#DigiMoms - આ તમારી માટે માર્ગદર્શક છે!

 

તમે તમારા બાળક માટે સુપરવુમન અને રોલ મોડલ (આદર્શ) આ બધું જ છો. તે સાથે જ તમે તેમના #DigiMom પણ છો. તો, આ બધું તમે કેવી રીતે કરશો?

 

1. માયાળુ વ્યવહારનો હમેશા ફાયદો જ થાય છે

તમારી માયાળુ વૃત્તિ જ તમને ઘડશે!

એક માતા સ્વરૂપે સવારે ઉઠાડવાથી લઈને તમારા બાળકને સુવડાવવા સુધીની દરેક ક્ષણ તમારી માયાળુ વૃત્તિની કસોટી હોય છે. એક વાત તો નક્કી જ છે કે તમારું બાળક તમારી પાસે ઘણી બધી વસ્તુઓની માગણી કરશે અને દેખીતી રીતે જ ટેકનોલોજી સંબંધિત અરજીઓ / માગણીઓ થોડી મુશ્કેલ હોઈ શકે છે. તમારાં બાળકોને તેમનું કહેવું સાંભળવામાં આવે છે તેની ખાત્રી કરાવવા માટે દિવસનો થોડો સમય ટેક્નોલોજી માટે અલગ ફાળવી રાખો. તેમાં પીસી અને મોબાઇલ બન્નેનો સમાવેશ કરો. જ્યારે તમારા બાળકને ખબર પડી જશે કે આ સમય જ ટેક્નોલોજી માટે છે તો તે અનપેક્ષિત માગણીઓ નહીં કરે.

 

2. ધીરજ ધરવી ખૂબ જરૂરી છે - તેને વધારો

ખાસ કરીને તમને તમારા બાળકના શિક્ષણ માટે પીસી પર યોગ્ય રીસોર્સ ચૂંટવાનો હોય ત્યારે ધીરજ ધરવાની જરૂર સૌથી વધારે હોય છે. તમારા બાળકને કોઈપણ વેબસાઇટ વાપરવા આપવાથી પહેલાં તમે તે વેબસાઇટ તપાસી જુઓ. તમારા બાળકે ન જોવી જોઇએ એવી કોઈ માહિતી વેબસાઇટ પર ન હોય તેની ખાત્રી કરી લો. બીજી એક વાત જેની તમારે સાવચેતી રાખવી જોઇએ તે છે ખોટાં સમાચારો અને ડેટા. તમારા બાળકને બનાવટી વાતો અને હકીકતને અલગ કરતાં શીખવો

 

3. ધ્યાન આપો

તમારા બાળકોને ઘણાં પ્રશ્નો પૂછવા હશે. તેનો જવાબ કાં તો તમારે આપવો પડશે અથવા તો ઇંટરનેટ આપશે. ઇંટરનેટ તરત જ જવાબ આપી દેશે પરંતુ હમેશા તે સાચો જવાબ આપશે એવું જરૂરી નથી. આવી સ્થિતિમાં, સૌથી સારો માર્ગ છે તેમની પાસે હાજર રહો અને સાંભળો.

પ્રત્યેક માતા પાસે કરવાના કામોની ચેકલિસ્ટ (યાદી) હોય છે અને ડિજિટલ પેરેન્ટિંગમાં પણ એ જરૂરી છે. તમારી એક ચેકલિસ્ટ બનાવો અને તમે થોડા સમયમાં જ ડિજિટલ પેરેન્ટિંગમાં મહારથ મેળવી લેશો. અહીં મહત્વની વાત છે થોડો સમય કાઢીને પીસીની મદદથી તમને અને તમારા કુટુંબને જેટલો ફાયદો થઈ શકે છે તે મેળવી લો. હેપી ડિજિટલ પેરેન્ટિંગ!