શિક્ષકો માટે પાંચ ‘બૅક ટુ સ્કૂલ’ આવશ્યક તત્વો

 

 

નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત શિક્ષકો માટે પણ એટલી જ તણાવ-યુક્ત હોય છે જેટલી તે વિદ્યાર્થીઓ માટે હોય છે. જ્યારે તમે વ્યસ્ત દિવસો, ગુણાંકન માટેના પેપર્સના ઢગલાઓ અને ભણાવવા માટેના અધ્યાયો વિશે કશું જ વધુ કરી શકતાં નથી – ત્યારે આ ‘બૅક ટુ સ્કૂલ’ માટેના આવશ્યક તત્વો તમારા માટે સમગ્ર બાબતને વધુ સરળ બનાવશે.

1. પ્લાનર

દરેક શિક્ષકને લેસન્સ, બેઠકો અને અપોઇંટમેન્ટ્સનો ટ્રેક રાખવા માટે સારા પ્લાનરની જરૂર પડે છે. તમે ધ્યાન કેન્દ્રિત છો અને આવનારા અઠવાડિયા અથવા મહિના માટે આયોજનબદ્ધ છો તેની ખાતરી કરવા માટે DayViewer જેવા મફત ઑનલાઇન પ્લાનરને અજમાવી જુઓ. પીસી સાધનો તમને તમારી શાળામાં અન્ય શિક્ષકો અને વહીવટદારો સાથે સંયોજન સાધવાના વિકલ્પ પણ પૂરાં પાડે છે.

2. સ્ટેશનરી

મૂળભૂત તત્વો કદાચ સૌથી મહત્વના છે – ક્લાસિક લાલ પેન, પીળાં હાઇલાઇટર્સ, ચૉક, વ્હાઇટબોર્ડ માર્કર્સ, અને સ્ટિકી નોટ્સ. તમારી તમામ શિક્ષણની જરૂરિયાતો માટે દરેક વસ્તુને લેબલ્ડ, આયોજિત અને સરળતાથી સુલભ બનાવવા માટે તમે સાદા સફેદ લેબલોનો સ્ટોક પણ કરી શકો છો.

3. ખડતલ અને મોકળાશ ધરાવતું બૅકપેક

એક ખડતલ બૅકપેક તમારી કાયમ પ્રવૃત્તિમય જીવનશૈલી માટે ખૂબ જ જરૂરી છે. તમારૂં પીસી, પેપર્સ, લંચ, નાસ્તો, સ્ટેશનરી અને અન્ય રોજિંદી આવશ્યક વસ્તુઓને ચોક્કસ જગ્યાની જરૂર છે, તેથી બૅકપેક મેળવવાનું ભૂલશો નહિ!

4. પેનડ્રાઇવ

પેનડ્રાઇવ્સ અત્યંત અસરકારક છે, ખાસ કરીને જ્યારે તમે એકથી બીજા વર્ગની વચ્ચે આવી-જઈ રહ્યાં હો અથવા પ્રસ્તુતિકરણની રચના કરી રહ્યાં હો અથવા આગળ આવનારા વર્ગ માટે ઘરે સોંપણીઓ તૈયાર કરી રહ્યાં હો. તે તમારા બૅકપેકમાં મૂકવી સરળ છે અને ખાતરી કરો કે જ્યારે તમને તેની જરૂર પડે ત્યારે તમે તમારા બધા જ પાઠ સંબંધી સંસાધનો હાથવગા ધરાવતા હો!

5. પોર્ટેબલ ડેસ્ક ઑર્ગેનાઇઝર

એક આયોજનબદ્ધ ડેસ્ક આયોજિત મનનું દ્યોતક છે. બાળકોથી ભરેલાં વર્ગનું સંચાલન કરવું એ પુરતું પડકારજનક છે, વેરવિખેર ડેસ્કના કારણે તમે તમારી ઉત્પાદકતા અને ધીરજને ખોઈ નાંખવા માંગતા નથી. એક સારો ઑર્ગેનાઇઝર એ છે જે તમારી દરેક જરૂરી વસ્તુઓને સ્થાનબદ્ધ રાખે – તમારી સ્ટેશનરી અને પેન ડ્રાઇવથી લઈને તમારા ફોન અને ચાર્જર સુધી – તમે તેમને જોઈ શકો એ રીતે યોગ્ય સ્થાને રાખે!

હવે, જ્યારે આપણી પાસે આવશ્યક વસ્તુઓ હાજર છે ત્યારે, એક એવાં અન્ય કાર્યને કરવાનું છે જે ઘણો સમય અને ધીરજ માંગી લે છે – લેસન પ્લાનિંગ (પાઠનું આયોજન). ટિપ્સથી લઈને ટ્રિક્સ અને સાધનો સુધ્ધાં સુધી – અમે લેસન પ્લાન્સ માટે પાંચ મુદ્દાની ચકાસણી યાદી બનાવી છે જે તમને પ્રો બનાવશે. હેપ્પી ટીચિંગ!