વર્ગ માટે તમારા પ્રેઝેન્ટેશન કૌશલ્યોને તરોતાજા કરવાની પાંચ રીતો

 

 

દરેક શિક્ષક આ વાતથી સહમત થશે કે વર્ગખંડની અંદર સૌથી મોટો પડકાર હોય છે વિદ્યાર્થીઓનું લક્ષ અભ્યાસ તરફ દોરવું અને તેને જાળવી રાખવું. જોકે મોટાભાગના વિદ્યાર્થીઓ લેક્ચર દરમિયાન પોતાનું ધ્યાન કેન્દ્રિત રાખી શકતા નથી, પરંતુ એની માટે પણ આપણી પાસે ઉપાયો છે.

આ હેતુ માટે ઉપયોગમાં લઈ શકાય તેવું સર્વોત્તમ સાધનોમાંનું એક આપણાં પીસીમાં હમેશાંથી રહેલું છે.

તે છે ક્લાસિક એમએસ પાવરપોઈન્ટ!

યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો, દરેક પાઠને આકર્ષક પ્રવૃત્તિમાં બદલાવી શકાય છે. તેમાં અનેક ફીચર્સ રહેલાં છે જેનો તમે ઉપયોગ કરી શકો છો. જોકે તે માટે પ્રેઝેન્ટેશન (પ્રસ્તુતીકરણ) કૌશલ્યો બહુજ આવશ્યક છે.

તમારાં પ્રેઝેન્ટેશનને વધુ સારું બનાવવા માટેની પાંચ રીતો વિશે જાણવા માટે આગળ વાંચો :

1) વધુ સારી રીતે યાદ રહી શકે તે માટે વિઝ્યુઅલ એડ્સ (દ્રશ્ય સાધનો) નો ઉપયોગ કરો

તમારાં પ્રેઝેન્ટેશનમાં શબ્દો જેટલાં ઓછા હોય તેટલું સારું. જેટલી વધારે દ્રશ્ય સામગ્રી હશે, તેટલું તમારાં વિદ્યાર્થીઓ અવધારણાઓને વધારે સારી રીતે સમજી શકશે અને શીખી શકશે. દ્રશ્ય સાધનોમાં રેખાકૃતિઓ, ફ્લો ચાર્ટ અને ગ્રાફ્સ/આલેખનો સમાવેશ થઈ શકે છે. પરંતુ તમારે ત્યાં થોભી નથી જવાનું – વિડીયોઝ તમારાં પ્રેઝેન્ટેશનને વધુ આકર્ષક બનાવી શકે છે.

2) વારે ઘડીએ સ્વિચ કરો

તમે સારી રીતે જાણો છો કે વિદ્યાર્થીઓનો લક્ષ આપવાનો સરેરાશ ગાળો બહુજ લાંબો હોતો નથી.દરેક 15-20 મિનિટે શૈક્ષણિક પદ્ધતિઓ બદલવાનો (સ્વિચ કરવાનો) પ્રયત્ન કરો. ઉદાહરણ તરીકે, તમારો વર્ગ સાંભળી રહ્યો છે તેની ખાત્રી કરવા તમારા પ્રેઝેન્ટેશનની વચ્ચે-વચ્ચે કલ્પનાઓને સમજવા માટે તમે કોયડા (પ્રશ્નોત્તરી) અથવા સમૂહ-પ્રવૃત્તિ ઉમેરી શકો છો.

3) થોડી રમૂજી વાતો ઉમેરો

ભાવનાત્મક પ્રતિભાવો તમારી યાદશક્તિ વધારે છે. તમારાં પ્રેઝેન્ટેશનમાં થોડીક રમૂજ ઉમેરવાથી તે વિદ્યાર્થીઓ માટે વધુ યાદગાર રહેશે અને વર્ગ દરમિયાન વાર્તાલાપ તરફ પણ દોરી જશે. એ વાતની ખાત્રી કરી લો કે તમે વિષયનો સંદર્ભ લઈને કુશળતાપૂર્વક રમૂજનો ઉપયોગ કર્યો હોય.

4) દરેકને રંગીન વસ્તુઓ ગમે છે

કોઈ વિષય પર ધ્યાન દોરવા માટે, પરીક્ષામાં આવી શકે તેવી બાબતો પર જોર આપવા માટે, આવશ્યક માહિતી યાદ રાખવામાં મદદ મળી રહે તે માટે અને ડેટા (માહિતી)નું આયોજન કરવા માટે રંગોનો ઉપયોગ કરી શકાય છે. ફક્ત રંગોનો વધારે પડતો અને જરૂર વગરનો ઉપયોગ કરવાનું ટાળો.

5) સારાંશ પૂરો પાડો

ચર્ચા કરાયેલાં મુદ્દાઓનો સારાંશ આપવા માટે વારંવાર થોભો અથવા કોઈ એક વિદ્યાર્થીને સારાંશ આપવા માટે કહો. આ માહિતીને પુનઃસ્થાપિત કરવામાં મદદ કરે છે, અને પરીક્ષા વખતે સહેલાઈથી પાછું યાદ કરી શકાય છે.

તમારાં વિદ્યાર્થીઓને વર્ગમાં બેઠાં-બેઠાં, વિશ્વનો અનુભવ કરાવવા માટે તમારા પ્રેઝેન્ટેશનને સારું બનાવવાનો હજુ એક માર્ગ છે તેમાં વર્ચ્યુઅલ ફીલ્ડ ટ્રીપ્સ ઉમેરવાનો.