શિક્ષણના નવા યુગને અનુરૂપ

 

બદલાતા સમય સાથે, દેશભરમાં અધ્યાપન મૉડેલમાં સુધારો થયો છે. અચાનક જ, દરેકે ડિજિટલ વર્ગખંડના મૉડેલને અપનાવ્યું છે, પીસી લર્નિંગ શિક્ષણના આ નવા યુગના કેન્દ્ર સ્થાને છે.

 

શિક્ષણ માટે ડેલની પહેલના ભાગ રૂપે, અમે શિક્ષકોને તેમના કૌશલ્યને વધારવા અને પીસી સક્ષમ શિક્ષણનો સમાવેશ કરવા માટે વેબિનાર્સ શરૂ કર્યા.

 

75-90 મિનિટ દરમિયાન, તમે પ્રવૃત્ત રાખતા વિચારો, અસરકારક ઓનલાઇન શિક્ષણ, ડિઝાઇન અને વધુ મહત્વના શિક્ષણોના પરિણામો વિશે શીખી શકો છો, જેનાથી શિક્ષણના મોડેલ, આકારણીઓ પર પુનર્વિચારણા, અને ઓનલાઇન સત્ર દરમિયાન શું ટાળવું એ શીખી શકો છો.

 

અમારી ટ્ર્રેનિંગના આ મુખ્ય હેતુઓ છે-

તમારી સંક્રાંતિ માટે

  • ઓનલાઇન માધ્યમ વિશે કોઈ વર્ગ ચલાવો તે પહેલાં તે વિશે જાણો. પોતાને તેની સુવિધાઓ અને સાધનોથી પરિચિત કરો. પહેલાં ટ્રાયલ ક્લાસ ચલાવો.
  • વ્યક્તિગત સંપર્ક માટે તમારા કેમેરાને ચાલુ કરો. વર્ગમાં જવાબ આપવા લોકોને પ્રોત્સાહિત કરો. તેમના પ્રશ્નોનો જવાબ આપો.
  • બાળકોને તૈયારી કરાવી રાખો, જેથી ઇન્ટરનેટના કારણે અડચણ ન આવે અથવા વ્યસ્ત હોય, અને દરેક સત્રને પહેલાંથી રેકોર્ડ કરી રાખો.

ક્રિયાપ્રતિક્રિયાવાળા પાઠ

  • પાઠને નાના ભાગોમાં ભરીને સંક્ષિપ્તમાં ભણાવો. વિડીયોઝ અને પીડીએફ જેવી વાંચન સામગ્રી વિદ્યાર્થીઓને પ્રદાન કરો.
  • બહુવિધ વિષયો અને અદ્યતન માહિતીવાળી ઇ-લર્નિંગ લાઇબ્રેરી બનાવો. ધ્યાન આકર્ષિત કરવા માટે શામેલ વિડીયોઝ અને ઑડિયો ક્લિપ્સનો ઉપયોગ કરો.
  • કરેલી પ્રગતિને ચકાસવા માટે, અરસપરસ સોંપણીઓ, પ્રશ્નોત્તરી અને પોલ્સ દ્વારા વર્ગને જોડી રાખો.

મુશ્કેલીઓના સમયે તમે સામનો કરી શકો છો

  • કેટલાક વિદ્યાર્થીઓ ઑડિયોથી શીખે છે જ્યારે કેટલાક વિડીયોથી. બધા જ વિદ્યાર્થીઓને સાંકળી રાખવા માટે તમારી શીખવવાની રીતોમાં બહુવિધ ફોર્મેટ્સનો ઉપયોગ કરો.
  • પોતાની જાતને સંભવિત ટેક્નિકલ સમસ્યાઓથી અવગત રાખો જે, વિદ્યાર્થીઓના મનમાં ઉપજી શકે છે. ખાતરી કરો કે, ઓનલાઇન દસ્તાવેજો માટે એક્સેસ પ્રદાન કરી શકો.
  • બાળકોને ઓનલાઇન શિક્ષણ દરમિયાન એકલા બેસી ભણવામાં, ગૃપ એક્ટિવિટી માટે સંપર્કમાં રહેવા, આદાન-પ્રદાનની પ્રવૃત્તિ માટે અસાઇનમેન્ટ અને પ્રેઝન્ટેશન બનાવવામાં મદદ કરો.

 

એક શિક્ષક તરીકે તમે બદલાતા સમય માટે પહેલાંથી તૈયાર રહો. તમારી જાતને આગળ વધારવા અને શિક્ષણના ભાવિને સ્વીકારવા માટે, અહીં તપાસો

(https://www.dellaarambh.com/webinars/)