જ્યારે તમે ગોખણપટ્ટી કરવા નથી માંગતા ત્યારે અભ્યાસ કરવાની પાંચ રીતો

 

મહત્વના સૂત્રો અને જટિલ નામોને યાદ રાખવા માટે ગોખણપટ્ટીની જરૂર પડે છે પરંતુ ચોક્કસપણે શીખવાની તમારી એકમાત્ર રીત ન હોવી જોઇએ. સમગ્ર અભ્યાસના ક્રમને વધુ મજાનો અને લાંબા-ગાળે તમારા માટે ફાયદાકારક બનાવવા માટે, પીસીની મદદથી વસ્તુઓને સાથે ભેળવવી સારી બાબત છે.

જ્યારે તમે ગોખણપટ્ટી કરવા માંગતા નથી ત્યારે અભ્યાસ માટેની પાંચ રીતો:

1. તમારૂં પોતાનું “પાઠ્યપુસ્તક” લખો

રેખાચિત્રો, માઇન્ડ મૅપ્સ, પ્રસ્તુતિ માટેના હેન્ડઆઉટ્સનો ઉપયોગ કરીને તમે જે શીખો છો તેને લખતાં રહો – મૂળભૂત રીતે, કોઇપણ સ્વરૂપમાં અભ્યાસ સામગ્રી તમને સહેલી જણાવી જોઇએ. આ રીતે, સૌથી મોટો ફાયદો એ છે કે તમે ભણતી વખતે સંપૂર્ણપણે સચેત રહેશો અને બધી જ અભ્યાસ સામગ્રી એક જ સ્થળે ધરાવતા હશો.

2. પ્રયત્ન કરો, શીખો, નિષ્ફળ જાઓ અને પુન: કરો – જ્યાં સુધી તમે સફળ ન થાઓ

આ થોડું સમય લેનારૂં છે પરંતુ તેમ છતાં ઉપયોગી છે. પછી તે મેકરસ્પેસ પ્રોજેક્ટ કરતા વૈજ્ઞાનિક સિદ્ધાંતને ચકાસવાનું હોય કે તમારી ત્રીજી ભાષામાં કોઇ વ્યક્તિની સાથે સંપૂર્ણ વાતચીત હોય – જ્યાં સુધી તમે સફળ ન જાઓ ત્યાં સુધી પ્રયત્ન કરતા રહો.

3. સંવાદાત્મક શિક્ષણની શરૂઆત કરો

સંવાદાત્મક શિક્ષણ વિષયની સંદર્ભીય સમજને સુધારવા માટે સંવાદ અને ચર્ચા પર ભાર મૂકે છે. આમ કરવા માટે, મહત્વના સિદ્ધાંતો અને વિભાવનાઓ પર એકબીજાને ચકાસવા અને સાથે મળીને જવાબ શોધવા માટે તમારા સહપાઠીઓના જૂથને એકત્રિત કરો.

4. તમારા પોતાના માટે તમે હમણાં મેળવેલી માહિતીમાંથી ક્વિઝિસ બનાવો

ભૂતકાળના પ્રશ્નપત્રો પર અભ્યાસ કરવો એ સારાં માર્ક્સ પ્રાપ્ત કરવા માટેની અજમાવેલી અને ચકાસેલી પદ્ધતિ છે. પરીક્ષા માટે ખૂબ જરૂરી એવાં આત્મવિશ્વાસને વધારવા માટે એ જોવા કે તમે શામાં સારૂં કરી રહ્યાં છો તમે Quizlet (ક્વિઝલેટ) પર પ્રશ્ન પત્રોની રચના કરીને અને તમારા પોતાના દ્વારા તેમાં ગુણાંકન કરી તેને વધુ આગળ લઈ જઈ શકો છો.

5. બચાવ માટે ફ્લૅશકાર્ડ્સ

મોટા દિવસની બે દિવસ પહેલાં, Cram (ક્રેમ) પર તમારા ફ્લૅશકાર્ડ્સ બનાવો અને એ ખાતરી કરવા માટે તમારી અભ્યાસ સામગ્રી તમારી આંગળીઓના વેઢા પર છે રોજ તેનો અભ્યાસ કરો, બધી જ વસ્તુઓને યાદ રાખવાની તમારી તકો પરીક્ષાઓ પહેલાં માત્ર એક કે બે પુનરાવર્તનો કરતાં વધુ ઉચ્ચ છે.

આ અભ્યાસ પદ્ધતિઓમાંથી દરેકમાં ખરેખર મોટાભાગની બાબતોને કરવા માટે, તમારા સમયપત્રકમાં સંશોધનને જોડો. પીસી પર, રિસર્ચને એક્સેસ કરવું એ ફક્ત ઝડપી જ નહીં પરંતુ તે તમે જે વાંચ્યું છે તેને સંગ્રહિત રાખવાની એક કાર્યક્ષમ રીત છે અને તમારી નોંધમાં તેને સામેલ કરી, તમારા પુનરાવર્તન માટે વિન-વિન પરિસ્થિતિનું નિર્માણ કરો.