તકનીકી (ટેક્નોલોજી) સાથે અધ્યયનના પાંચ નિયમો

 

આ વાતમાં કોઈ બે મત નથી કે ટેક્નોલોજીએ શિક્ષણનું રૂપ બદલી નાખ્યું છે. થોડાં વર્ષો પહેલાં સુધી "શિક્ષા માટે પીસીના ઉપયોગ"ની કલ્પના પણ કોઈએ કરી ન હતી અને આજે એ દરેક શિક્ષક માટે જે સારાથી મહાન બનવા ઈચ્છે છે તેઓ માટે આ બહુજ મહત્વપૂર્ણ છે.

હવે મોટો સવાલ એ છે કે વર્ગખંડમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આને સરળ કેવી રીતે કરી શકાય - વિગતવાર માહિતી અહીં આપેલી છે :

 

નિયમ #1 : સંશોધનની કળામાં મહારથ મેળવો

આ કરવું અઘરું છે પરંતુ એક વાર તમે આમાં મહારથ મેળવી લો - પછી કોઈ તમને અટકાવી નહીં શકે. સૌથી પહેલાં, તમારા બ્રાઉઝરમાં વિકિપીડિયા અને ગુગલ સ્કોલર જેવી જરૂરી વસ્તુઓ બુકમાર્ક કરો. પછી, દરરોજ ગુગલ ન્યૂઝના માધ્યમથી તમારા વિષય અને ટોપિક્સને લગતાં ન્યૂઝ સેકશનને સર્ચ કરવાની આદત પાડો જેથી વાસ્તવિક સમયમાં શું ચાલી રહ્યું છે તેનાથી તમે વાકેફ રહો. 

 

નિયમ #2 : જ્યાં જરૂરી હોય ત્યાં ક્રેડિટ આપો

નકલ કરવી એ ચાપલૂસીનું શ્રેષ્ઠ સ્વરૂપ છે...

પરંતુ વિદ્વાનો માટે નહીં!

સાહિત્યિક ચોરીના મુદ્દાઓથી બચવા માટે તમે અગર કોઈ આર્ટિકલ, રીસર્ચ પેપર અથવા વેબસાઇટમાંથી માહિતી ઉપાડો છો તો તેને હાઇપરલિંક કરો અથવા સોર્સ (સ્ત્રોત)નો ઉલ્લેખ કરો.

 

નિયમ #3 : તમારા ડેટાનું નિયમિત રૂપે બેકઅપ લો

તમે કોઈપણ ફાઇલમાં ફેરફાર કરો અથવા નવી ફાઇલ ઉમેરો તો તમારે ફાઇલોનું બેકઅપ લેવું. બેકઅપ શેડ્યુલ કરી રાખવું આ એક બહુ જ સારી પ્રેક્ટિસ છે જેથી પોતાની મેળે આ કામ થઈ જાય. જો તમે કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હો તો, તમે વધુ વાર બેકઅપ લેવા ઈચ્છશો, પછી ભલે રોજ પણ લેવું પડે.

 

નિયમ #4 : ઈમેલ શિષ્ટાચારને ધ્યાનમાં રાખો

આ બહુજ મૂળભૂત વાત છે કે પોતાની વાત વ્યક્ત કરવાની પદ્ધતિ બહુ મહત્વપૂર્ણ હોય છે.

ઉદાહરણ રૂપે, લાંબા અને પોઈન્ટથી ભટકાયેલ ઈમેલ્સ કોઈ કામનાં નથી હોતાં. હમેશા મુદ્દાસર વાત કરો અને ધ્યાનમાં રાખો કે તમે જે અટેચમેંટ મોકલી રહ્યા છો, તેનો ઉલ્લેખ ઈમેલમાં કરેલો હોય અને તેમને યોગ્ય નામ આપેલું હોય.

 

નિયમ #5 : સોશિયલ મીડિયાના ડૂઝ અને ડોંટ્સનું પાલન કરો

ડૂઝ (કરવું)

તમારી પ્રાઇવસી સેટિંગ્સ પર નિયંત્રણ રાખો

નકારાત્મકતાથી દૂર રહો

યોગ્ય નેટવર્ક પર યોગ્ય કંટેન્ટનો ઉપયોગ કરો

વ્યાવસાયિક અને વ્યક્તિગત અકાઉંટ્સ ને અલગ-અલગ રાખો

તમારા સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સને પૂર્ણ કરો અને અપડેટેડ રાખો

ડોંટ્સ (ન કરવું)

જરૂરિયાત કરતાં વધારે પોસ્ટ ન કરો

ઑલ કેપ્સમાં પોસ્ટ ન બનાવો

એક શિક્ષક માટે તેમની કારકિર્દીમાં શ્રેષ્ઠતા મેળવવા માટે, અપ-સ્કિલિંગ બહુ જ મહત્વનું છે. આ તમને મદદ તો કરશેજ પણ સાથે-સાથે વિદ્યાર્થીઓને વધુમાં વધુ અભ્યાસ માટે જોડાયેલું રાખશે.