પાંચ અભ્યાસ વિરામ વિચારો જેનો તમારે પ્રયત્ન કરવો જોઇએ

 

 

પરીક્ષા-સમય થોડો તણાવપૂર્ણ હોય શકે છે. ભૂખ ન લાગવી, ઉંઘ ના આવવી અથવા ધ્યાન કેંદ્રીત કરવામાં મુશ્કેલી તમારા કાર્યદેખાવને અસર કરી શકે છે. કેટલાંક સરળ પગલાઓ દબાણને ઓછું કરી શકે છે અને સુનિશ્ચિત કરે છે કે સમયાંતરે વિરામ લેવા સહિત, પરીક્ષાઓ દરમિયાન તમે ઓછી તાણ અનુભવો છો.

અભ્યાસમાં વિરામ દરમિયાન તમારે કરવી જોઈતી પાંચ બાબતો

1) મિત્રને ફોન કરો

તમારા મગજને વિરામ આપવા માટે તમારા શ્રેષ્ઠ મિત્રને હસવા અથવા તેની સાથે રમત-ગમતની ચર્ચા કરવા માટે તેને કૉલ કરો. પ્રિયજન સાથે એક ઝડપી વાતચીત તમારા મનને પ્રફુલ્લિત કરી શકે છે – માત્ર એટલું સુનિશ્ચિત કરો કે તમે જાતે નક્કી કરેલાં સમયથી વધુ સમય માટે વાત ના કરો. તમારા મનમાં વિષયને લઈને કોઇ પ્રશ્ન હોય તો તેના વિશે મિત્રની સાથે ફન ક્વિઝ રમીને પણ તમે હળવા થઈ શકો છો.

2) બ્રેઇનરસાઇસ

મગજને તાલીમ આપતી પ્રવૃત્તિઓ સમસ્યાઓને ઉકેલવાના કૌશલ્યોને સુધારે છે, તમારા શબ્દભંડોળને વિસ્તારે છે અને ભણવાના દબાણને ઓછું કરે છે. crossword, Sudoku ને ઉકેલાવાનો વિચાર કરો અથવા વિરામ માટે Lumosity રમો જે વાસ્તવમાં તમને વધુ ચપળ, વધુ સચેત અને આગામી અભ્યાસ સત્ર માટે તૈયાર બનાવશે.

3) પ્રેરિત બનો

અભ્યાસ કરવા બેસો તે પહેલાં, એ લોકોની યાદી બનાવો જે તમને પ્રેરિત કરે છે અથવા એ વસ્તુઓની યાદી તૈયાર કરો જે તમને આકર્ષિત કરે છે. તમે તેમની છબીઓ અથવા તો સુવાક્યોનો ઉપયોગ કરી શકો છો જે તમારી મનોસ્થિતિને પ્રેરણા આપશે. તમારા લક્ષ્યોને અને પુરસ્કારો જે તમે મેળવી શકો છો તેને લખી રાખવા પણ સારો ઉમેરો છે! તમારા વિરામ દરમિયાન TED talks ને વાંચવા અથવા જોવાથી તમને ચાર્જ-અપ થવામાં મદદ મળી શકે છે.

4) રચનાત્મક બનો

તમારી રચનાત્મકતાને તમારૂં માર્ગદર્શન કરવા દો! એવી પ્રવૃત્તિઓમાં ભાગ લો જે તમારા અભ્યાસથી સંબંધિત ન હોય જેમ કે ગિટાર વગાડવું અથવા તમારા મન અને મનોસ્થિતિને સુધારે તેવી કોઇ પ્રવૃત્તિ કરો. આ તમને અભ્યાસ તરફ ફરવા માટે ખુશ મન અને નવા ધ્યાનકેન્દ્રિત કરવા માટે સુનિશ્ચિત કરશે!

5) તમારા બકેટ લિસ્ટને અદ્યતન બનાવો

બકેટ લિસ્ટની રચના કરવી એ તમારી જાતને તમારા લક્ષ્ય તરફ લઈ જવા માટેનું ચાલક બળ પુરું પાડે છે. જો તમે હજુ સુધી તમારા બકેટ લિસ્ટને શરૂ ન કર્યું હોય તો, હવે તેમ કરવાનો સમય આવી ગયો છે! બધા જ સ્થળો, ખોરાક અને સાહસો જે તમે કરવા ઇચ્છતા હો તેને વર્ડ ડૉકમાં ઉતારો અને તેનાં ચિત્રો અને લિંક્સની યાદી તૈયાર કરો. દરેક વખતે જ્યારે તમે તમારા અભ્યાસમાં માઇલસ્ટોનને પાર કરો, ત્યારે તમારા બકેટ લિસ્ટમાં પુરસ્કાર રૂપે કંઈક નવું ઉમેરતા જાઓ.

પ્રોજેક્ટથી પ્રસ્તુતિઓ સુધી – બધું જ પૂર્ણ કરવા માટે ખરાં ટેક ટૂલ્સનો ઉપયોગ કરીને તમારા અભ્યાસને સરળ બનાવવાનું ભૂલશો નહિં!