#DigiParents - 3 બાળકોના ઇન્ટરનેટ ટાઈમનુ અસરકારક મેનેજમેંટ માટે સલાહ-સૂચન.

 

બાળકોને રમત રમવા અને અંતહીન બાબતો શીખવા અને ઉપલબ્ધ મનોરંજક વિષય-વસ્તુની વિશાળ રેન્જ માટે અંતહીન સ્ક્રોલિંગ કરવા ઇન્ટરનેટ ગમે છે.

 

છતાં, એક સ્પષ્ટ ઉણપ છે. મોટા ભાગના સમયે સ્ક્રોલિંગ નિરર્થક બની શકે છે અને જોખમીરીતે ઘણો મોટો સમય TV શો અને કાર્ટૂન જોવામાં બરબાદ થઈ શકે છે. અને તેથી અમે સાદા સૂચનો શેર કરીએ છીએ જે તમે, માબાપ તરીકે, અસરકારક રીતે તમારા બાળકોના ઇન્ટરનેટ અને સ્ક્રીન ટાઈમને મેનેજ કરવા તુરત જ ઉપયોગ કરી શકો.

 

  1. નવા કૌશલ્ય શીખવા પ્રોત્સાહિત કરવા

 

ખાતરી રાખો કે બાળકો નવા કૌશલ્યો શિખવા જુદી જુદી જાતના મીડિયા અને ઇ-લર્નિંગ પ્લેટફોર્મ્સ અને એપ્સનો ઉપયોગ કરી રહ્યા છે જેની રેન્જ છે ઓરોગામી તથા વિજ્ઞાન પ્રોજેકટથી માંડીને ગાવું અને નવી ભાષા શીખવી.

 

તેમનું કામ દુનિયા સાથે શેર કરો. તમારા બાળકોને શક્ય તેટલો ફિડબેક મેળવવા દો. ઇન્ટરનેટ, કીડ્ઝ એન્ડ ટેકનો ઉપયોગ તમારા લાભ માટે કરો. અમારી ઉપર વિશ્વાસ રાખો. બહુ ઓછા સમયમાં તેઓ સોફા પર પડ્યા રહેવા કરતાં અને કાર્ટૂન્સ જોવા કરતાં ઘણું બધુ વધુ કરતાં હશે, દરેકે દરેક દિવસે.

 

  1. શોખ અને ગંભીર ચિંતનને પ્રોત્સાહિત કરો.

 

તમારા બાળકોને અભ્યાસેતર પ્રવ્રતિઓ ઉપરાંત ક્લાસિઝ ભરવા માટે પ્રેરિત કરો. કદાચ તમારું બાળક એક સંગીત સાધન જેવુ કે પિઆનો વગાડવાનું શરૂ કરવા માંગે છે. પુષ્કળ ઓનલાઇન પ્લેટફોર્મ્સ છે કે જે કોર્સીઝ ઓફર કરે છે. તેમનું વિકાસની ધૂન તરફ ધ્યાન દોરો.

 

તમે તેમને માનસિક વિકાસની રમતો જેવી કે સુડોકુ અને ક્રોસવર્ડ્ઝ રમવા તરફ લઈ જઇ શકો છો, જે સહેલાઇથી, ઓનલાઇન, મળી શકે છે. આ તેમની યાદશક્તિ અને તર્કસંગત કૌશલ્યો સૂધારશે.

 

એપ્સ જેવી કે ક્લોકવર્ક બ્રેઇન અથવા બ્રેઇનબિન ચૂનોતી આપશે તમારા બાળકને કોયડાઓ, મેમરી અને અન્ય શૈક્ષણિક-રમતો મારફત શિક્ષિત બનાવશે. ગંભીર ચિંતન 21મી સદીની એક આવશ્યકતા છે અને એ મહત્વનુ છે કે આવતીકાલના બાળકો તેને વિકસાવે.

 

  1. ગાઇડેડ એક્સેસ અને લિમિટેડ એક્સેસ

 

ફીચર્સ જેવા કે ‘ગાઇડેડ એક્સેસ’ સમયને મર્યાદિત કરે છે કે જેમાં ખાસ પ્રકારની એપ્સને તમે એક્સેસ કરી શકો છો તે. તમે જુદી જુદી એપ્સ માટે જુદી જુદી ગેમ્સ અને સ્ટ્રીમીંગવાળી એપ્સ માટે વધુ પ્રતિબંધ સાથે લિમિટ સેટ કરી શકો છો. ગાઈડેડ એક્સેસ તમારા બાળકોને તેમનો સમય ટેકનૉલોજી સાથે વધુ લાભકારક રીતે ઉપયોગ કરવામાં મદદ કરશે.