BYOD: શિક્ષણનું એવું વલણ જેને તમે અવગણી ના શકો

 

તમારા બાળક માટે ઘરે પીસી લઈ આવવું એ તમારા બાળકને પ્રતિદિન તેનું મનપસંદ રમકડું ગિફ્ટમાં આપવા સમાન છે. તમારૂં બાળક માત્ર બટનની એક ક્લિક સાથે રમે છે, ભણે છે અને દુનિયાનું અન્વેષણ કરે છે – હવે આવી જ ઉત્તેજનાની કલ્પના કરો જ્યારે તમારૂં બાળક શાળામાં તેના પોતાના પીસીનો ઉપયોગ કરીને ભણી શકશે!

BYOD અથવા બ્રિંગ યૉર ઑન ડિવાઇસ (તમારૂં પોતાનું ઉપકરણ લઈને આવો) એ વિશ્વભરમાં શિક્ષણનું વલણ બનવા જઈ રહ્યો છે, અહીં તમારે જાણવી જોઇતી તમામ બાબતો પ્રસ્તુત છે.

તો, BYOD શું છે?

તાજેતરના સર્વેક્ષણમાં, પ્રમુખ સોફ્ટવેર પ્લેયર, એડૉબ, એ તારણ આપ્યું છે કે લગભગ 85% શૈક્ષણિક સંસ્થાઓ માને છે કે એવું વાતાવરણ પુરું પાડવું જરૂરી છે જે ટેક્નોલૉજી અને શિક્ષણનું ઉચિત મિશ્રણ ધરાવતું હોય. [1] તમામ વયના બાળકો માટે રોજિંદા શિક્ષણમાં ટેક્નોલૉજીના સંમિશ્રણ માટે BYODનો અભ્યાસ આવશ્યક છે.

જ્યારે યોગ્ય આંતરમાળખું ગોઠવાઈ જાય, જેમ કે ઇંટરનેટ ઍક્સેસ અને પર્યાપ્ત ચાર્જિંગ પૉઇંટ્સ, પછી બાળકોએ માત્ર તેમનાં પીસીને શાળાએ લઈ જવાના રહેશે.

બાળકોને તે કેવી રીતે મદદરૂપ બનશે?

અભ્યાસ માટે કમ્પ્યુટરનો ઉપયોગ કરીને ફાયદો મેળવવામાં બાળક માટે ઉંમર બાધારૂપ નથી. વર્ગ દરમિયાન શીખવા માટે બાળક જ્યારે પોતાનું પીસી ધરાવે છે ત્યારે સમાન ફાયદાઓ વધુ મોટાં બની જાય છે. વારંવારના ઉપયોગથી, બાળક તેમનાં પીસીના ક્રિયાકલાપોથી પરિચિત બને છે – જે શાળામાં નવી ટેક્નોલૉજીને શીખવામાં તેમનાં સમય અને પ્રયાસોની બચત કરે છે. આ સમય અને પ્રયાસોનો ઉપયોગ વાંચન અને એસાઇનમેન્ટ પર કામ કરવામાં કરી શકાય છે. વધુમાં, કેમ કે તે પોતાનું પીસી હોવાથી બાળકો અંગત રીતે જવાબદાર હોવાની લાગણી ધરાવે છે, જે બદલામાં અભ્યાસમાં પણ તેમને વધુ રસ લેતાં કરે છે. જર્નલ BYOD ને વિદ્યાર્થીઓ માટે “શિક્ષણને તેમનાં પોતાના હાથમાં લેવાના” એક માર્ગ તરીકે જણાવે છે – એક એવી કુશળતા જેને દરેક બાળકે પોતાની ભાવિ કારકિર્દી માટે વિકસાવવી જોઇએ. [2] 

ભાવિ શું ધરાવે છે?

ભવિષ્ય આપણાં જીવનના દરેક પાસામાં ટેક્નોલૉજીને આલિંગન આપવા અને આ પરિવર્તનોને અપનાવવામાં ઝડપી બનવા અંગે છે. તો, તે આજના બાળકોને જલ્દી શરૂ કરવા તૈયાર થવામાં મદદ કરે છે. શાળાઓમાં આઇટી ખંડો એક સારી શરૂઆત છે અને મોટાભાગની ભારતીય શાળાઓમાં ‘કૉમનપ્લેસ’ છે. આગળનું પગલું અભ્યાસના રૂટિન માટે ઘર અને શાળામાં ઉપયોગ માટે દરેક બાળક પોતાનું પીસી ધરાવતું થાય તે હશે જે વિષયની બાબતોને માત્ર યાદ રાખવા કરતાં વિભાવનાઓને સમજવા માટે અને વધુ શીખવા માટે મદદરૂપ બની રહેશે.