પીસીનો ઉપયોગ કરીને આ ગોખણપટ્ટી વિરોધી દિવસના રોજ જીવનમાં પ્રકરણોને લઈ આવો

 

શિક્ષક તરીકે, તમારી પાસે બાળકના અભ્યાસ સાથેના સંબંધોને રૂપાંતરિત કરવાનું સામર્થ્ય છે. પરીક્ષા પૂર્વે બાળકે કરવી જોઇતી કોઇ બાબત કરતાં, તમે તેને તમારા અથવા માતાપિતાના ટોક્યા વિના બાળકને જે રીતે તે કરવા ઇચ્છે છે તેવું બનાવવાના પગલાં લઈ શકો છો.

આમ કરવામાં પીસી તમને મદદ કરી શકે છે, અહીં તમે કેવી રીતે જીવનમાં પાઠને ઉમેરી શકો છો તેની રીતો દર્શાવવામાં આવી છે:

1) વર્ગમાં આશ્ચર્યના પરિબળને લઈ આવો

આ કંઈક એવી બાબત છે જે તમારા વિદ્યાર્થીઓને અભ્યાસ સામગ્રીને પરીક્ષા પછી વધુ લાંબા સમય સુધી યાદ રાખવામાં મદદ કરશે. તમારા વર્ગને અનુમાન લગાવવા અને ઉત્સુક બનાવવા બૉર્ડ પર એવાં આડાઅવળા શબ્દો લખો જે તમારા પાઠથી સંબંધિત હોય જેમ કે “het nuvreilovoi” – The Revolution!

2) ઉદાહરણો દર્શાવો

તમારા વિદ્યાર્થીઓ પર તેની અસર જોવા માટે તમારે ખરેખર તેને અજમાવી જોવું જોઇએ. તમે હમણાં જ ભણાવેલા શેક્સપીઅરના નાટકનું મૂવી સંસ્કરણ દેખાડવા જેવી સાવ સરળ બાબત અથવા વર્ગને છોડના ચક્રને દર્શાવવા માટે છોડની પાસે લઈ જવો – ઉદાહરણો દર્શાવીને ઘણું શીખી/ શીખવી શકાય છે.

3) તમારા વિદ્યાર્થીઓને ઉંડા વિચારો કરવા અને જોડાણો બનાવવા માટે પ્રોત્સાહિત કરો

આમ કરવા માટે, તમારે તમે આપેલા વિષય પર પીસી પર સંશોધન માટેનો સમય ફાળવવો પડશે અને પછીથી વર્ગને તેનાં પર વાદ-વિવાદ કરવા માટેનો સમય આપવો પડશે. આ તમારા વિદ્યાર્થીઓને વિભાવનાઓ, વધુ એબ્સ્ટ્રેક્ટ ટર્મ્સ વિશે ઉંડાણપૂર્વક વિચારવા અને વિવિધ વિષયો વચ્ચેના જોડાણો બનાવવા તરફ દોરી જશે.

4) ગૃહકાર્યને ઉત્સાહવર્ધક બનાવો

શું તમે ક્યારેય તમારા વિદ્યાર્થીઓને Drawisland (ડ્રૉઇસલેંડ) જેવાં પીસી સંસાધનનો ઉપયોગ કરીને કાર્ટૂન્સમાં બદલાતા જોયા છે?
માત્ર એ ઉત્સાહ અને તમારા વર્ગના શીખવા માટેની બાબતોની કલ્પના કરો!

5) પેપર્સનો અભ્યાસ કરવા માટે વર્ગમાં સમય ફાળવો

ઘણીવાર, બાળકો પરીક્ષાની પહેલાં છેલ્લી મિનિટે પ્રશ્નપત્રોનો અભ્યાસ કરતા હોય છે અને પછી ઢગલો શંકાઓમાં ફસાઈ જતાં હોય છે. આ સંભાવનાને ટાળવા માટે, તમે વર્ગ પરીક્ષાને એક નિયમિત આયોજન બનાવી શકો છો અને Wikispaces Classroom, Google Classroom અથવા ઈમેઇલ દ્વારા તમારા વિદ્યાર્થીઓને ફીડબૅક પુરું પાડી શકો છો જેથી તમારા વિદ્યાર્થીઓ પુનરાવર્તન કરતી વખતે ફીડબૅકનો સંદર્ભ લઈ શકે.

વિદ્યાર્થીઓને ભણાવવાનો સમગ્ર હેતુ એ છે કે તેઓ વિભાવાનાઓને અપનાવે અને પરીક્ષા પછી લાંબા સમય સુધી બધું જ યાદ રાખે, જે ગોખણપટ્ટીમાં મોટાભાગે થતું નથી. તમે તમારા લેસન પ્લાન્સ સાથે શરૂ કરી શકો છો અને ટુંક સમયમાં જ તફાવત નિહાળી શકો છો. હેપ્પી ટીચિંગ!