પ્યૂટર બિલ્ડિંગ બ્લૉક્સના રૂપમાં કામ કરીને મેકરસ્પેસને જીવિત બનાવે છે, જેનાથી બાળકોને તેમની સર્જનાત્મક દૃષ્ટિનો ખયાલ આવે છે. મેકરસ્પેસમાં, વિદ્યાર્થી ઑનલાઇન કોર્સેસ દ્વારા ડિઝાઇન બનાવવાનું શીખવા માટે, પૂર્ણ પુસ્તકની સ્ક્રીન પ્રિંટિંગ કરવા માટે અને 3ડી પ્રિંટરની મદદથી મૉડલ ઇમારતો અને ઘર બનાવવાનું શીખવા માટે પીસીની મદદ લઈ શકે છે.[3] તેથી આ ઘણું મહત્વપૂર્ણ થઈ જાય છે કે તમે મેકરસ્પેસ માટે સારું પીસી ખરીદો. એક સારું પીસી અનંત શક્યતાઓનાં દ્વાર ખોલી શકે છે. 

 

શૈક્ષણિક મેકરસ્પેસનાં બીજા પણ ઘણાં અલગ-અલગ ફાયદા છે. જોકે એવું નથી કે મેકરસ્પેસના પોતાના કોઈ પડકારો નથી, પરંતુ મેકરસ્પેસ વિદ્યાર્થીઓના પ્રશિક્ષણ અને વિકાસ પર નોંધપાત્ર પ્રભાવ પાડી શકે છે. તમારી શાળામાં મેકરસ્પેસની સ્થાપના કરવાથી ઘણા લાભ થાય છે – જેમ કે જિજ્ઞાસાઓ અને પ્રશ્નોથી ભરેલાં જાગૃત મગજ તૈયાર થાય છે અને તેમના જવાબ શોધવાની ધૂન પણ વિદ્યાર્થીઓમાં ઊભી થાય છે. મેકરસ્પેસ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતાને પ્રોત્સાહિત કરવામાં મદદ કરે છે, એટલાં માટે આને ભવિષ્યનું ગ્રંથાલય પણ કહેવાય છે. તમારી શાળામાં મેકરસ્પેસમાં રોકાણ કરવાથી તમે વિદ્યાર્થીઓની અનંત શક્યતાઓ માટે એક નવો માર્ગ ખોલશો.[4]