BYOD: તે શાળાઓ માટે શું અર્થ ધરાવે છે

 

BYOD શું છે?

BYOD અથવા Bring your own Device (તમારૂં પોતાનું ઉપકરણ લઈને આવો) એ બાળકો જ્યારે શાળામાં શીખવા માટે ઘરેથી પોતાના પીસી લઈને આવે છે તે છે. પીસી વર્ગખંડો, બાળક જો પસંદ કરે તો વિશ્રામના સમય પર અને શાળા-પછીની કોઇપણ પ્રવૃત્તિ જેવી કે Coding Club જેમાં પીસીની જરૂર પડે છે, ઉપયોગી છે. આ એક વલણ છે જે સમગ્ર ભારતની શાળાઓમાં સ્થાન પામી રહ્યું છે કેમ કે તે પીસીનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને શીખવા માટેનો અસરકારક માર્ગ છે.
ડિજિટલ સહજ વિદ્યાર્થી માટે કેસ બનાવવો

ડિજિટલ સહજ વિદ્યાર્થી કોણ છે?

તમારા તમામ વિદ્યાર્થીઓ.
આજના બાળકો માત્ર ક્યારેક જ પીસીનો ઉપયોગ કરતાં નથી, તેઓ તેમની સાથે વૃદ્ધિ પામી રહ્યાં છે. તે તેમનાં રોજિંદા અભ્યાસ ક્રમનો પ્રાકૃતિક હિસ્સો બની ગયું છે અને તેમ હોવું પણ જોઇએ. તમારા પોતાના પીસીને શાળાએ લઈ જવું એ તેનાં પોતાના ફાયદાઓ ધરાવે છે, વધુને વધુ ફાયદાકારક બનતું જાય છે કેમ કે બાળકો મોટાં થઈ રહ્યાં છે. અહીં એ કારણો આપવામાં આવ્યાં છે કે શા માટે તમારી શાળામાં તમારે BYOD ને પ્રોત્સાહન આપવું જોઇએ:

1) વિદ્યાર્થીઓ માત્ર એટલાં માટે ખુશ છે કે તેઓ પોતાના પીસીનો ઉપયોગ કરવામાં સૌથી વધુ અનુકૂળતા અનુભવે છે.
2) પીસીને શરૂ કરવામાં અથવા ફાઇલ્સને સેવ કરવા જેવી મૂળભૂત બાબતો પર વર્ગખંડમાં સમયનો કોઇ બગાડ થતો નથી કેમકે વિદ્યાર્થીઓએ આ મૂળભૂત બાબતોને ઘરે જ શીખી લીધી હોય છે.
3) કેમ કે વિદ્યાર્થીઓ નિયંત્રણમાં હોવાથી, તેમને વધુ સભાન રહેવું પડે છે અને વર્ગમાં વધુ ધ્યાન કેંદ્રીત કરવું પડે છે, જે સકારાત્મક અને ઉત્પાદક શિક્ષણ અનુભવમાં પરિણમે છે.

શિક્ષકોને કેવી રીતે ફાયદો મળી શકે છે?

તેમનાં વિદ્યાર્થીઓ માટે BYOD સાથે શિક્ષકોને પણ ખૂબ ફાયદો મળી રહે છે. તે માત્ર સમગ્ર વર્ગખંડને પીસી-સક્ષમ હોવાનો અનુભવ જ કરાવતું નથી અને સામાન્ય કરતાં વધુ સામેલગીરી ધરાવે છે પરંતુ વિદ્યાર્થીની ક્ષમતા મુજબ શિક્ષણ સામગ્રીને તૈયાર કરવામાં પણ શિક્ષકને સહાયક બને છે. શિક્ષકો વાસ્તવિક-સમયમાં વિદ્યાર્થીઓના કાર્યની દેખરેખ રાખી શકે છે અને સરળતાની નવાં અસાઇનમેન્ટ્સ અને પ્રોજેક્ટ્સ જારી કરી શકે છે.

શાળાએ શું ઉપલબ્ધ કરાવવાની જરૂર છે?

BYOD ના સફળ અમલીકરણ માટે, શાળાએ નીચેની બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે:

1) ચાર્જિંગ સ્ટેશન્સ
2) વાઇ-ફાઇની સુલભતા
3) આઇટી ટીમ જે જ્યારે જરૂર પડે ત્યારે બાળકોની મદદ કરી શકે.
4) અભ્યાસ કરાવવા માટે પીસીનો અસરકારક રીતે ઉપયોગ કરી શકે તે રીતે શિક્ષકોને પ્રશિક્ષિત કરવા

તે શાળાની તરફથી ઘણો બધો સમય, પ્રયત્ન અને કાળજીપૂર્વકનું આયોજન માંગી લેશે, પરંતુ તે ખૂબ જ ઉપયોગ બનશે કેમ કે તમારા વિદ્યાર્થીઓ પીસીની મદદથી શીખવા માટે પહેલાં ક્યારે નહોતાં તેનાં કરતાં વધુ પ્રેરિત બનશે.