પાંચ ઠરાવો જે દરેક વિદ્યાર્થીએ આ નવા વર્ષે કરવા જોઇએ

 
તમારી પાસે એક પીસી, મનમાં યોજના અને 2018 ના વર્ષને શ્રેષ્ઠ બનાવવા માટેની પ્રેરણા છે, તો એ કયા ઠરાવો છે જે દરેક સફળ વિદ્યાર્થીએ કરવા જોઈએ?
 

1) હું વાંચનને મારી દૈનિક આદત બનાવીશ

ભલે તે નૉનફિક્શન હોય કે ફિક્શન, જો તમારા પીસી પર અથવા ભૌતિક પુસ્તક સાથે તમે દરરોજ એક પ્રકરણ પણ વાંચો છો &ndash તો તમે તમારાં સહપાઠીઓથી પહેલાં જ આગળ છો કેમ કે તમે નવી વસ્તુઓ શીખી રહ્યાં છો અને તે જ સમય પર તાણમાંથી બહાર આવી રહ્યાં છો!

2) હું એક સમય પર એક જ વસ્તુ કરીશ

શરૂઆતમાં તે મુશ્કેલ જણાશે, પરંતુ એક સમય પર એક જ વસ્તુ કરવાના પ્રયાસ કરવાથી તમને ધ્યાન કેન્દ્રીત કરવામાં અને ક્ષુલ્લક ભૂલોને ઘટાડવામાં મદદ મળશે. તમારા નિબંધ માટે એક કલાકનું અવિરત લેખન તમને સામાન્ય કરતાં ઘણું વધારે ઉત્પાદક બનાવશે.

3) ક્લાઉડ સ્ટોરેજનો ઉપયોગ કરીને હું મારી ફાઇલોનું બૅકઅપ રાખીશ

તમારે શાળામાં અથવા ઘરે જુદા-જુદા પીસીનો ઉપયોગ કરવો પડતો હોય, જૂથ અસાઇનમેન્ટ કરવા માટે સહયોગની જરૂર પડતી હોય અથવા તમારી ફાઇલો માટે અતિરિક્ત બૅક-અપની જરૂર પડતી હોય તો &ndash ક્લાઉડ સ્ટોરેજ તેના માટેનો એક માર્ગ છે. તમારે માત્ર એટલી જ ખાતરી કરવાની છે કે તમારી પાસે ઇંટરનેટની સુલભતા છે.

4) સોશ્યલ મીડિયા પર હું શું પોસ્ટ કરૂં છું તેના વિશે હું સભાન રહીશ

સોશ્યલ મીડિયા ખૂબ મજાનું છે અને લગભગ દરેક તેના પર હોવાનો આનંદ માણે છે. કેમ કે, તમે જે પોસ્ટ કરો છો તે બધી જ વસ્તુઓ સ્ક્રીનશૉટ્સ સાથે કાયમી થઈ જઈ શકે છે, માટે તમે જેની વહેંચણી કરો છો તેમાં ખૂબ કાળજી રાખો. તે કોઇને અને તમને પણ અસર કરી શકે છે &ndash વ્યાવસાયિક રીતે અથવા અંગતપણે.

5) હું સમજણ વિનાની સ્મૃતિ માટે ગોખણપટ્ટી નહિં કરૂં

&ldquoગોખી માર&rdquo એ કઈંક એવું છે જે આપણે સૌ કરીએ છીએ અને આપણા મિત્રો અને જુનિયર્સને પણ તેમ કરવા પ્રોત્સાહિત કરીએ છીએ. આ વર્ષે, એક સભાન પ્રયાસ કરો કે તમે જે પણ શીખો છો તેને ખરેખર સમજો જેથી તમે પરીક્ષા પછી પણ ઘણાં લાંબા સમય સુધી તેને યાદ રાખી શકો.

ગોખણપટ્ટી સરળ અને શરૂઆતમાં ઝડપી માર્ગ જણાય તેમ બની શકે છે. પરંતુ તેના પર વિચારી જુઓ &ndash તમે એક પાઠથી બીજા પાઠને યાદ કરવામાં કલાકો વિતાવો છો, માત્ર પરીક્ષા આપ્યા પછી તેને ભૂલી જવા માટે! તેની બદલે, સાચાં સાધનો &ndash સમય અને એકાગ્રતા સાથે, આવનારા વર્ષો સુધી તમે વિષયના નિપુણ બનવા સુયોજિત થઈ શકો છો.

વધુ જાણવા માટે નીચેનો વિડીયો જુઓ.