સાયબરબુલિઇંગ વિશે માહિતી અને તેનો સામનો કેવી રીતે કરવો

નિશાંત તેની શાળાની બાસ્કેટબૉલ સિનિયર ટીમ કરતાં વધુ સારું રમતો. પરંતુ અચાનક એક દિવસ એવો આવ્યો કે તે બાસ્કેટબૉલ રમવા માટે તૈયાર જ ન હતો. 14 વર્ષનો નિશાંત રમતથી દૂર ભાગવા લાગ્યો અને તેની રમત પર પણ તેની અસર થવા લાગી.

તેણે તેના પિતાજીને વિશ્વાસમાં લઈને જણાવ્યું કે તેના સિનિયરો ખરાબ શબ્દો લખીને તેના ફોટા શેઅર કરીને ઑનલાઇન માધ્યમો દ્વારા ત્રાસ આપી રહ્યાં છે.

જો તમે કોઈ એવા વ્યક્તિના સંપર્કમાં આવ્યા હો જે બીજા કોઈને ધમકાવવા કે અપમાનિત કરવા માટે ઇંટરનેટનો ઉપયોગ કરે છે તો તે કદાચ સાયબરબુલી હોઈ શકે!

પરંપરાગત ગુંડાગિરી (બુલિઇંગ)ની જેમ સાયબરબુલિઇંગ માટે શારીરિક બળ કે એકબીજાની સામસામે આવવાની જરૂર પડતી નથી. જેની પાસે ઇંટરનેટ અથવા મોબાઈલ ફોન હોય એવી લગભગ દરેક વ્યક્તિ પોતાની સાચી ઓળખ છતી કર્યા વિના બીજા કોઈકને સાયબરબુલી (ધમકાવી) કરી શકે છે.

શું તમને સાયબરબુલિઇંગના લાક્ષણિક ઉદાહરણો વિશે જાણો છો?

  1. સોશિયલ મીડિયામાં અનિચ્છિત ચિત્રો, ફોટાઓ અને સંદેશાઓ પોસ્ટ કરવા
  2. સતામણીજનક ટેક્સ્ટ સંદેશાઓ મોકલવા
  3. બીજા કોઈનો સ્વાંગ રચીને નકલી અકાઉન્ટ બનાવવા
  4. પર્સનલ કમ્પ્યુટર્સ પર ખાનગી ફાઇલો અથવા ફોલ્ડર્સ જોવા

તો તમે સાઇબરબુલીઝનો સામનો કેવી રીતે કરશો?

  1. જવાબ ન આપો: જો તમને કોઈ ધમકી આપે, ત્યારે યાદ રાખો કે બુલી તમારી આવી જ પ્રતિક્રિયા ઈચ્છે છે. આના લીધે તે તમારા પર વર્ચસ્વ દાખવે છે. શું તમે બુલીને પ્રોત્સાહન આપવા માંગો છે?
  2. વેર વાળવું નહીં: બુલી સામે બદલો લેવાથી તમે પણ તેના જેવા જ થઈ જશો અને બુલીના વર્તનને જોર મળશે. આક્રમકતાના આ સમગ્ર ચક્રથી દૂર રહો.
  3. પુરાવા સાચવી રાખો: ડિજિટલ બુલિઇંગમાં એક સારી વાત એ છે કે સતામણીજનક સંદેશાઓને કેપ્ચર કરી શકાય છે, તે સેવ કરી શકાય છે અને જે લોકો મદદ કરી શકે તેમને બતાવી શકાય છે. વાત વધે તેવું હોય તો, સાવચેતી રૂપે તમારે નાનામાં નાની વસ્તુને પણ સાચવી રાખવી જોઈએ.
  4. એવી કોઈ પુખ્ત વ્યક્તિ સાથે વાત કરો જેના પર તમને વિશ્વાસ હોય: તમારી પાસે બેકઅપ હોવું જોઈએ. માતા-પિતાને સામેલ કરવાનું હમેશા યોગ્ય છે પરંતુ – જો તમે તેમને સામેલ ન કરી શકતા હો તો - શાળાના કાઉન્સેલરને સામાન્ય રીતે કેવી રીતે મદદ કરી શકાય તેની ખબર હોય છે. જો તમે કાંઈ પણ વાત કરવા માટે નર્વસ હો, તો શાળામાં કોઈ અજ્ઞાત રૂપે આ ઘટનાની જાણ કરી શકવાનો કોઈ માર્ગ હોય તો તે શોધો.
  5. બુલીને બ્લૉક કરી દો: જો ઈન્સ્ટન્ટ મેસેજીસ, ટેક્સ્ટ અથવા પ્રોફાઇલ કમેન્ટ્સ સ્વરૂપે સતામણી કરવામાં આવતી હોય તો, પોતાની મદદ કરો : તે વ્યક્તિને બ્લૉક કરવા માટે પ્રિફરન્સેસ અથવા પ્રાઇવસી ટૂલ્સનો ઉપયોગ કરો. અને જો ચેટરૂમમાં સતામણી થતી હોય, તો, "રૂમ" છોડી દો.
  6. તમારા પીસીને સુરક્ષિત રાખો: એક સારું એન્ટીવાયરસ તમારા પાસવર્ડ્સને સુરક્ષિત રાખશે અને તમને સાયબર ધમકીઓથી સલામત રાખશે. Dell પીસી McAfee એન્ટીવાયરસનાં 15 મહિનાના સબસ્ક્રિપ્શન સાથે મળે છે. ડેલ તમને એક સલામત અને સુરક્ષિત સાયબર અનુભવની ખાતરી આપે છે.

શું તમે એવી કોઈ વ્યક્તિને જાણો છો જેણે સાયબરબુલીને પકડ્યો હોય? #DellAarambh નો ઉપયોગ કરીને ટ્વીટ કરો અને તેમના વિશે અમને જણાવો.