5 યુટ્યુબ ચૅનલ્સ જે દરેક શિક્ષકે બુકમાર્ક કરવી જ રહી.

 

દરેક શિક્ષક સક્રિય વિદ્યાર્થીઓથી ભરેલા વર્ગની ઈચ્છા રાખે છે. પરંતુ કેટલીકવાર તેઓ સપનાંમાં રાચતા અથવા પોતાનાં વિચારોથી દૂર જતા રહે છે.

તો તમારા વિદ્યાર્થીઓનું 100% ધ્યાન તમારા તરફ રહે એ માટે તમે શું કરશો?

વર્ગમાં ઈન્ટરએક્ટિવ વીડિયો દર્શાવો

તમારા પાઠની યોજના મુજબ તમે વર્ગની શરૂઆતમાં, મધ્યમાં કે પછી છેલ્લી પાંચ મિનિટ માટે વીડિયો પ્લે કરી શકો છો - જેથી તમારા વિદ્યાર્થીઓ માહિતી સારી રીતે મગજમાં ઉતારી શકે. વાત સ્રોતની હોય ત્યારે બધી જ ઉંમરના લોકો અને વિષયો માટે સમર્પિત લર્નિંગ ચૅનલ્સ સાથે યુ ટ્યુબની તુલના કોઈ નથી કરી શકતું.

હરહંમેશ એક સક્રિય વર્ગ માટે તમારા પીસીમાં તમારે બુકમાર્ક કરવાના રહેતા આવા પાંચ વીડિયો અહીં રજુ કર્યાં છે:

1) સ્કીશો

બાળકોમાં વિજ્ઞાન વિશે ઉત્સુકતા જગાડવાના હેતુ સાથે આ ચૅનલ માનવીના મગજ થી ઓરિગામી પ્રેરિત આવિષ્કારો સુધી બધું જ ટૂંકા એનિમેટેડ વીડિયો સાથે રજુ કરે છે અને આ દરેક વીડિયો વધુમાં વધુ પાંચ મિનિટનાં છે.

લિંક: https://www.youtube.com/user/scishowkids/featured

2) ગ્રામર્લી

ગ્રામર્લી એક સંપૂર્ણ પ્લેલિસ્ટ ધરાવે છે જે લેખનની અગત્યની માર્ગદર્શિકા, સામાન્ય રીતે મૂંઝવતા શબ્દો અને વ્યાકરણને સરળ બનાવવા સમર્પિત છે - વિદ્યાર્થીઓને આવશ્યક મૂળભુત બાબતો યાદ કરાવવા પરીક્ષાના અઠવાડિયા પહેલા દર્શાવવા આદર્શ રહેશે.

લિંક: https://www.youtube.com/channel/UCfmqLyr1PI3_zbwppHNEzuQ

3) ક્રેશ કોર્સ

અંગ્રેજી સાહિત્ય થી કૉમ્પ્યુટર સાયન્સ સુધી ક્રેશ કોર્સના વીડિયો યોગ્ય ઘરકામ સંદર્ભો તરીકે કાર્ય કરે છે જ્યારે વિદ્યાર્થીઓ કોઈ વિષય પહેલીવાર ભણતા હોય અથવા કોઈ વિષય જૂનો થઈ ગયો હોય અને સમજવામાં જટિલ જણાય ત્યારે ફરી યાદ કરવા માટે.

લિંક: https://www.youtube.com/user/crashcourse

4) નૅશનલ જીયોગ્રાફિક

માત્ર ભૂગોળથી ઘણું વિશેષ, નૅશનલ જીયોગ્રાફિકનો ટૂંકી ફિલ્મોનો સંગ્રહ તમારા વિદ્યાર્થીઓને વર્ગમાં તમે શીખવેલ સિદ્ધાંતને વાસ્તવિક જગત સાથે જોડવામાં મદદ કરશે. નિર્ધારિત સૂચિ સાથે તમે આને તમારા શિક્ષણનો નિયમિત ભાગ બનાવી શકો છો.

સાપ્તાહિત યુટ્યુબ સૂચિ:
સોમવાર અને મંગળવાર - નૅચર ઍન્ડ એન્વાયરમેંટ
બુધવાર - એક્સપ્લોરેશન
ગુરુવાર - સાયન્સ (વિજ્ઞાન)
શુક્રવાર - ફન ફેક્ટ્સ
શનિવાર - એડવેન્ચર અને સર્વાઈવલ
રવીવાર - હિસ્ટ્રી અને કલ્ચર (ઈતિહાસ અને સંસ્કૃતિ)

લિંક: https://www.youtube.com/user/NationalGeographic

5) વર્લ્ડ ઈકોનૉમિક ફોરમ

દરેક વીડિયો પાંચ મિનિટથી ઓછી મુદ્દતના હોવા સાથે તાજા સમાચારો, વૈશ્વિક વલણ તેમ જ ભવિષ્યના અનુમાનો વિશે જાણકારી મેળવવા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે - ગ્રુપ અસાઈનમેન્ટ્સ, સિવિક્સ લેસન અને વર્ગમાં ચર્ચા માટે ઉત્તમ.

લિંક: https://www.youtube.com/user/WorldEconomicForum/featured

ત્યારપછીનું પગલું - ઘરકામ (હોમવર્ક). પીસી શિક્ષકને ડગલે ને પગલે મદદરૂપ બને છે, ઘરકામમાં પણ - ખાસ કરીને જો તમે ‘આઉટ ઑફ દ બૉક્સ’ આઈડિયાઝ મેળવવા ઈચ્છતા હો.