અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં તમારાં બાળકનું નામ નોંધાવવાના પાંચ કારણો

 

જાગવું
શાળા
ટ્યુશન
ઊંઘવું
પુનરાવર્તન

અહીં શું ખૂટે છે?

એક એવી પ્રવૃત્તિ જે તમારું બાળક પસંદ કરે છે અને તે કરવાની રાહ જુએ છે!

દિવસોના દિવસો નિત્યક્રમ પાળવામાં કેટલો કંટાળો આવે તે વિચારી જુઓ. એવી જ લાગણી થાય કે જે 'વર્ક-લાઈફ બેલેન્સ'માં અટવાયેલાં પુખ્ત ઉંમરના લોકો અનુભવે... – એવી લાગણી જે કદાચ તમે તમારાં વ્યાવસાયિક જીવનમાં કોઈક તબક્કે અનુભવી હોય અથવા તમે જેનાથી પરિચિત હો.

તમારાં બાળકને અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં દાખલ કરીને, તમે તમારાં બાળકને કાંઈક નવું શીખવી રહ્યાં છો અને સમયનો સદ્ઉપયોગ કરવાની સાથે-સાથે મજા માણવાની તક આપી રહ્યાં છો. અન્ય પાંચ કારણો અહીં આપેલાં છે :

1) અભ્યાસથી ખૂબ જ જરૂરી એવો વિરામ છે

અભ્યાસ અને પરીક્ષાઓ વધુને વધુ સ્પર્ધાત્મક બની રહી છે, આવા સમયે સ્પોર્ટ્સ (રમત)માં ભાગ લેવો અથવા ડાન્સ (નૃત્ય), યોગા અથવા કલા સંબંધિત શોખમાં સમયનું રોકાણ કરવાથી આવશ્યક એવો વિરામ મળી રહે છે અને તમારું બાળક જો પરીક્ષાને લગતી તાણ અનુભવી રહ્યું હોય તો તેનું સંચાલન કરવામાં મદદ કરે છે.

2) જૂથમાં કેવી રીતે કામ કરવું તે શીખવાનો મોકો

નિયમિતપણે જૂથ-પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી બાળકોને જૂથ-પ્રયત્નોનું મહત્વ સમજાય છે અને તેઓ બીજાઓ સાથે વધુ સારી રીતે સમન્વય અને સહયોગ સાધી શકે છે. તેની સાથે જ તેઓને તેમનાં સહયોગીઓ પાસેથી વધુ કુશળતાઓ શીખવામાં મદદ મળી રહે છે અને અજાણ્યાં લોકો સાથે વાત કરવામાં ડર અનુભવવો જેવી વ્યક્તિગત ખામીઓને દૂર કરવામાં પણ મદદ મળી રહે છે.

3) સમય વ્યવસ્થાપન કુશળતાઓ વધે છે – જે ફક્ત અભ્યાસ સાથે જ આવે છે

અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં ભાગ લેતા હોઈએ ત્યારે અભ્યાસ અને રમવા વચ્ચે સમતોલ જાળવવો પડે છે અને સાથે જ જવાબદારીઓને પ્રાથમિકતા આપવી પડે છે. આને લીધે બાળકો તેમનાં દિવસ અને કાર્યોનું અસરકારક રીતે આયોજન કરી શકે છે - આ એક એવી કુશળતા છે જે અભ્યાસથી જ પ્રાપ્ત થાય છે.

4) આવશ્યક સામાજિક કુશળતાઓનો વિકાસ

નવા લોકો સાથે ક્રિયા-પ્રતિક્રિયા કરવી અને સાથે મળીને પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી માનસિક અને ભાવનાત્મક લાભ મળે છે. આ બાળકોને નવા મિત્રો બનાવવા અને તેમનો આત્મ-વિશ્વાસ વધારવામાં મદદ કરે છે.

5) કાંઈક નવું શોધવું

અભ્યાસેતર પ્રવૃત્તિઓ ફક્ત રમતનાં મેદાન સુધી સીમિત હોય એ જરૂરી નથી. પીસીને લીધે અભ્યાસ સરળ અને વધારે સુલભ બન્યો છે. તમે તમારાં બાળકોને Canva દ્વારા ડિજિટલ આર્ટ લેવાં અથવા Code.org માં કોડ વિશે મૂળભૂત બાબતો શીખવા માટે પ્રોત્સાહિત કરી શકો છો. જો આ પ્રવૃત્તિઓ પહેલાંથી તમારાં બાળકની શાળામાં કરાવાતી ન હોય, તો તમે સેટ અપ કરાવવા માટે અધિકારીઓ સાથે વાત કરી શકો છો અથવા તમારાં બાળકોને પોતાની મેળે પહેલ કરવા માટે પ્રોત્સાહિત કરી શકો છો.

જ્યાં સુધી તમારાં બાળકને પડકારજનક લાગે છે અને તે પ્રવૃત્તિની મજા માણી રહ્યો છે, ત્યાં સુધી તે ફરી ક્યારેય નહીં કહે કે, "મમ્મા, મને કંટાળો આવે છે." :)