5 જીવન કૌશલ્યો જેને તમારા બાળકોએ હાઇ સ્કૂલ સુધીમાં જાણી લેવા જોઇએ

 

“જીવન કૌશલ્યો” ને અનુકૂલનશીલ અને હકારાત્મક વર્તન માટેની મનોસામાજિક ક્ષમતાઓ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે જે વ્યક્તિને રોજિંદા જીવનની માંગો અને પડકારોની સામે અસરકારક રીતે વ્યવહાર કરવા સક્ષમ બનાવે છે.

હાઇસ્કૂલ સુધીમાં તમારા બાળકોએ જાણવી જરૂરી એવી પાંચ બાબતો અહીં આપવામાં આવી છે:

1) સમયસર જાગી જવું

હાલમાં તમે “એલાર્મ ક્લૉક” છો પરંતુ શું તમે તેને એ રીતે જ કરવા સક્ષમ છો જ્યારે તમારા બાળકો હોસ્ટેલમાં રહેતાં હશે અથવા કામ કરી રહ્યાં હશે? તમારા બાળકોને સમયસર જાગતા કરવા અને તે પણ કોઇ મદદ વિના એ અનિવાર્ય જીવન કૌશલ્ય છે. સારી બાબત એ છે કે શાળા દરરોજ એક જ સમય પર શરૂ થાય છે!

2) ભોજન બનાવવું

બહાર જમવું કે ઑર્ડર આપવો એ એક માર્ગ છે જ્યારે પણ તમારા બાળકોની માટે તમે ભોજન બનાવવા માટે હાજર હોતા નથી. ક્યારેક, બહાર જમવું સારૂં છે પરંતુ તંદુરસ્ત, ઘરેલું ખોરાકથી વધુ સારૂં કંઈ જ નથી. તમારા બાળકોને નાની નાની બાબતો જેવી કે ચા માટે પાણી ઉકાળવામાં સામેલ કરીને શરૂ કરો અને ધીમે ધીમે તેને આગળ વધારતા રહો જેથી તમારા બાળકો સ્વતંત્રપણે તેમનાં માટે પોષક ભોજન તૈયાર કરી શકે.

3) પરિવારના નાના સભ્યોની કાળજી રાખવી

આ એક એવી વસ્તુ છે જેની અવગણના ન કરી શકાય કેમ કે જવાબદારીની શરૂઆત ઘરમાંથી જ થતી હોય છે. નાના ભાઈ કે બહેન, પિતરાઈ અથવા તો પાડોશીના બાળકોની કાળજી લેવી એ પોતાના માટે અને જે લોકો તમારા પર નિર્ભર છે તેવાં લોકો માટે જવાબદાર બનવાની શરૂઆત છે – વાસ્તવિક વિશ્વ માટે ખૂબ જરૂરી છે – પછી ભલે તે એક કલાક પૂરતી જ હોય.

4) સમય-નિર્ધારણ કરો અને તેને વળગી રહો

તમારા બાળકે વિકસિત કરવાના સૌથી મહત્વના જીવન કૌશલ્યોમાંથી એક શાળા, ટ્યુશન, રમત-ગમતો, સામાજિક જીવન અને ઘરની જવાબદારીઓનું દિવસના અંતે થાકી ગયા વિના કેવી રીતે સંચાલન કરવું. વહેલાંસર સમયનું સંચાલન કેવી રીતે કરવું તે શીખવાથી તમારા બાળકને પુખ્તવયે પડકારોનો સામનો કરવામાં મદદ મળશે.

5) પીસીનો સારો ઉપયોગ કરતાં શીખો

ડિજિટલ માતા-પિતા તરીકે, તમે જાણો છો કે ભાગી છૂટવાની કોઇ ટેક્નોલૉજી નથી. પછી તે ઘર હોય કે શાળા – તમારા બાળકની માટે શીખવા માટેનું પ્રથમ ઉપકરણ પીસી છે. સમય અને અભ્યાસની સાથે તમારૂં બાળક એ જાણી શકશે કે ભણવાનું હોય, નવાં શોખની બાબત હોય અને તેમનાં મનોરંજનની બાબત જે પણ કંઈ હોય તેનો વધુમાં વધુ લાભ કેવી રીતે મેળવી શકાય છે.

એમાં કોઇ શંકા નથી કે, 2018 કમ્પ્યુટરનું વર્ષ છે!