ડેલ આરંભ: કેમ, શું અને કેવી રીતે - અત્યાર સુધીની મજલ

એ દિવસ હતો 6 જૂન, 2019, જ્યારે અમે આખા ભારતનાં વિવિધ શહેરોમાં પીસી શિક્ષણ આપવા ડેલ આરંભને લૉન્ચ કર્યું હતું, ખાસ કરીને ટાયર 2 થી ટાયર 4 શહેરો જેવાં કે, મેરઠ, રાંચી અને નાસિક.

વર્ષ 2016  માં, ભારતમાં ટેલિડેન્સિટી વધીને 5૦.33% 1 થઈ ગઈ હતી, પરંતુ ગ્રામીણ વિસ્તારોના લોકો હજી પણ તકનીકી વિશે જાગૃત નહોંતા. અને એ જ સમયે અમે અહીં આવ્યા.

આવું કરવા માટે, અમારે ગોખણપટ્ટી વાળી શીખવાની પરંપરાગત રીતોમાંથી બહાર આવવું પડ્યું પડ્યું અને શીખવાના એક પ્રકાર તરફ આગળ વધવું પડ્યું જે આકર્ષક અને અસરકારક હતો. અમે માતા, શિક્ષકો અને વિદ્યાર્થીઓને મનોરંજક, આકર્ષક અને હાથવગી રીતે પીસી કુશળતા શીખવવા માટે શિક્ષિતોના સમૂહ સાથે એક નેટવર્ક વિકસિત કર્યું છે.

તો પછી અમારી મજલ કેવી રહી?

શિક્ષકો માટે મહત્તમ તાલીમ મૂલ્ય મેળવવા માટે અમે સેન્ટર ફોર ટીચર એક્રેડેશન (સીઈએનટીએ) સાથે ભાગીદારી કરી અને એક મનોરંજક અને સ્પર્ધાત્મક અધ્યાપન પ્રોફેશનલ્સ ’ઓલિમ્પિયાડ પણ શરૂ કર્યું.

પોલિસી હેક દ્વારા, અમે અધ્યાપકોને પડકાર આપ્યા છે કે શિક્ષકો દ્વારા વર્ગખંડની બહાર અને અંદર અનુભવાતી સમસ્યાઓના રચનાત્મક ઉકેલ લાવે. આ ઉપરાંત, ટાટા ક્લાસએજ સાથેની અમારી ભાગીદારી અમને શાળાઓમાં ડિજિટલ તાલીમ લેવાની મંજૂરી આપે છે, જેથી અમે શિક્ષકોને વર્ગખંડોમાં તકનીકી લાગુ કરવા માટે જરૂરી જ્ઞાન પ્રદાન કરી શકીએ.

તો ભવિષ્ય કેવું લાગે છે?

ત્રણ વર્ષ બાદ, અમે યુનેસ્કો એમજીઆઈઇપી દ્વારા વિકસિત તાલીમ સામગ્રી સાથે ફ્રેમસ્પેસ પ્લેટફોર્મ દ્વારા શિક્ષકોને તાલીમ આપવા માટે યુનેસ્કો મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઑફ એજ્યુકેશન ફોર પીસ એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ (યુનેસ્કો-એમજીઆઈપી) સાથે ભાગીદારીની સુવિધા આપી છે. આ ત્રણ દિવસીય વર્કશોપ હશે અને ત્યારબાદ 200 કલાકની ઓનલાઇન તાલીમ આપવામાં આવશે.

અને તે બધુ જ નથી&hellip

4,507 શાળાઓએ લાભ મેળવ્યો છે, 83,501 શિક્ષકો પ્રશિક્ષિત અને પ્રમાણિત છે, અને 1,13,708 માતાઓને તાલીમ આપવામાં આવી છે, આ તાલીમોએ આપણા દેશમાં વ્યાપક અસર પેદા ઊભી છે. ભવિષ્ય તરફ નજર કરીએ તો, 2020 નો આરંભ માટે એક મહત્વનું વર્ષ બની રહ્યું છે, કારણ કે આ પ્રશિક્ષિત શિક્ષકો હવે વધુ લોકોને તાલીમ આપી શકશે - એવા વ્યક્તિઓની સાંકળ બનાવશે જેઓ ફક્ત શિક્ષણવિદો માટે નહીં, પરંતુ જીવનમાં પીસીનો ઉપયોગ કરવા માટે સજ્જ અને આત્મવિશ્વાસ ધરાવતા હોય.