ગુગલ સેફ સર્ચ વિશે જાણવા જેવી બાબતો

 

આપણે ઇંટરનેટ જગતમાં જીવી રહ્યાં છીએ. આપણને જોઈતી માહિતી ફક્ત કેટલાંક ક્લિક્સમાં જ મળી રહે છે. ઇંટરનેટ તમારા બાળકો માટે માહિતીનો સમૃદ્ધ સ્ત્રોત બની શકે છે, તે સાથે સાથે તે એવી માહિતી પણ આપી શકે છે જે તમારા બાળકના યુવાન, પ્રભાવશાળી મગજ માટે અસુરક્ષિત હોય. ડિજિટલ વાલી તરીકે, તેઓ ઑનલાઇન હોય ત્યારે સુરક્ષિત અને સલામત છે તેની ખાત્રી કરવા માટે તમે તેમના ઑનલાઇન સર્ચ વર્તન માટે જવાબદાર છો. આ કાર્યને ગૂગલ સેફસર્ચ નામક એક સરળ અને કાર્યક્ષમ ટૂલ દ્વારા પાર પાડી શકાય છે.

ઇંટરનેટ પર ગૂગલ એક અગ્રણી સર્ચ એંજિન હોવાથી, અયોગ્ય સાઇટો પરના  અમર્યાદિત એક્સેસને તમે એક બટન દબાવીને તમારા નિયંત્રણમાં લાવી શકો છો.   

 

પરંતુ સૌથી પહેલાં તો આ શું છે?

ગૂગલ એ લગભગ આપણા બધા ડિવાઇસ પરનો પસંદીદા સર્ચ એંજિન છે અને વાલીઓનું સર્ચ રિઝલ્ટ્સ પર નિયંત્રણ હોવા છતાં, કેટલીક સર્ચ ક્વેરીઝમાં અયોગ્ય કંટેન્ટ આવી શકે છે. સેફસર્ચની મદદથી આવા કંટેન્ટ (ઇમેજિસ અને વિડીઓઝ પણ) ને ફિલ્ટર કરીને રોકી શકાય છે. આવી રીતે ગૂગલ વાલીઓને પેરેન્ટલ કંટ્રોલ સેટ કરવામાં મદદ કરે છે જે વાસ્તવિક રૂપે કામ કરે છે.

 

ગૂગલ સેફસર્ચનું સેટઅપ કેવી રીતે કરવું?

  • તમારા વેબ બ્રાઉઝરોમાં સેફસર્ચ એક્ટીવેટ કરવા માટે ગૂગલ સર્ચ સેટિંગ્સ પેજની મુલાકાત લો - google.com/preferences
  • “Turn on SafeSearch” બૉક્સ પર ચેક કરો.
  • તેની બાજુમાં લખેલાં બ્લુ શબ્દો પર ક્લિક કરો - “Lock SafeSearch”
  • જો તમે જીમેલ અકાઉન્ટમાં લૉગઇન ન કર્યું હોય તો સેફસર્ચ સેટિંગ લૉક કરતાં પહેલાં તમારે તેમાં લૉગઇન કરવું પડશે. (કોઈને બ્રાઉઝિંગ પહેલાં સરળતાથી સેફસર્ચ બંધ કરતાં રોકવા માટે)
  • તમારે તમારી બ્રાઉઝર સેટિંગ્સને “always accept cookies” માં બદલવી પડશે. (જો તમને આ કેવી રીતે કરવું તેની ચોક્કસ ખબર ના હોય તો ગૂગલ લિંક આપે છે)
  • આ થઈ ગયા પછી, “Lock SafeSearch” બટન પર ક્લિક કરો.

 

હવે તમે સેફસર્ચ કેવી રીતે એક્ટીવેટ કરવું તે જાણો છો, હવે તમે આરામથી બેસીને સુનિશ્ચિત કરી શકો કે તમારા બાળકો સકારાત્મક ડિજિટલ ફૂટપ્રિંટ મેળવે છે.