2020 માં તમને જોવા મળશે 5 ટેક્નોલૉજી ટ્રેન્ડ્સ

 

ભારત વધુને વધુ જ્ઞાનના અર્થતરફ આગળ વધી રહ્યું છે, જ્યાં વિકાસ માહિતીની ગુણવત્તા પર નિર્ભર કરે છે, આપણ માટે એ મહત્વનું બની રહ્યું છે કે, આપણે આપણાં બાળકોને યોગ્ય કુશળતાઓથી સજ્જ કરી તેમનું ભાવિ સુરક્ષિત બનાવીએ. ટેક્નોલૉજી શીખવાની અને તેની સાથે સહજ બનવાની સૌથી મહત્વની કુશળતા છે, જે માતાપિતાએ તેમનાં બાળકોને શીખવાડવી જોઇએ.

 

1. અવાજ ટેક્નોલૉજી

 

 

અવાજ ટેક્નોલૉજી એ, આદેશ આપેલ ક્રિયાને અમલમાં મૂકવા માટે ભાષણ માન્યતાનો ઉપયોગ કરે છે, જેનાથી કિંમતી સમયની બચત કરીને યોગ્ય માહિતી મેળવવામાં સરળતા રહે છે. 1 હકીકતમાં, તેનો ઉપયોગ વર્ગખંડમાં ભણતરને વધારવા માટે કરી શકાય છે, મનોરંજક રમત બનાવીને, જ્યાં વિદ્યાર્થીઓ અવાજ ટેક્નોલૉજી દ્વારા નવી વિભાવનાઓ શીખી શકે છે. 2

 

2. 5જી

 

 

5જી એ આગામી પેઢીની વાયરલેસ ટેક્નોલૉજી છે જે 4જીમાં સુધારા કરીને બનાવેલ સંસ્કરણ છે. તેમાં ઝડપી ઈન્ટરનેટ ગતિ, ઉચ્ચ વેન્ડવિડ્થ અને ઓછા લેગિંગ અને બફરિંગ જેવા અનેક લાભો છે. તેને વધુ વિશિષ્ટ બનાવતી બાબત એ છે કે તે કમ્પ્યુટર, આઇઓટી અને સ્માર્ટ ઉપકરણો સહિત સ્માર્ટફોનથી આગળ કનેક્ટિવિટીને સક્ષમ કરી શકે છે. 3

 

3. ડેટા વિશ્લેષણ

 

 

તેનો ઉપયોગ મોટા પ્રમાણમાં અપૂર્ણ ડેટાને કામ કરવા યોગ્ય અને ઉપયોગી ફોર્મેટમાં ફેરવવા માટે થાય છે. તેનો ઉપયોગ ડેટાની ઉપયોગીતા જાણવા, સમસ્યાઓને ઓળખવા અને ડેટાનો ઉપયોગ કેવી રીતે કરવો એ અંગેની સલાહ માટે પણ થાય છે. 4 દાખલા તરીકે, શિક્ષકો વિદ્યાર્થીઓની શીખવાની ક્ષમતા અને પસંદગીઓના આધારે તેમની અનુભવ ક્ષમતા તપાસવા ટેસ્ટના નામાંકનનું વિશ્લેષણ કરી શકે છે.

 

4. ઈન્ટરનેટ ઑફ થિંગ્સ

 

 

ઈન્ટરનેટ ઑફ થિંગ્સ (આઇઓટી) એ ઈન્ટરનેટ અને એકબીજા સાથે ડિવાઇસીસને જોડાણ કરવું છે, જે ડેટા એકત્રિત કરવા અને શેર કરવા એક વિશાળ નેટવર્ક બનાવે. અત્યારે આઇઓટી જીવનના દરેક ક્ષેત્રે જોવા મળે છે, જેમાં જાતે ચાલતી કાર, ફિટનેસનાં સાધનો અને ઘર ઉપયોગી સંસાધનોનો સમાવેશ થાય છે, અને તેનો ઉપયોગ ઓનલાઇન મળી આવતી શીખવાની સામગ્રી બનાવવા, 6  ગુણનું મૂલ્યાંકન કરવા અને ઓનલાઇન વર્ગો લેવા માટે પણ થઈ શકે છે.  7

 

5. સાયબર સલામતી

 

 

ડિજિટલ હાજરી ધરાવતી બેંકિંગ વિગતો જેવી મહત્વપૂર્ણ માહિતી માટે, ત્યાં સાયબરસલામતી વિકસિત થવાની જરૂર છે. ઈન્ટરનેટ કનેક્ટિવિટીમાં વધારો થવાને કારણે આજે, લક્ષિત રેન્સમવેર, ફિશિંગ અને મોબાઇલ બેંકિંગ હુમલા જેવા અનેક જોખમો છે. એઆઇ જેવી વિકસતી ટેક્નોલૉજીની મદદથી, આપણે આ સમસ્યાઓનો સામનો કરી શકીએ છીએ અને ઇન્ટરનેટને સુરક્ષિત બનાવી શકીએ છીએ.  8

જ્યારે આગામી વલણો વિશે શીખવું મહત્વપૂર્ણ છે, ત્યારે તે જરૂરી છે કે અમારા બાળકોને જરૂરી પીસી કુશળતાથી સજ્જ કરવું. આ 2020 માં ચાલો સાથે મળીને અપનાવીએ ટેક્નોલૉજીને.