અભ્યાસક્રમો જેને તમે તમારી રજાઓ દરમિયાન કરી શકો છો

 

 

રજાઓ મજાની હોય છે, પરંતુ કોણ કહે છે કે તમે ભણતી વખતે મજા ન માણી શકો? ઈ-લર્નિંગની લોકપ્રિયતાએ – કલા અને સંસ્કૃતિથી લઈને કોડિંગ અને વિજ્ઞાન સુધી સંખ્યાબંધ ઑનલાઇન અભ્યાસક્રમોનું નિર્માણ કર્યું છે. હવે તમે તમારા જ્ઞાનને વિસ્તારી શકો છો અને બટનના સ્પર્શ માત્રથી નવાં કૌશલ્યોને વિકસાવી શકો છો.

1. ખાન અકાદમી દ્વારા ફીઝિક્સ (ભૌતિકશાસ્ત્ર)

તકનીકીના ઝડપી વિકાસની સાથે, મૂળભૂત અધિકારો મેળવવા હવે ખૂબ જરૂરી બન્યાં છે. વસ્તુઓ કેવી રીતે કામ કરે છે તેને સમજવા માટે ભૌતિકશાસ્ત્રનું જ્ઞાન સાધનરૂપ છે. ખાન અકાદમીના ટુંકા અભ્યાસક્રમો ગતિ, ધ્વનિ, અને પ્રકાશ જેવી હાર્દસમ વિભાવનાઓને કોયડાં અને મૂલ્યાંકનોની મદદથી સરળ બનાવશે.

લિંક: https://www.khanacademy.org/

2. ઈડીએક્સ દ્વારા હાઉ વર્ચ્યુઅલ રિયાલિટી વર્ક્સ (આભાસી વાસ્તવિકતા કેવી રીતે કાર્ય કરે છે)

વર્ચ્યુઅલ રિયાલિટી (વીઆર) એ વિશ્વને હચમચાવી નાંખનારી અદ્યતન તકનીકી છે – તેણે આપણાં વિશ્વની સાથે આપણે કેવી રીતે આંતરક્રિયા કરીએ છીએ તે રીતને સમૂળગી બદલી નાંખી છે. પરંતુ આપણે તેનાં વિશે કેટલું જાણીએ છીએ? તેની પાછળના હાર્ડવેર અને સોફ્ટવેર કયા છે? આ અભ્યાસક્રમમાં, તમે વર્ચ્યુઅલ રિયાલિટીની પાયાની બાબતો અને WebVR (વેબવીઆર)નો ઉપયોગ કરીને તેને કેવી રીતે લાગુ કરવા તેનાં વિશે શીખવા સક્ષમ બનશો.

લિંક: https://www.edx.org/course/how-virtual-reality-works

3. કોર્સેરા દ્વારા ફોટોગ્રાફી બેઝિક્સ એન્ડ બિયોન્ડ : ફ્રોમ સ્માર્ટફોન ટુ ડીએસએલઆર સ્પેશિયાલાઇઝેશન (ફોટોગ્રાફીના મૂળભૂત તત્વો અને તેથી આગળ : સ્માર્ટફોનથી ડીએસએલઆર વિશેષજ્ઞતા સુધી)

શું તમે તમારી આસપાસની દરેક વસ્તુના ચિત્રોને ક્લિક કરવાનું પસંદ કરો છો? આ અભ્યાસક્રમમાં તજજ્ઞો પાસેથી ફોટોગ્રાફીના વિવિધ પાસાઓ જેવાં કે ઍક્સ્પોઝર, કમ્પોઝિશન, લાઇટિંગ અને તેથી વધુને શીખવા માટે વેકેશન એ સાચો સમય છે.

લિંક: https://www.coursera.org/specializations/photography-basics

4. યુડેમાઈ દ્વારા ઍક્સેલ ક્વિક સ્ટાર્ટ ટ્યુટોરિયલ : 36 મિનિટ્સ ટુ લર્ન ધ બેધિક્સ (36 મિનિટમાં મૂળભૂત બાબતોને શીખો)

ઍક્સેલ પર સંખ્યાઓની સાથે માથાકૂટ કરવી એ શાળા પ્રોજેક્ટ્સ માટે વિગતોના વિશ્લેષણ કરવા તરફનું પ્રથમ પગલું છે. સોર્ટિંગ, ફિલ્ટરિંગ, પિવોટ ટેબલ્સ, વિલૂકઅપ અને વધુ – આ અભ્યાસક્રમ તમને ઍક્સેલમાં તજજ્ઞ બનવા માટે જરૂરી એવી તમામ બાબતોને આવરી લે છે.

લિંક: https://www.udemy.com/excel_quickstart/

આ ઑનલાઇન ઉપલબ્ધ અન્ય અગણિત અભ્યાસક્રમોમાંથી ચાર અભ્યાસક્રમો છે, જે એ સાબિત કરે છે કે શીખવું એ માત્ર શાળામાં જ પુરું થઈ જતું નથી. જ્યારે તમે તે કરી રહ્યાં હો ત્યારે, એ સુનિશ્ચિત કરો કે તમે આફ્ટર-સ્કૂલ ક્લબ્સ માટે નામાંકન કરાવ્યું હોય, જેની મજા પણ તમે માણો છો.