પરીક્ષાનો તાવ: પરીક્ષાની તાણ સાથે વ્યવહાર કરવા માટે તમારા બાળકની મદદ કરો

 

આપણે સૌ જાણીએ છીએ કે પરીક્ષાઓ ખૂબ જ તાણયુક્ત બાબત છે. જેમ તમારા બાળકો મોટા થતાં જાય છે, તેઓ વધુ તણાવ અનુભવે છે. આ બાળકોમાં તેમનાં શિક્ષણ કરતાં તેમની ઉર્જાને તાણ પર વધુ કેંદ્રીત કરવામાં પરીણમે છે. સારાં સમાચાર એ છે કે તમે મદદ કરી શકો છો – કેવી રીતે, તે અહીં આપવામાં આવ્યું છે:

1) રોજિંદા ક્રમના પ્રેમ માટે

એકવાર પરીક્ષાનું સમયપત્રક તમારા હાથમાં આવી જાય કે તરત, Google Calendar અને Asana જેવાં સાધનોનો ઉપયોગ કરીને વાસ્તવવાદી સમય નિર્ધારણની રચના કરો, જેમાં તમારા બાળક માટે ટ્યુશન્સ, રમત-ગમત અને રમવાના સમયનો સમાવેશ કરો. અભ્યાસના સમયની દેખરેખ રાખીને અને સમયાંતરે વિરામ આપવાથી, તમારૂં બાળક રોજિંદા ક્રમને વળગી રહેવા પ્રેરાશે.

2) તમારા બાળક માટે શું કારગર છે તે શોધી કાઢો

પીસી સાથે, પરીક્ષાઓ પહેલાં તમારા બાળક માટે પાઠ્યપુસ્તકો જ માત્ર પુનરાવર્તન માટેના સાધનો નથી. યુટ્યુબ ઍજ્યુકેશન પર વિડીયોઝ, ઍજ્યુકેશન વર્લ્ડમાંથી વર્કશીટ્સ, વાંચન માટે ગૂગલ સ્કૉલર – તમારા બાળક પાસે વિષય વસ્તુની શોધ માટે એવાં ઘણાં માર્ગ છે. તમારા બાળકોએ માત્ર એટલું જ શોધવાનું છે કે તેમનાં માટે શું કારગર નીવડે છે અને તેને જારી રાખવાનું છે.

3) મદદ કરો પણ વધારે પડતી નહિં

તમારા બાળક માટે તેની સાથે રહો, ખાસ કરીને નૈતિક આધાર માટે, પરંતુ તેમની સમસ્યાઓને ઉકેલવાના જ્યારે તેઓ જાતે કેટલાંક પ્રયત્નો કરી લે પછી જ તેમની સમસ્યાઓને ઉકેલી આપો. આ એક સ્વતંત્ર અને હું કરી શકું છું ની ભાવનાની રચના કરશે જે તેમને માત્ર અત્યારે જ નહિં, પરંતુ ભવિષ્યમાં પણ મદદ કરશે.

4) રમવાના સમય વિશે ભૂલશો નહિં

ઘણાં માતા-પિતાઓ એવું વિચારે છે કે રમવાનો સમય માત્ર ત્યારે હોય છે જ્યારે પરીક્ષાઓ પૂરી થઈ જાય. જોકે, રમત-ગમત અને પીસી ગેમ્સ રમવાના આયોજિત વિશ્રામો જેવાં કે Sporcle પર હોય છે તે બાળકોને વધુ સારી રીતે ઘ્યાન કેન્દ્રિત કરવામાં અને આરામ માટે મદદ કરે છે. માત્ર એટલું સુનિશ્ચિત કરો કે વિરામ ખૂબ ટુંકા – અડધો કલાક કે તેથી ઓછાં હોય જેથી તમારા બાળક માટે અભ્યાસમાં પાછાં ફરવું સરળ રહે.

5) અંતિમ પરિણામ વિશે વધુ પડતું વિચારવાનું ટાળો

તમારૂં બાળક કેટલાં ગુણ પ્રાપ્ત કરશે તેનું અનુમાન લગાવવા માટે પરીક્ષા પછી પ્રશ્નપત્રનું વધુ પડતું વિશ્લેષણ કરવું એ ખૂબ જ સામાન્ય અભ્યાસ છે. આ ઉત્પાદકતાને અવરોધે છે, કેમ કે અનુમાનિત પરીણામ પર આધાર રાખવાથી તમારૂં બાળક પણ વધુ પડતો આત્મવિશ્વાસ ધરાવવા લાગશે અને આગામી પરીક્ષા માટે સંપૂર્ણપણે પ્રેરણાની લાગણી નહિં અનુભવે.

તમારૂં બાળક પરીક્ષાઓ વિશે વધુ પડતી તાણમાં ના રહે તેની સુનિશ્ચિતતા માટેનો સૌથી મોટો માર્ગ એ સમજવાનો છે કે કઈ બાબત તેમને આગળ વધારતી રહે છે અને તેમને પ્રેરિત રાખવા માટે પીસીનો સૌથી વધુ સારો ઉપયોગ કેવી રીતે કરવો.