તમારા વિદ્યાર્થીઓના દોષદર્શક વિચાર કૌશલ્યને સુપરચાર્જ કરવા માટેની પાંચ રીતો

 

દોષદર્શી વિચાર કરવા એ ધૂન કરતાં ઘણું વધારે છે. તે *દોષદર્શી* (શ્લેષાલંકારી હેતુ સહિત) કૌશલ્ય છે જેના માટે આજના દરેક વિદ્યાર્થીએ ભવિષ્યમાં તૈયાર રહેવું પડશે.   

સહજ રીતે કહીએ તો, તે બન્ને બાજુથી માહિતીનું વિશ્લેષણ કરવા દ્વારા મંતવ્ય રચવાની અને જરૂર પડે તો તેનો વિરોધ કરવાની ક્ષમતા છે. તમારા વિદ્યાર્થીઓ વર્ગમાં શીખવવામાં આવતી વિભાવનાઓ પાછળના તર્ક અને દલીલોને સમજી શકશે, તેમને પરીક્ષા માટે તૈયાર થતી વખતે વધુ સારી રીતે યાદ રાખવામાં મદદ કરશે – ગોખણપટ્ટી કરીને ભણવાની જરૂરિયાતને ઓછી કરશે! 

તમારા વિદ્યાર્થીઓના દોષદર્શી વિચાર કૌશલ્યોને તમે સુપરચાર્જ કરી શકો તે માટેની પાંચ રીતો અહીં આપવામાં આવી છે:

1) દિવસનો પ્રશ્ન 

તમારા પાઠના અંતે, તમારા વર્ગને એવો પ્રશ્ન પૂછો જે તેમને ખરેખર મૂંઝવી નાંખે – જેમ કે “જો વિશ્વ સપાટ હોત તો શું?”. આના જેવી પ્રવૃત્તિ તમારા વિદ્યાર્થીઓને સિદ્ધાંતના “કેમ” ને વાંચવા અને સમજવા તરફ દોરી જશે.

2) “કેમ” અથવા “શા માટે”

સિદ્ધાંત પાછળના તર્કને ઉકેલીને તમારા વિદ્યાર્થીઓને વર્ગમાં સામાન્ય રોજિંદા ક્રમને બદલો. ઉદાહરણ તરીકે, તેમને પૂછો “પાંદડાઓ લીલા શા માટે હોય છે” અને જુઓ કે તેઓ શું જવાબ આપે છે! આ પ્રવૃત્તિ તમારા વર્ગને વધુ સામેલગીરી કરતો અને જીવંત પણ બનાવશે

3) વાદ-વિવાદ કરવો સારી બાબત છે 

વિદ્યાર્થીઓને તેઓ જે વિષય પરત્વે ખરેખર જુસ્સો ધરાવતા હોય તેના માટે વાદવિવાદ કરવા માટે સામસામે લાવો જેવા કે વૉર્મ અપ કરવા માટે ફરજિયાત ગણવેશ. જ્યારે તમને લાગે કે તમારા વિદ્યાર્થીઓ તૈયાર છે ત્યારે તમે વધુ ઘનિષ્ઠ વિષયો આપી શકો છો. પીસી પર સંશોધન માટે તેમને પ્રોત્સાહિત કરો જેથી દરેક સુમાહિતગાર દલીલો કરી શકે.   

4) ટપકાં જોડો 

જુદા-જુદા સિદ્ધાંતોને એક બીજાની સાથે જોડવા માટે Mindmeister જેવાં ટેક ટૂલનો ઉપયોગ કરો. જો આ જોડાણો જે તમારા વિદ્યાર્થીઓને મદદરૂપ બને છે તો તેમને પરીક્ષાઓ માટે વધુ સારી રીતે યાદ રાખો. આખરે, દિવસના અંતે તો ગુણાંકો જ મહત્વ ધરાવે છે. 

5) આ ખરૂં છે કે ખોટું?

એવાં પ્રશ્નો કે જેનાં જવાબ આપવા ખરેખર મુશ્કેલ છે તેના માટે તમારા વિદ્યાર્થીઓને ખરૂં અથવા ખોટું પૂછવા માટે ગૂગલ ફોર્મ્સ અથવા સર્વે મંકીનો વધુ પડતો ઉપયોગ કરો. આની સાથે શરૂ કરવા માટે એક શ્રેષ્ઠ સંદર્ભ Buzzfeed દ્વારા આપવામાં આવતી ક્વીઝ છે.   

પીસીનો ઉપયોગ કરવો અને વિષયવસ્તુની સુધરેલી સમજનું જોડાણ એ શિક્ષણ વર્તુળોમાં ચર્ચાતી એક મહત્વની બાબત છે. આવું એટલાં માટે છે કારણ કે પીસી તમારા બાળકોને સ્વતંત્ર શિક્ષાર્થી બનવામાં મદદ કરે છે અને બદલામાં તેઓ શિક્ષણની સાથે પ્રેમ કરવા લાગે છે.