પાંચ અભ્યાસ ટિપ્સ જે દરેક વિદ્યાર્થીએ અનુસરવી જોઇએ

ભણવું એ માત્ર પરીક્ષાની આગલી રાત કે પ્રોજેક્ટ બાકી હોય તે પહેલાં પુરતું જ હોતું નથી.

જેટલું વહેલાં તમે અભ્યાસ શરૂ કરશો, એટલો વધુ તમે વિષયની બાબતને સમજી શકશો અને આ તમારા માટે સારાં ગુણ લેવાની તકોને સુધારશે. [1]

પીસી તમને માત્ર તમારી પરીક્ષામાં જ વધુ સારૂં કરવામાં મદદ કરી શકે છે તેમ નહિં, પરંતુ સંશોધનમાં પણ અને જટિલ વિભાવનાઓને સમજવામાં પણ તમને મદદ કરી શકે છે.   

અહીં પીસીનો ઉપયોગ કરતા અભ્યાસમાંથી વધુમાં વધુ મેળવવા માટેની પાંચ અભ્યાસ ટિપ્સ આપવામાં આવી છે:

 

1. એક સમયપત્રક બનાવો અને તેને વળગી રહો

અભ્યાસ સમયપત્રકનું સુયોજન કરવાથી આવરી લેવાના અધ્યાયોની સંખ્યા વિશે અને દરેક માટે જરૂરી સમય તમને સ્પષ્ટ રહેવામાં તમને મદદ મળશે. ગૂગલ કૅલેન્ડર જેવા સાધનો સાતત્યપૂર્ણ અભ્યાસ રૂટિનની રચના માટે ઉપયોગી હોય છે. તમારા સમયપત્રકમાં નિયમિત વિરામોનું પણ આયોજન કરો.  

 

2. વર્ગખંડમાં નોંધ લખો

નોંધ રાખવી એક વર્ગખંડમાં વહેંચવામાં આવેલ વિષય વસ્તુને પછીથી જ્યારે તમે પરીક્ષા માટે ભણી રહ્યાં હો અથવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં હો ત્યારે સંદંર્ભ માટે સંગ્રહવાની એક રીત છે. પેપર વર્ક સારૂં છે, છતાં વર્ડ પ્રૉસેસર્સને તે તમને નોટ્સને સંદર્ભો અને ઇંટરનેટથી લિંક્સને વ્યક્તિગત બનાવવામાં મદદ કરે છે તેમ ગણતરીમાં લઈએ તો તે પણ વધુ યોગ્ય છે.  

 

3. શીખવવામાં આવેલ વિભાવનાઓને વાસ્તવિક જીવનમાં લાગુ કરવાનું શીખો

ભણતી વખતે, હંમેશા સિદ્ધાંત અને અભ્યાસ વચ્ચેના તફાવતને ભરો. રોજિંદી વસ્તુઓ સાથે વર્ગખંડમાં તમે જે કંઈ શીખ્યા છો તેની સાથે સંબંધ સ્થાપિત કરીને, તેને વધુ સારી રીતે યાદ રાખવામાં મદદ કરે છે, વિડીયોઝ જોવા, મેકરસ્પેસ પ્રોજેક્ટ હાથ ધરવા[2] અને એવી શૈક્ષણિક રમતો રમવી[3] જે વિભાવનાઓને પ્રદર્શિત કરે છે તે તમને તેને સારી રીતે યાદ રાખવામાં મદદ કરે છે.  

 

4. તમારી જાતને ચકાસો અને તમારી ભૂલોમાંથી શીખો

એક વિષય શીખીને તમારી જાતને ચકાસી જોવી તે વારંવાર એકની એક વસ્તુઓ તરફ જવા કરતાં માહિતીને સાચવી રાખવાની વધુ સારી રીત છે.[4] ઑનલાઇન સાધનોનો ઉપયોગ કરીને, તમે જે કંઈ શીખ્યા છો તેના પર તમને પોતાને ચકાસી શકો છો. પ્રથમ જો તમે તેને સાચું નહિં મેળવી શકો તો પણ, તમે ક્યાં ખોટા છો તે શીખી શકો છો. તે તમને બીજી વખત વધુ સારો દેખાવ કરવામાં મદદ કરશે. 

 

5. તમે જે શીખ્યા છો તેનું વારંવાર પુનરાવર્તન કરવું

સાતત્યતા એ ચાવી છે. અભ્યાસ સામગ્રીનું પુનરાવર્તન અને સંભવત રોજ અને અઠવાડિયે ઑનલાઇન સંદર્ભો જોતા રહેવાનું ચાલુ રાખો. તમે તેને માત્ર લાંબા સમય સુધી યાદ રાખી શકશો એટલું જ નહિં, તે પરીક્ષા પહેલાં આગળના દિવસે ભણવાના દબાણને પણ ઘટાડશે.  

અસરકારક અભ્યાસની આદત શીખવાને અને પ્રતિધારણને પ્રોત્સાહન પુરું પાડે છે. તે તમને ચપળતાપૂર્વક ભણવામાં મદદ કરે છે અને પછી તે શાળાનો પ્રોજેક્ટ હોય કે એક પરીક્ષા હોય,  તેમાં તમને સારો સ્કોર કરવામાં મદદ કરે છે.