તમારા બાળકની શીખવાની સંભાવનાઓને ખોલવાની પાંચ રીતો

“શિક્ષણએ પાયો છે જેના પર આપણે આપણાં ભાવિનું નિર્માણ કરીએ છીએ.” – ક્રિસ્ટિન ગ્રેગરી

 

માતા-પિતા માટે, તેમનાં બાળકોને ફક્ત શિક્ષણ વ્યવસ્થામાં ટકી રહેવા કરતાં, શાળામાં ખીલતાં જોવા એ સૌથી ગર્વિષ્ઠ ક્ષણ છે. શાળામાં તેમના સ્તરે શ્રેષ્ઠ કરવા માટે, બાળકને નાની વયથી જ તેમની શીખવાની સંભાવનાઓને ખોલવી પડે છે. અહીં તમારા બાળકની મદદ માટે ક્રમિક માર્ગદર્શિકા આપવામાં આવી છે:

1) વાંચનને રોજની આદત બનાવો
દરરોજ વાંચનનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારા બાળકને વિચારોને ઘડવાની અને વધુ સારી રીતે લખવાની તક પ્રાપ્ત થાય છે. પછી તે સમાચારપત્રનો રમત-ગમત વિભાગ હોય કે એક ક્લાસિક નવલકથાનું પ્રકરણ – દરરોજ તેને વાંચવાથી તમારૂં બાળક નવા શબ્દોને શીખશે અને ભાષાનો સંદર્ભ સમજશે.

2) તેમની રચનાત્મક બાજુને બહાર લાવો
દરેક વય જૂથ માટેની એક પરિયોજના Makerspace છે અને તેમાં રસ લેવા માટે, તમારે માત્ર તમારા બાળકને ત્યાં ગમ્મત શોધવા મોકલવાનું છે અને તેમને સામગ્રી પૂરી પાડવાની છે. દરેક Makerspace પરિયોજના તમારા બાળકને કંઈક નવું શીખવે છે. તે વિજયની લાગણી જે કોઇ એવાં કાર્યને પુરું કરવાથી મળે છે જે પ્રારંભમાં મુશ્કેલ જણાય છે અને સફળતાપૂર્વક પુરું કર્યાં પછી તેનાં જેવું સરળ કોઇ નથી હોતું!

3) ગેમિંગથી પરિચિત કરો
તમારા બાળકના રોજિંદા અભ્યાસના ક્રમમાં રમતોને ઉમેરવાનો શ્રેષ્ઠ ભાગ એ છે કે તેઓ તેને રમતી વખતે ક્યારેય એમ નહિં કહે “હું કંટાળી ગયો/ગઈ”. તે પરીક્ષા માટે ભણતી વખતે વચ્ચેનો વિરામ અથવા સમગ્ર ભાગને પૂર્ણ કરવા માટે એક વિશેષ ઉજાણી બન્નેમાંથી કંઈપણ હોય શકે છે.

4) તમારા બાળકની શીખવાની શૈલીને ઓળખવી


સમયના ક્રમમાં અને વિષય પર આધારિત, તમારૂં બાળક એક એવી શીખવાની પદ્ધતિને વિકસિત કરશે જે કારગર નીવડશે. એક માતા-પિતા તરીકે, તમારે શૈલીને ઓળખ સુનિશ્ચિત કરવી પડશે અને સાચાં પીસી સંસાધનોના ઉપયોગ માટે પ્રોત્સાહન આપવું પડશે.

5) વિશિષ્ટ પ્રતિસાદ આપો
શક્તિ પ્રમાણે રમવું એ અજમાવેલ અને પરિક્ષિત સલાહ છે પરંતુ તમારું બાળક જેમાં નબળું છે તેવાં વિષયોનું શું?
પ્રથમ પગલું વિશિષ્ટ, પગલા લઈ શકાય તેવા પ્રતિસાદ માટે શિક્ષકને પુછવાનું છે અને ત્યારપછી તદાનુસાર મદદ મેળવવાનું છે. અહીં ચાવી રૂપ બાબત તમારા બાળકના શિક્ષકને ઘણા બધા પ્રશ્નો પૂછવાની છે જેનાં જવાબો કેવળ હા અથવા ના ન હોય.

એ ના ભૂલશો કે પીસી એ તમારા બાળકની સફળતા માટેનું એક ખુબ જ સારૂ પ્રોત્સાહક સાધન છે.