પાંચ ક્લાસરૂમ આઇસબ્રેકર જે તમારે વર્ગખંડમાં વાપરીને જોવા જોઈએ!

 

શાળાનું નવું સત્ર શરૂ થવાની સાથે સાથે વિશ્વભરના બધા શિક્ષકોને એક સમાન સમસ્યાનો સામનો કરવો પડે છે. વિદ્યાર્થીઓનું ધ્યાન વર્ગમાં રહે અને તેઓ સંલગ્ન રહે અને આરામદાયક વાતાવરણમાં હળીમળી જાય તે માટે જરૂરી છે કે તમે વર્ગમાં આઈસબ્રેકિંગ સત્રો કરાવો.

અહીં એક મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે તમે આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવી શકો. અહીં આપેલ કેટલીક બાબતો તમને સહાયક બની રહેશે.

 

તમારો અવતાર તૈયાર કરો

વિદ્યાર્થીઓને તેમના અવતાર તૈયાર કરીને તે પૂરા વર્ગને દેખાડવા કહો. બીજા વિદ્યાર્થીઓ તે અવતાર પાછળની પર્સનાલિટીને ઓળખવાનો પ્રયત્ન કરી શકે. Doppleme ટૂલની મદદથી તમારા વિદ્યાર્થીઓ તેમનો અવતાર મફતમાં તૈયાર કરી શકશે. આના લીધે તમારા વિદ્યાર્થીઓ સંલગ્ન રહેશે અને તે સાથે જ તેઓને એકબીજા વિશે ઘણી જાણકારી પણ મળશે

 

ક્લાસરૂમ બ્લૉગ

એક ક્લાસરૂમ બ્લૉગ તૈયાર કરો અને તેમાં વિદ્યાર્થીઓને નાનકડી પોસ્ટ લખીને પોતાનો પરિચય બીજાઓને આપવા કહો. Kidblog ટૂલ વાપરવા માટે અનુકૂળ છે અને તે વિદ્યાર્થીઓને સંલગ્ન રાખવા ઉપરાંત પોસ્ટ વાંચ્યા પછી વિદ્યાર્થીઓને તેમનામાં શું સમાનતા છે તે સમજવામાં મદદ કરશે.

 

સેલ્ફ પોટ્રેટ

Sketchpad ની મદદથી વિદ્યાર્થીઓને મફતમાં પોતાનું ચિત્ર દોરવા કહો. રચનાત્મક રીતે પોતાનું ચિત્ર દોરીને વર્ગમાં દેખાડવાથી તેમનો આત્મવિશ્વાસ વધશે અને તે સાથે જ તેમને સમાન વિચારધારા ધરાવતાં મિત્રો પણ મળશે.

 

કૉમિક્સનો ઉપયોગ કરો

MakeBelief આ એક એવું ટૂલ છે જે વિદ્યાર્થીઓને સંલગ્ન રાખવા માટે કૉમિક્સ બનાવવા માટે તમારી મદદ કરે છે. વિદ્યાર્થીઓનું ધ્યાન આકર્ષિત કરવા માટે અને મજા કરવા માટે તમારા મન મુજબ વાર્તાઓ તૈયાર કરી શકાય છે. આ મફત છે અને વાપરવા માટે સરળ પણ છે.

 

હ્યુમન બિંગો

હ્યુમન બિંગો દ્વારા વિદ્યાર્થીઓને સમાન રસ, શોખ અને કુશળતા ધરાવનાર લોકોને ઓળખવામાં મદદ મળે છે. આનો ફાયદો એટલે વિદ્યાર્થીઓ વર્ગના અન્ય બાળકો સાથે વાતચીત કરી શકશે. વિદ્યાર્થીઓને ડિજિટલ રીતે ભરવા માટે કહો. 

 

હવે વિદ્યાર્થીઓનું ધ્યાન તમે આકર્ષિત કર્યું છે અને આઇસબ્રેકિંગ સત્રને લીધે વિદ્યાર્થીઓ વર્ગમાં હળી-ભળી ગયા છે. તેમને અસાઇનમેંટમાં જોડાયેલાં રાખવા પણ મહત્વનું છે. તમારા વિદ્યાર્થીઓ માટે દરેક અસાઇનમેંટ આકર્ષક કેવી રીતે બનાવવી તે શોધી કાઢો.